૭થી ૧૩ જાન્યુઆરી - સંગ્રહાલય સપ્તાહ

0

 

૭થી ૧૩ જાન્યુઆરી - સંગ્રહાલય સપ્તાહ



 

તારીખ ૭ થી ૧૩ જાન્યુઆરી દરમિયાન સંગ્રહાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ સપ્તાહ દરમ્યાન રાજયમાં આવેલાં સંગ્રહાલયો તેના બેનમૂન સંગ્રહના કારણે ખ્યાતિ પ્રાપ્ત બન્યા છે. સંગ્રહાલયો દેશ-દનિયાની પ્રાચીન તથા અર્વાચીન સંસ્કૃતિના અવશેષોની જાળવણી કરે છે. સંગ્રહાલયો માત્ર પ્રવાસનાં કેન્દ્રો તરીકે નહીં પણ શિક્ષણ અને સંસ્ફાંતિના ઉત્તમ માધ્યમ તરીકે પુરવાર થયાં છે.

 

રાજ્યમાં આવેલાં કુલ ૧૪ સરકારી સંગ્રહાલયો દ્રારા તા. ૭થી ૧૩ જાન્યુઆરી દરમિયાન સંગ્રહાલય સપ્તાહ ઊજવવામાં આવે છે. દર વર્ષની જેમ વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, ખાસ પ્રદર્શનો, વ્યાખ્યાનમાળા, વાર્તાલાપ , શૈક્ષણિક ફિલ્મ શો, વિડિયો શો, ચિત્ર હરીફાઈ, માર્ગદર્શન સેવા વગેરેનું

આયોજન કરી સંગ્રહાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.


ગાંધી સ્મારક સંગ્રહાલય                : સાબરમતી (અમદાવાદ)

કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઈલ       : અમદાવાદ (અંબાલાલ સારાભાઈની સંગ્રહિત બાબતો)

આદીવાસી અને નૃવંશ વિજ્ઞાન મ્યુઝિયમ : અમદાવાદ

ભો.જે. વિદ્યાભવન અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ : અમદાવાદ

લા.દ. પ્રાચ્ય વિદ્યામંદિર                  : અમદાવાદ

સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક           : અમદાવાદ

બી.જે. મેડિકલ કોલેજનું મ્યુઝિયમ  : અમદાવાદ

પતંગ મ્યુઝિયમ                            : અમદાવાદ (સ્થાપક નાનુભાઈ શાહ)

વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્સર ગેલેરી : વડોદરા (ગુજરાતનું સૌથી મોટું)

હેલ્થ મ્યુઝિયમ                            : વડોદરા

મહારાજા ફતેહસિંહરાવ મ્યુઝિયમ      : વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીનું પુરાતત્ત્વ વિષયક મ્યુઝિયમ : વડોદરા

કચ્છ મ્યુઝિયમ                                      : ભૂજ (કચ્છ) (ગુજરાતનું સૌથી જૂનું)

ભારતીય સંસ્કૃતિ દર્શન                           : ભૂજ (કચ્છ) (ગ્રામીણ લોકકલાનું સંગ્રહાલય)

શ્રી.એ.એ.વજીરનું કચ્છી ભરતકામ સંગ્રહાલય : ભૂજ (કચ્છ)

ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ                              : ભાવનગર

બાર્ટન મ્યુઝિયમ                                   : ભાવનગર

ગિરધરભાઈ બાળ મ્યુઝિયમ                       : અમરેલી

વલ્લભીપુર મ્યુઝિયમ                              : વલ્લભીપુર

દરબાર હોલ મ્યુઝિયમ                            : જૂનાગઢ

વોટસન મ્યુઝિયમ                                 : રાજકોટ

ઢિંગલી મ્યુઝિયમ                                  : રાજકોટ

સરદાર પટેલ મ્યુઝિયમ                            : વલ્લભ વિદ્યાનગર

ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ         : અમદાવાદ

સરદાર સંગ્રહાલય                                  : સુરત

નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય                          : ગાંધીનગર

ધીરજબહેન પરીખ બાળ સંગ્રહાલય              : કપડવંજ

જામનગર મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટીઝ         : જામનગર

સાપુતારા મ્યુઝિયમ                               : સાપુતારા (માનવજાતિ શાસ્ત્ર અને પ્રાકૃતિક ઈતિહાસ સંબંધિત)

લેડી વિલ્સન મ્યુઝિયમ                          : ધરમપુર (માનવજાતિ શાસ્ત્ર સંબંધિત)

રજની પરીખ આર્ટ્સ કોલેજ આર્કિયોલોજિકલ મ્યુઝિયમ : ખંભાત

આદિવાસી લોકકલા સંગ્રહાલય                : છોટા ઉદેપુર

પ્રભાસ પાટણ મ્યુઝિયમ                        : પ્રભાસ પાટણ


ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)