દેવલીમાડી માતા મંદિર

0

 દેવલીમાડી માતા



તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના દેવલપાડા ગામે આદિવાસી સમાજની આસ્થાનું કેન્દ્ર સ્વરુપ માં દેવલીમાડીનું મંદિર આવેલુ છે. પ્રાચીનકાળથી આદિવાસી સમાજ અહીં તેમની પરંપરાગત રીતે પૂજાવિધિ કરે છે. ડુંગરની તળેટીમાં તેમજ ડુંગર ઉપર ગુફામાં આવેલા માતાજીના આ મંદિરે આદિવાસી સમાજના લોકો ખુબ ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરવા આવે છે. દેવલપાડા ગામે આદિવાસી સમાજની કુળદેવી એવા દેવલીમાડી માતાના પ્રાક્ટ્ય તિથિ મૂજબ માગસર સુદ પૂનમ થી ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. જ્યાં આદિવાસી સમાજની કુળદેવી એવા દેવલીમાડી માતાના મંદિરે પ્રાકટ્ય મહોત્સવ ઉજવવામાં આવે છે. અને એના ભાગરૂપે મંદિર નજીક ખુલ્લા મેદાનમાં ભવ્ય મેળાનું આયોજન પણ થાય છે. આ મેળામાં આદિવાસી સંસ્કૃતિ અને અસ્મિતાને ધ્યાનમાં રાખી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. આ મેળા નો આનંદ માણવા સુરત, તાપી, ડાંગ અને નર્મદા જેવા જિલ્લા માંથી આદિવાસી સમાજના ભાઈ બહેનો ઉમટી પડે છે. દેવલપાડા ગામે નજીકના ડુંગર પર દેવલી માડી માતાનું મંદિર આદિવાસી ભાઈ બહેનો માટે શ્રદ્ધા નું કેન્દ્ર ગણાય છે. અહીં અવાર નવાર સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન થતું જ રહે છે એનો હજ્જારોની સંખ્યામાં લોકો લાભ લે છે. દેવલપાડા ગામે મેળામાં ખાણીપીણી અને વિવિધ ચીજ વસ્તુઓના સ્ટોલ અને વિવિધ રાઈડ્સ મુકવામાં આવે છે. આ મેળામાં દિવસ દરમિયાન લોકો ખરીદી કરતા હોય છે અને રાત્રીના સમયે ભજન કીર્તન અને સોંગાડીયા પાર્ટી નો આનંદ માણતા નજરે પડે  છે.

સોનગઢના દેવલપાડા ગામે આદિવાસી સમાજની કુળદેવી એવા દેવલીમાડી મંદિરે મેળો ભરાય
છે.



પ્રવેશદ્રાર 



માતાજી ગઢ પર 

માતાજીનું તળેટીનું સ્થાનક








ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)