ધોરણ - ૬ માટે Common Entrance Test
ધોરણ - ૬ થી ૧૨ ના શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત નિ:શુલ્ક શિક્ષણ માટેની અમૂલ્ય તક
છેલ્લી તારીખ : ૦૫/૦૪/૨૦૨૩
પરીક્ષા તારીખ : ૨૭/૦૪/૨૦૨૩
પ્રવેરા માટેની યોગ્યતાઃ
- સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ ૧ થી ૫નો અભ્યાસ કરેલ હોય તથા ધોરણ 5નો અભ્યાસ પૂર્ણ કરાર વિધાર્થીઓ ઉપરોક્ત તમામ શાળાઓમાં ધોરણ ૬ માટે કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ કોમત પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધોરણ ૬માં પ્રવેશ આપવામાં આવશે.
- સ્વનિર્ભર / ખાનગી શાળાઓના ધોરણ ૫નો અભ્યાસ પૂર્ણ કરનાર વિધાર્થીઓ ફક્ત રક્ષાશક્તિ સ્કુલ્સ, મોડલ સ્કુલ્સના ધોરણ૬ના પ્રવેશ માટે આ કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધોરણ ૬માં પ્રવેશ આપવામાં આવશે.
ગુજરાત સરકાર દ્રારા આગામી શૈક્ષણિક સત્ર ૨૦૨૩-૨૪ થી સામાજિક ભાગીદાર દ્રારા નીચે દર્શાવેલ યોજનાઓ શરૂ થઇ રહી છે.
- જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કુલ્સ
- જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસીડેન્શિયલ સ્કુલ્સ
- જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ
- રક્ષાશક્તિ સ્કુલ્સ
આ શાળાઓમાં ગુજરાત રાજ્યના સરકારી શાળાઓમાં ભણતા
પ્રતિભાશાળી વિધાર્થીઓની ઓળખ કરી તેમને શ્રેષ્ઠ ભૌતિક અને ડીઝીટલ ઇન્ક્રાસ્ટ્રક્ચર
સુવિધાઓથી સજ્જ ભવિષ્યલક્ષી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે. વિધાર્થીઓના સર્વાંગી
વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું, રેસીડૅન્શિયલ સ્કુલ્સમાં નિવાસી છાત્રાલય , રમત-ગમત,
કલા અને કૌશલ્ય તાલીમ, શ્રેષ્ઠ શિક્ષણ પધ્ધતિઓ અને ઉચ્ચ અધ્યાપન સામગ્રી વગેરે સુવિધાઓ પ્રદાન
કરવામાં આવશે. પ્રતિભાશાળી વિધાર્થીઓની પ્રતિભાનું સંવર્ધન કરવામાં આવશે અને તેઓને
કારકિર્દી માર્ગદર્શન સાથે સ્યર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવશે.
વધુ માહિતી માટે : અહીં ક્લિક કરો
વેબ સાઇટ માટે : અહીં ક્લિક કરો


%20%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A3-%E0%AB%AC%20%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4_page-0001.jpg)