GSET 2024: ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ

0

ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ ફોર આસિસ્ટ્ન્ટ પ્રોફેસર

                                                 GSET - 2024



ભારત સરકારે ૨૨ મી જુલાઇ ૧૯૮૮ના પગારધોરણ સુધારણા વિશેના જાહેરનામામાં સૂચવેલું કે અધ્યાપક સહાયક / વ્યાખ્યાતા તરીકે નિમણુંક પામવા ઉમેદવારનક્કી કરેલી જરૂરી શૈક્ષણિક લાયકાત ઉપરાંત ખાસ કરીને આ ઉદ્દેશ માટે આયોજિત સર્વગ્રાહી કસોટીમાં ઉત્તીર્ણ થયેલ હોવો જરૂરી છે અને એ જ ઉમેદવાર અધ્યાપક સહાયક / વ્યાખ્યાતા તરીકેની નિમણુંક માટે યોગ્ય ગણાશે. UGC એ અધ્યાપક સહાયક / વ્યાખ્યાતા બનવા માટેના પ્રથમ પગથિયા તરીકે રાજ્યોના શિક્ષણ સચિવો અને ઉચ્ચશિક્ષણના નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મેળવીને આ કસોટીનો આરંભ કરવાની ભલામણ કરી છે.



GSET - વિષયો


વિષય કોડ

વિષયનું નામ

પ્રશ્નપત્રનું માધ્યમ

અનુસ્નાતક કોર્સ

અનુસ્નાતક વિષય

૦૧

મેથેમેટીકલ સાયન્સીસ

અંગ્રેજી

M.Sc./M.A./M.Tech.(Science)
Or Equivalent Degree

ગણિત / આંકડાશાસ્ત્ર / એપ્લાઈડ મેથેમેટીક્સ / ઇંડસ્ટ્રિયલ મેથેમેટીક્સ

૦૨

ફીજીકલ સાયન્સીસ

અંગ્રેજી

M.Sc.

ફિઝિક્સ / ભૌતિક વિજ્ઞાન

૦૩

કેમીકલ સાયન્સીસ

અંગ્રેજી

M.Sc.

રસાયણશાસ્ત્ર / રાસાયણિક વિજ્ઞાન

૦૪

લાઇફ સાયન્સીસ

અંગ્રેજી

M.Sc./M.Tech (Science)

જીવન વિજ્ઞાન / વનસ્પતિશાસ્ત્ર / પ્રાણીશાસ્ત્ર / માઇક્રોબાયોલોજી / બાયોટેકનોલોજી / બાયોકેમિસ્ટ્રી / વાઇરોલોજી / બાયોઇન્ફોર્મેટિક્સ / જીનેટિક્સ

૦૫

હિન્દી

હિન્દી

M.A.

હિન્દી

૦૬

ગુજરાતી

ગુજરાતી

M.A.

ગુજરાતી

૦૭

સંસ્કૃત

સંસ્કૃત

M.A.

સંસ્કૃત

૦૮

ઇતિહાસ

અંગ્રેજી અને ગુજરાતી

M.A.

ઇતિહાસ

૦૯

સમાજશાસ્ત્ર

અંગ્રેજી અને ગુજરાતી

M.A.

સમાજશાસ્ત્ર

૧૦

અર્થશાસ્ત્ર

અંગ્રેજી અને ગુજરાતી

M.A.

અર્થશાસ્ત્ર

૧૧

રાજનીતિ શાસ્ત્ર

અંગ્રેજી અને ગુજરાતી

M.A.

રાજનીતિ શાસ્ત્ર

૧૨

અંગ્રેજી

અંગ્રેજી

M.A.

અંગ્રેજી

૧૩

શિક્ષણ

અંગ્રેજી અને ગુજરાતી

M. Ed. / M. A.

શિક્ષણ

૧૪

મનોવિજ્ઞાન

અંગ્રેજી અને ગુજરાતી

M.A.

મનોવિજ્ઞાન

૧૫

ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન

અંગ્રેજી અને ગુજરાતી

M. Lib./ M. Lis.

ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન

૧૬

કાયદો

અંગ્રેજી અને ગુજરાતી

LL. M.

કાયદો

૧૭

વાણિજ્ય

અંગ્રેજી અને ગુજરાતી

M. Com.
Or Equivalent Degree

વાણિજ્ય

૧૮

મેનેજમેન્ટ

અંગ્રેજી

M. B. A.
Or Equivalent Degree

મેનેજમેન્ટ

૧૯

કમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સ

અંગ્રેજી

M.C.A / M.Sc. / M.C.S / M.E. /
M. Tech or Equivalent Degree

કમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સ
કમ્પ્યુટર સાયન્સ

૨૦

અર્થ સાયન્સીસ

અંગ્રેજી

M.Sc.

ભૂસ્તરશાસ્ત્ર / જિઓઇનફોર્મેટિક્સ

૨૧

શારીરિક શિક્ષણ

અંગ્રેજી અને ગુજરાતી

M. P. Ed.
or Equivalent Degree

શારીરિક શિક્ષણ

22

દર્શનશાસ્ત્ર/તત્વજ્ઞાન

અંગ્રેજી અને ગુજરાતી

M.A.

દર્શનશાસ્ત્ર/તત્વજ્ઞાન

૨૩

ગૃહ વિજ્ઞાન

અંગ્રેજી અને ગુજરાતી

M.Sc. / M.A.

ગૃહ વિજ્ઞાન

૨૪

ભૂગોળશાસ્ત્ર

અંગ્રેજી અને ગુજરાતી

M.Sc./ M.A.

ભૂગોળશાસ્ત્ર

૨૫

સમાજકાર્ય

અંગ્રેજી અને ગુજરાતી

M.S.W/ M.A.

સમાજકાર્ય

૨૬

એન્વાયરમેન્ટલ સાયન્સીસ

અંગ્રેજી

M.Sc./M.Tech

એન્વાયરમેન્ટલ સાયન્સીસ

૨૭

ફોરેન્સિક સાયન્સ

અંગ્રેજી

M.Sc.

ફોરેન્સિક સાયન્સ

૨૮

હિન્દુ અધ્યયન

અંગ્રેજી

M.A.

હિન્દુ અધ્યયન

૨૯

ભારતીય જ્ઞાન પ્રણાલી

અંગ્રેજી

M.A./M.IKS

ભારતીય જ્ઞાન પ્રણાલી

૩૦

સંગીત

અંગ્રેજી

M.A. / M.Perf. Art

સંગીત

૩૧

પરફોર્મિંગ આર્ટ - નૃત્ય/નાટક/થિયેટર

અંગ્રેજી

M.A. / M.Perf. Art

પરફોર્મિંગ આર્ટ - નૃત્ય/નાટક/થિયેટર

૩૨

પબ્લિક એડમિનિસ્ટ્રેશન

અંગ્રેજી

M.P.A

પબ્લિક એડમિનિસ્ટ્રેશન

૩૩

વિઝ્યુલ આર્ટ

અંગ્રેજી

M.F.A./ M.V.A.

વિઝ્યુલ આર્ટ

 

  • પાત્રતા / લાયકાતનાં માપદંડ


  • જે ઉમેદવારોએ UGC માન્ય અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરેલ હોય અથવા અંતિમ વર્ષ નો અભ્યાસ ચાલુ હોય તેવા ઉમેદવારો જ GSET ની પરીક્ષા આપી શકશે.
  • GSET પરીક્ષા માટે અનામત નીતિ ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર રહેશે. ગુજરાત રાજ્યના SEBC ઉમેદવારો પાસેથી કેન્દ્ર સરકારના OBC પ્રમાણપત્ર સ્વીકાર્ય નથી.
  • અન્ય રાજ્ય ના અનામત વર્ગના ઉમેદવારો એટલે કે ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેદવારોને General કેટેગરીના ઉમેદવાર ગણવામાં આવશે.
  • જો ઉમેદવાર ભારતીય યુનિવર્સિટી / સંસ્થામાથી અનુસ્નાતક વર્ગનું ડિપ્લોમા / પ્રમાણપત્ર ધરાવતા હોય અથવા વિદેશની યુનિવર્સિટી / સંસ્થામાથી અનુસ્નાતક વર્ગનું ડિગ્રી / ડિપ્લોમા / પ્રમાણપત્ર ધરાવતા હોયતો ઉમેદવાર પોતાની ડિગ્રી / ડિપ્લોમા / પ્રમાણપત્રનુંઅસોશિએશન ઓફ ઇંડિયન યુનિવર્સિટીસ (AIU), New Delhi. (www.aiu.ac.in)પાસેથીમાન્ય ભારતીય યુનિવર્સિટીની અનુસ્નાતક ડિગ્રી સાથેની સમકક્ષતાનું પ્રમાણપત્ર મેળવી લે તે તેમના જ પોતાના હિતમાં છે
  • જનરલ/બિન-આરક્ષિત/જનરલ-EWS કેટેગરીના જે ઉમેદવારોએ ઓછામાં ઓછા ૫૫% (સરેરાશ/કૃપા ગુણ ને ગણતરીમાં લીધા સિવાય - without rounding off) સાથે યુનિવર્સિટી અનુદાન આયોગ (UGC)દ્વારા માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થા (વેબસાઇટ :https://www.ugc.ac.inમાંથી વિજ્ઞાન વિદ્યાશાખાઓમાંમાનવ – વિદ્યાઓ(ભાષાઓ સહિત) સામાજિક વિજ્ઞાન વિદ્યાશાખાઓમાંતથા કમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સ વિદ્યાશાખામાં અનુસ્નાતક અથવા ની પદવી પ્રાપ્ત કરી હોય તેવા ઉમેદવારો GSET ની પરીક્ષા આપી શકશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) નોન ક્રિમીલેયર / અનુસૂચિત જાતિ (SC) / અનુસૂચિત જનજાતિ (ST) / શારીરિક વિકલાંગ (PH) / દૃશ્યાત્મક વિકલાંગ (VH) / થર્ડ જેન્ડર ઉમેદવારે ઓછામાં ઓછા ૫૦%(સરેરાશ/કૃપા ગુણ ને ગણતરીમાં લીધા સિવાય - without rounding off) સાથે અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી હોય તે ઉમેદવાર GSET ની પરીક્ષા આપી શકશે.
  • જે ઉમેદવારો એ અનુસ્નાતક વર્ગની અંતિમ વર્ષની પરીક્ષા આપી હોય અથવા આપવાની હોય અને જેનું પરિણામ જાહેર ન થયું હોય કે તેમાં વિલંબ થયો હોય તેવા ઉમેદવારો પણ GSET ની પરીક્ષા આપવા માટે ફોર્મ ભરી શકે છે. જો કે આવા ઉમેદવારોને કામચલાઉ ધોરણે જ GSET ની પરીક્ષા આપવા પ્રવેશ આપવામાં આવશે. જો આવા ઉમેદવારો GSETની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તેવા સંજોગોમાં, જો તેઓ તેમના અનુસ્નાતક વર્ગની પરીક્ષામાં ૫૫ % (જનરલ/બિન-આરક્ષિત/જનરલ-EWS) તથા ૫૦% (SEBC - non creamy layer/SC/ST/PwD(PH/VH)/થર્ડ જેન્ડર) સાથે ઉત્તિર્ણ થાય તો જ તેમને અધ્યાપક સહાયકની ઉમેદવારી માટે યોગ્ય ગણાશે. આવા ઉમેદવારોને GSET ની પરીક્ષાનું પરીણામ જાહેર થયાના બે વર્ષમાં તેમની અનુસ્નાતક વર્ગ ની પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું રહેશે અને જો તેમ ન થાય તો ઉમેદવાર ને GSET ની પરીક્ષા માટે નાપાસ ગણવામાં આવશે.
  • થર્ડ જેન્ડરઉમેદવારો માટે, GSET માટે ફીઉંમરપાત્રતા અને ક્વાલિફાઇંગ ક્રાઇટેરિયા માં SC/ST/PwD(PH/VH) કેટેગરી ના ઉમેદવારોના ધોરણે છુટછાટ માટે પાત્ર રહેશે. આ કેટેગરી માટે વિષય મુજબના કટ-ઓફ્સ, SEBC (non-creamy layer)/SC/ST/PwD(PH/VH) માટેના વિષય મુજબના કટ-ઓફસમાં સૌથી ઓછા રહેશે.
  • એવા Ph.D. degree ધારક ઉમેદવારો કે જેમણે અનુસ્નાતકની પરીક્ષા ૧૯મીએ સપ્ટેમ્બર ૧૯૯૧(પરિણામ જાહેર થયાની તારીખ ધ્યાનમાં લીધા સિવાય )સુધીમાં પૂર્ણ થઈ હોય એવા ઉમેદવાર ને GSET ની પરીક્ષા આપવા માટેની લઘુત્તમ લાયકાત માટે ના કુલ ગુણમાં ૫%(એટલે કે ૫૫% થી ૫૦%)ની રાહત આપવામાં આવશે.
  • GSET ની પરીક્ષાની લાયકાત માટે ઉમેદવાર પાસે GSET દ્વારા લેવાતા વિષયની UGC માન્ય અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરેલ હોવી જોઇએ.ઉમેદવારો તેમના અનુસ્નાતક વર્ગના વિષય માટે જ GSET ની પરીક્ષા આપી શકશે. ઉમેદવારના વિષયનો સમાવેશ GSET ની પરીક્ષાના વિષયોની યાદી માં ન હોય તેવા સંજોગોમાં ઉમેદવાર દર વર્ષે બે વાર લેવાતી UGC NET અથવા UGC – CSIR NET ની પરીક્ષા આપી શકે છે.
  • ઉમેદવારે ઓનલાઇન અરજીની પ્રીન્ટ કોપી કે પરીક્ષા માટેની યોગ્યતા માટે ના કોઇપણ પ્રમાણપત્ર GSET ઓફીસવડોદરા ને મોકલવાના રહેશે નહી. તેમ છતાંઉમેદવારો દ્વારા પરીક્ષા માટેની યોગ્યતા સંતોષકારક રીતે રજૂ થાય એ તેમના જ પોતાના હિતમાં છે. GSET એજન્સીને કોઇ પણ પ્રકારની અયોગ્યતા જણાશે તેવા સંજોગોમાં ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે, GSET પ્રમાણપત્ર પરત લઇ લેવામાં આવશે અને તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
  • SC / ST / PwD(PH / VH )/ SEBC(નોન ક્રિમીલેયર)/ General-EWS કેટેગરીના ઉમેદવારો એ તેમનું પ્રમાણપત્રજે લાગુ પડતું હોય તેગુજરાત રાજ્યના સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ જાતિનું પ્રમાણપત્ર / PH કે VH અંગેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે ફરજિયાતપણે હોવું જોઈએ. તેથીઉમેદવારો દ્વારા પરીક્ષા માટેની યોગ્યતા સંતોષકારક રીતે રજૂ થાય એ તેમના જ પોતાના હિતમાં છે. GSET એજન્સીને કોઇ પણ પ્રકારની અયોગ્યતા જણાશે તેવા સંજોગોમાં ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે, GSET પ્રમાણપત્ર પરત લઇ લેવામાં આવશે અને તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
  • ઉમેદવાર એ બાબત ખાસ ધ્યાનમાં રાખે કે તેમની GSET પરીક્ષા માટે ઉમેદવારી કામચલાઉ ગણાશે. માત્ર એ હકીકત છે કે GSET એજન્સી દ્વારા તેના / તેણીના ઓનલાઇન અરજી ફોર્મ અને પરીક્ષા ફી સ્વીકારવામાં આવે અને હોલ ટિકિટ જારી કરવામાં આવે એ એમ સૂચિત નથી થતુ કે તેમની ઉમેદવારી કાયમી ધોરણે માન્ય કરવામાં આવી છે . જો કોઇ કારણસરકોઇપણ સ્થાને અયોગ્ય કે વાંધાજનક બાબત(બિન ઇરાદાર્વક થયેલી કમ્પ્યુટર કે પ્રિન્ટરની ભુલ સહિત ) જણાશે તો GSET દ્વારા તે ઉમેદવારને અનુત્તિર્ણ (qualifiedજાહેર કરી અને GSET પ્રમાણપત્ર પરત લઇ લેવામાં આવશે.

પરીક્ષાનું માળખું અને પદ્ધતિ

  • અસ્વીકરણ:"પરીક્ષાનું માળખું અને પદ્ધતિ" અને "પરીણામ જાહેર કરવા માટે ની કાર્યપધ્ધતિ અને માપદંડ"નો અનુવાદ ફ્ક્ત સરળ સમજુતી મળે તે માટે કરવામાં આવેલ છે અને તેના અનુવાદ / ગુજરાતી વર્ઝનમાં કોઈ વિસંગતતા જણાય તેવા સંજોગોમાં વેબસાઇટ પરનું અંગ્રેજી વર્ઝન અંતિમ અને માન્ય રાખવામા આવશે.
  • GSET પરીક્ષામાં કુલ બે પેપર લેવામાં આવશે. બન્ને પેપરમાં માત્ર બહુવૈકલ્પિક પ્રશ્નો નો જ સમાવેશ કરવામાં આવશે અને પરીક્ષા દર્શાવ્યા મુજબ લેવામાં આવશે:

પેપર

ગુણ

પ્રશ્નો ની સંખ્યા

સમયગાળો

સમય

૧૦૦

૫૦ બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ)
તમામ ફરજિયાત

કલાક (સવારે ૦૯:૩૦ થી બપોરે ૧૨:૩૦)

૧ કલાક (સવારે ૦૯.૩૦ થી સવારે ૧૦.૩૦)

૨૦૦

૧૦૦ બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ)
તમામ ફરજિયાત

૨ કલાક (સવારે ૧૦.૩૦ થી બપોરે ૧૨.૩૦)


  • પરીક્ષા તારીખ : 01/12/2024


  • પરીક્ષા ફી

        રૂ. ૯૦૦/- + બેંક ચાર્જ       -      General / General-EWS / સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત                                                              વર્ગ  (SEBC નોન ક્રિમીલેયર ) ઉમેદવારો માટે


        રૂ. ૭૦૦/- + બેંક ચાર્જ      -       SC / ST / થર્ડ જેન્ડર ઉમેદવારો માટે


        રૂ. ૧૦૦/- + બેંક ચાર્જ      -       PWD(PH/VH) ઉમેદવારો માટે


  • ચુકવણીની પદ્ધતિ


  • ઉમેદવારે ફી ભરવા માટે GSET ની વેબસાઈટની મુલાકાત લેવી. પરીક્ષા ફી તથા લાગુ પડતી પ્રોસેસિંગ ફી અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) નેટ બેન્કિંગ / ક્રેડિટ કાર્ડ / ડેબિટ કાર્ડ દ્વારા ચૂકવી શકાય છે.
  • ફી ચુકવણી માટે ચુકવણી માટે સ્ક્રીન પર આવતી સૂચનાઓને અનુસરો અને આવશ્યક પરીક્ષા ફી ની સફળતાપુર્વક ચુકવણી બાદ ફી ભાર્યાની પાવતીની પ્રિન્ટ લઇ લો.
  • પગલું-૨ માં GSET પરીક્ષા માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન કરવાફી ભાર્યાની પાવતીમાં આપેલ Order Number અને SBIePay Reference ID ની નોંધ લઇ લો અને સાચવીને રાખો.
  • ઉમેદવારે ફી ભાર્યાની પાવતી ભવિષ્યના ઉપયોગ માટે પોતાની પાસે ફરજિયાત રાખવી.
  • ઉમેદવારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે ડીમાન્ડ ડ્રાફ્ટ મનીઓર્ડરપે ઓર્ડરચેક કે કે ઇંડીયન પોસ્ટલ ઓર્ડર (IPO) દ્વારા ભરેલી ફી સ્વીકારવામાં આવશે નહીં.
  • પરીક્ષા ફી તથા લાગુ પડતી પ્રોસેસિંગ ફી વિગેરે.. એકવાર ભરાઇ ગયા પછી કોઇપણ સંજોગોમાં પરત મળશે નહીં.

  • મહત્વની લિન્ક

👉 વેબસાઇટ  માટે  અહીં  ક્લિક કરો

👉 માહિતી પુસ્તિકા માટે  ક્લિક કરો

👉 ફી ભરવા માટે ક્લિક કરો 

👉 રજિસ્ટ્રેશન માટે  ક્લિક કરો

👉 અભ્યાસક્રમ ડાઉનલોડ કરવા  માટે ક્લિક કરો 

👉 જુના પેપર ડાઉનલોડ કરવા  માટે ક્લિક કરો


  • મહત્વની તારીખ 

👉 ફોર્મ શરૂ થયાની તારીખ : 21/08/2024

👉 છેલ્લી તારીખ : 16/09/2024

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)