હોમગાર્ડ સ્થાપના દિવસ (Home Guard Foundation Day)
હોમગાર્ડ સ્થાપના દિવસ (Home Guard Foundation Day)
નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ બંને નાગરિકોની નિષ્કામ સેવા કરે છે અને છઠ્ઠી ડિસેમ્બરે તેનો વાર્ષિક દિન ઊજવાય છે. કટોકટી અને મુશ્કેલીમાં નાગરિક સંરક્ષણ દળ નાગરિકોને જરૂરી સહાય કરે છે.
શિસ્ત, સેવા અને સમર્પણની ભાવનાથી ભરપૂર એવું રાજ્યનું સંગઠન એટલે ગૃહરક્ષક દળ. મુંબઈ રાજ્યના ગૃહમુંઝીનો હોદ્દો સંભાળતા સ્વ. શ્રી મોરારજીભાઈ દેસાઈએ ૦૬/૧૨/૧૯૪૬
ના રોજ ૫૦૦ જેટલા સ્વયંસેવકોનું સંગઠન રચેલું અને તેને વટહુકમ બહાર પાડી કાયદાનું સ્વરૂપ આપી કાનૂની દરજ્જાના અમલમાં આવ્યું.
ગૃહરક્ષક દળ આંતરિક સલામતીના રક્ષક તરીકે જ નહીં, પરંતુ કુદરતી આફતો તેમજ ફરજ બજાવનાર શિસ્તબદ્ધ દળ તરીકે હંમેશાં સેવા આપતું રહ્યુ છે. હોમગાર્ડ નાગરિકોમાં સામર્થ્ય અને રાષ્ટ્રીય એકતા નિર્માણ કરવાનું કાર્ય કરે છે.
ઇઝરાયેલ જેવા દેશમાં લશ્કરી તાલીમ ફરજિયાત છે. આપણો દેશ વિશાળ હોવાથી પ્રત્યેક નાગરિક તાલીમ ન લઈ શકે પરંતુ હોમગાર્ડઝમાં જોડાઈને લશ્કર
જેવી જ હળવા પ્રકારની તાલીમ લઈ રાષ્ટ્રસેવામાં પોતાનું યોગદાન આપી શકે. ૬ ડિસેમ્બર બાબરી ઢાંચા માટે નહીં, પણ હજારો જવાંમર્દ, હોમગાર્ડઝ જવાનોની
નિઃસ્વાર્થ સેવાપરાયણતા માટે યાદ રાખવી જરૂરી છે.
દર વર્ષે 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસ (Home Guard Foundation Day) ઉજવાય છે. વર્ષ 1946માં મુંબઈમાં કોમી રમખાણોની અંધાધૂંધી દરમિયાન
પોલીસના સહાયક તરીકે વહીવટીતંત્રને મદદ કરવા માટે આ સંગઠનની રચના નાગરિક સ્વૈચ્છિક
દળ તરીકે કરવામાં આવી હતી. તેને હોમગાર્ડને ભારતીય ગૃહ રક્ષક પણ કહેવાય છે. એવું કહેવાય છે કે, 6 ડિસેમ્બર 1962ના રોજ ચીન દ્વારા ભારત પર હુમલો હોમગાર્ડ
સ્થાપના પાછળનું એક કારણ હતું. હોમગાર્ડ જનતાની સુરક્ષા અને કટોકટીની
પરિસ્થિતિઓમાં પોલીસ અને સેનાને મદદ કરવા માટે કામગીરી કરે છે. દેશમાં હોમગાર્ડનો કાર્યક્ષેત્ર ગૃહ મંત્રાલય
હેઠળના તમામ કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યો માટે નિર્ધારિત છે. માત્ર 2000થી મર્યાદિત સંખ્યાથી શરૂ કરાયેલા હોમગાર્ડ
યુનિટમાં હાલ લગભગ દોઢ લાખથી વધારે હોમગાર્ડ કાર્યરત છે.
આજની તારીખના ઇતિહાસની વાત કરીયે
તો આજે હોમગાર્ડ સ્થાપના દિવસ છે. દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં મદદ માટે વર્ષ
1946માં હોમગાર્ડની રચના કરવામાં આવી હતી. આજે
બાબરી મસ્જિદ ધ્વંસ દિવસ છે. વર્ષ 1992માં અયોધ્યામાં વિવાદિત બાબરી મસ્જિદનું માળખું
તોડી પાડવામાં આવ્યુ હતુ અને ત્યારબાદ ફાટી નીકળેલી હિંસામાં લગભગ 400 લોકો માર્યા ગયા હતા. બાબરી મસ્જિદનું નિર્માણ
મુઘલ સમ્રાટ બાબરના આદેશ પર તેના ગવર્નર મીર બાકી દ્વારા કરવામાં આવ્યું હતું. આજે
ભારતના બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ભીમરાવ આંબેડકર અને પરમવીર ચક્રથી સમ્માનિત મેજર
હોશિયાર સિંહ દહિયાની પૃણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની
મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
6 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
· ♻️ 2012 – ઇજિપ્તમાં પ્રદર્શન દરમિયાન સાત લોકો માર્યા ગયા અને 770 ઘાયલ થયા.
· ♻️ 2007 – ઓસ્ટ્રેલિયન શાળાઓમાં હવે શીખ વિદ્યાર્થીઓને કિરપાન અને મુસ્લિમ છોકરીઓને હિજાબ પહેરવાની છૂટ મળી.
· ♻️ 2002 – સ્પેનના કાર્લોસ મોયાને ‘ATP યુરોપિયન પ્લેયર ઓફ ધ યર’ જાહેર કરવામાં આવ્યો.
· ♻️ 1999 – ઇન્ડોનેશિયાની જેલમાંથી 283 કેદીઓ ભાગી ગયા.
· ♻️ 1998 – બેંગકોકમાં 13મી એશિયન ગેમ્સ શરૂ થઈ, સ્વીડન ઇટાલીને હરાવીને સતત બીજી વખત ડેવિસ કપ વિજેતા બન્યું. હ્યુગો શાવેઝ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઇ આવ્યા.
· ♻️ 1997 – ક્યોટો (જાપાન)માં આંતરરાષ્ટ્રીય જળવાયુ પરિષદ શરૂ થઈ.
· ♻️ 1992 – બાબરી ધ્વંસ. અયોધ્યાની વિવાદિત બાબરી મસ્જિદનું માળખું તોડી પાડવામાં આવ્યું. હિંસામાં લગભગ 400 લોકો માર્યા ગયા હતા.
· ♻️ 1990 – યુદ્ધ ટાળવાના પ્રયાસરૂપે, ઇરાકી પ્રમુખ સદ્દામ હુસૈને ઇરાક અને કુવૈતમાં રાખવામાં આવેલા તમામ વિદેશી બંધકોને મુક્ત કરવાનો આદેશ આપ્યો.
· ♻️ 1983 – ઇઝરાયેલની રાજધાની જેરૂસલેમમાં બસ બ્લાસ્ટમાં છ નાગરિકોના મોત થયા.
· ♻️ 1978 – યુરોપિયન દેશ સ્પેનમાં બંધારણ અપનાવવામાં આવ્યું.
· ♻️ 1946 – હોમગાર્ડ સંસ્થાની સ્થાપના કરવામાં આવી.
· ♻️ 1926 – ફિરાક ગોરખપુરીને તેમની સાહિત્યિક કારકિર્દીની શરૂઆતમાં બ્રિટિશ સરકારના રાજકીય કેદી બનાવવામાં આવ્યા હતા.
· ♻️ 1917 – ફિનલેન્ડે રશિયાથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
· ♻️ 1907 – ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સંબંધિત લૂંટની પ્રથમ ઘટના ચિંગરીપોટા રેલ્વે સ્ટેશન પર બની હતી.
6 ડિસેમ્બરની જન્મજયંતિ
♻ કપિલ દેવ દ્વિવેદી (1998) – વેદ, વેદાંગ, સંસ્કૃત, વ્યાકરણ અને ભાષાશાસ્ત્રના ઉત્કૃષ્ટ વિદ્વાન હતા.
· ♻️ પ્રવીણ કુમાર સોબતી (1947) – એક ભારતીય ફિલ્મ અને નાના પડદાના અભિનેતા હતા.
· ♻️ બ્રિજલાલ વિયાણી (1896) – મધ્યપ્રદેશના સામાજિક અને રાજકીય કાર્યકર હતા.
· ♻️ વોરન હેસ્ટિંગ્સ (1732) – ઈસ્ટ ઈન્ડિયા કંપનીના પ્રથમ ગવર્નર જનરલ.
6 ડિસેમ્બરની પૃણ્યતિથિ
· ♻️ ડૉ. બ્રહ્મદેવ શર્મા (2015) – ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી હતા.
· ♻️ રામ મોહન (2015) – ભારતીય ફિલ્મ – ટેલિવિઝનના પાત્ર કલાકાર.
· ♻️ બીના રાય (2009) – હિન્દી ફિલ્મ અભિનેત્રી.
· ♻️ મેજર હોશિયાર સિંહ (1998) – પરમવીર ચક્રથી સમ્માનિત ભારતીય સૈનિક.
· ♻️ ભગવાન સહાય (1986) – ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યના બીજા રાજ્યપાલ હતા.
· ♻️ ભીમરાવ આંબેડકર (1956) , બહુજન રાજકીય નેતા અને બૌદ્ધ પુનરુત્થાનવાદી પણ હતા.