જ્ઞાન સહાયક યોજના
"જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક)" અને "જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક) અને (ઉચ્ચતર માધ્યમિક)” માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત "જ્ઞાન સહાયક (પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)" ની જગ્યાના કરાર આધારિત ઓનલાઈન અરજી
શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી પ્રાથમિક શાળાઓ તથા સરકારી અને બિનસરકારી
અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તથા કમિશનરશ્રી આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની નિયામકશ્રી અનુસુચિત જાતિ કલ્યાણ અને નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ગુજરાત રાજયની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ (આશ્રમશાળાઓ) તથા માધ્યમિક શાળાઓમાં "જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક)" અને "જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” ની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી ઓ મંગાવવામાં આવે છે.
મહત્વનું
- ઉપરોકત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઇન અરજી કરવાની તારીખ સુધીની રહેશે.
- ઉમેદવારે માટે નીચે જણાવેલ વેબસાઇટ પર જઇ ઓન-લાઇન અરજી કરવાની રહેશે.
- ઉમેદવારે અરજીકરતાં પહેલા વેબસાઇટ પર મૂકેલ ઉકત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી.
- ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઇ માટે જયારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઇન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે
મહત્વની તારીખો
♻️ ઓન-લાઇન અરજી કરવાની તારીખઃ ૦ર/૧૨/ર૦રપ૫ સોમવાર (૧૪:૦૦ કલાક થી શરૂ)
♻️ ઓન-લાઇન અરજી કરવાની છેલ્લી તારીખઃ ૧ર/૧૨/ર૦રપ૫ બુધવાર (ર૩:પ૯ કલાક સુધી)
મહત્વની લિંક :
.
❇️ જ્ઞાન સહાયક પ્રાથમિક માટે અહીં ક્લિક કરો
❇️ જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે અહીં ક્લિક કરો



