સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત વર્ષ : ૨૦૨૧-૨૨

0

 

 સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત




                કોલેજ કક્ષાના સ્નાતક
, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિતજનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાતવર્ગના વિધાર્થી અને વિધાર્થિનીઓને વર્ષ ર૦૨૧-રરનાં શૈક્ષણિક વર્ષ માટે.આણંદ, ભાવનગર, જામનગર, હિંમતનગર, પાટણ ખાતેના સમરસ કુમાર અને કન્યા છાત્રાલયો તેમજ વડોદરા કુમાર અને સુરત કન્યા સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે.

સ્નાતક કક્ષાના તમામ અભ્યાસકમોમાં કોઇપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવલા માટે ધોરણ-૧૨ની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના અભ્યાસકમની ટકાવારીના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.

નોંધઃ વિધાર્થીએ ૫૦%, કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.


ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 15/10/2021




૦ રિન્યુ વિઘાર્થીઓને પ્રવેશ મેળવવા માટેના લાયકાતના ધોરણો વેબસાઈટ પર ઉપલબ્ધ છે. .

 ૦ જે વિધાર્થીઓએ વર્ષ ૨૦૨૦-૨૧ના વર્ષમાં અરજી કરેલ હોય પરંતુ કોવિડ ૧૯ના કારણે પ્રવેશ આપવામાં આવેલ ન હોય

તેવા વિધાર્થીઓએ નવેસરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અગાઉ કરેલ અરજી માન્ય ગણાશે નહિ.

 ૦ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી તેમાં સ્થાન મેળવનાર વિધાર્થીઓએ

વેબસાઈટ પર દર્શાવેલ સમયગાળામાં સંબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે.

 ૦ જો કોઈ વિધાથિની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના

પ્રમાણપત્રોમાં તફાવત હશે તો તેવા અરજદારોનો પ્રવેશ રદ કરવામાં આવશે.

 ૦ વિધાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક ,દાવો કરી શકશે નહિ; સમરસ

છાત્રાલયમાં પ્રવેશ અંગેની અંતિમ યાદી કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને લઈ સરકારશ્રી દ્વારા નક્કી કરેલ નિયમોના

આધારે બહાર પાડવામાં આવશે.

 ૦ હાલમાં કોવિડ-૧૯ને કારણે ફક્ત રિન્યુ વિધાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ છાત્રાલયની ક્ષમતા મુજબ

નવા વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

 ૦ અનિવાર્ય સંજોગોમાં કોવિડ ૧૯ મહામારી અથવા કોઈપણ કારણોસર સરકારશ્રી/ સ્થાનિક પ્રશાશનને સમરસ છાત્રાલય

કોવિડ કેર સેન્ટર તરીકે ઉપયોગમાં લેવાની જરૂરીયાત જણાય તો પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને છાત્રાલય તાત્કાલિક ખાલી

કરવાની શરતે પ્રવેશ આપવામાં આવશે.

 ૦ સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો;ઉક્ત દર્શાવેલ વેબસાઈટ પર દર્શાવેલ છે. જેનો સંપૂર્ણ અભ્યાસ

કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

 ૦ ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ-ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે.

 ૦ પ્રવેશ અંગેની વધુ માહિતી માટે સંબંધિત જિલ્લામાં આવેલ સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે.


વધુ માહિતી અને ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો



Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)