૫ જૂન

0

 ૫ જૂન

આજનો દિવસ


વિશ્વ પર્યાવરણ દિવસ




સમગ્ર વિશ્વમાં ૫ મી જૂનના દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પર્યાવરણની સુરક્ષા અને સંરક્ષણ માટે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીની ઘોષણા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1972 માં વૈશ્વિક સ્તરે પર્યાવરણ પ્રત્યે રાજકીય અને સામાજિક જાગૃતિ લાવવા માટે કરવામાં આવી હતી. 5 જૂનથી 16 જૂન સુધી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આયોજીત વિશ્વ પર્યાવરણ પરિષદમાં ચર્ચા બાદ તેની શરૂઆત કરવામાં આવી હતી. 5 જૂન 1974 ના રોજ પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વમાં પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ સર્વપ્રથમ ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે કર્યો હતો. પ્રકૃતિના મહત્વને સ્વીકારતાં - વન્ય જીવજંતુઓના શિકાર પર અંકુશ અને રક્ષણના નિયમો આજેય તેના શિલાલેખોમાં જોવા મળે છે.

વિશ્વમાં પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ સર્વપ્રથમ ઇસુના પહેલાં ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે કર્યો હતો. પ્રકૃતિના મહત્વને સ્વીકારતાં - વન્ય જીવજંતુઓના શિકાર પર અંકુશ અને તેના રક્ષણ માટેના નિયમો પણ એના સમયમાં બન્યા. જે આજે શિલાલેખમાં જોવા મળે છે.

સંયુક્ત રાષ્ટ્રસંધ પર્યાવરણ દિને કાર્યક્રમોના આયોજન માટે વિષયની પસંદગી કરી સુત્ર આપે છે. વર્ષ ૨૦૧૨નો વિષય છે "હરિત અર્થતંત્ર'. એક એવી અર્થ વ્યવસ્થા જેના ફલ સ્વરૂપે સામાન્ય માનવીની જીવન વ્યવસ્થામાં સુધાર આવે સાથે પર્યાવરણના સામેના ખતરાઓમાં ધટાડો થાય. પર્યાવરણ જાળવણીથી જ ભરપૂર વરસાદ, વનરાજીની લીલીછમ ચાદર, શુદ્ધ હવા, પ્રલયકારી પૂરનું નિયંત્રણ, ભૂગર્ભ જળ-તળની યોગ્ય સપાટીની જાળવણી, પશુધનને યોગ્ય માત્રામાં ધાસચારો, વનિલ ઉઘોગોને પૂરતો લાકડાનો જથ્થો, રોજગારીની ઉપલબ્ધિ, પ્રાકૃતિક તત્વોની જાળવણી કરી શકાય. આપણા પર્યાવરણમાં થતાં હવા, જળ, જમીન અને અવાજનું પ્રદૂષણ રોકવું અને આવા પ્રદૂષણો દ્વારા પર્યાવરણને નુકશાન થતું અટકાવવું.





પર્યાવરણની સુરક્ષા દરેક દેશ માટે ચિંતાનો વિષય બન્યો છે. પર્યાવરણની સુરક્ષા અને સંવર્ધન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય પ્રયત્નો થયા છે. એન્ટાકર્ટિકા ખંડનું પર્યાવરણ જાળવવાનો પ્રોટોકોલ, જૈવ વિવિધતાં જાળવવાની સંધિ, મહાસાગરોમાંની જૈવિક અને માછીમારી સંપત્ત્િાને જાળવવાની સંધિ, વિવિધ પ્રદૂષણયુક્ત વાયુને ફેલાતો અટકાવવા માટેના પ્રોટોકોલ, વ્હેલના શિકારના નિયમો અંગેના કરાર, ઓઝોનના સ્તરને બચાવવા અંગે મોન્ટ્રીયલ પ્રોટોકોલ, મોસમ પરિવર્તન માટે જવાબદાર મનાતા ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ધટાડવાની સંધિ જેવા કેટલાંય વૈશ્વિક કરારો અસ્તિત્વમાં છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેન્ટ ચેન્જ જેવી પર્યાવરણીય સમસ્યાઓ એ વૈશ્વિક કક્ષાની સમસ્યાઓ છે. કોઇ સ્થાનિક પર્યાવરણીય સમસ્યાની અસર જે તે સ્થળ પુરતી રહેતી નથી. તેની અસર ધણાં મોટા વિસ્તારોમાં અને મોટાભાગે લાંબાગાળાની હોય છે. આપણે પ્રગતિ અને વિકાસના ઉચ્ચત્તમ શિખરો સર કર્યા છે. તેનું ગૌરવ અનુભવીએ છીએ તેના પાયામાં આપણા રાજ્યને મળેલા પ્રાકૃતિક વૈવિધ્યનો સિંહફાળો છે. દેશનો લાંબામાં લાંબો દરિયાકાંઠો ધરાવતાં રાજ્યનું ગૌરવ હાંસલ કરવાની બાબતે વિચારીશું તો જોઇ શકાય કે લાંબા દરિયાકાંઠાના કારણે જ રાજ્યના દરિયાકાંઠે વૈવિધ્યપૂર્ણ પરિસર તંત્રો અસ્તિત્વમાં આવેલ છે. ખારો રણ પ્રદેશ, ધાંસિયા મેદાનો તથા ભાંભરા પાણીના વિસ્તારો એ ઉભા કરેલ વિવિધ પરિસર તંત્રો, રાજ્યના જૈવિક વૈવિધ્યને સમૃદ્ધ કરે છે. ગુજરાત રાજ્યની પૂર્વ પટ્ટીના વન વિસ્તારોનો જળસ્ત્રાવ ધરાવતી મહી અને તાપી જેવી નદીઓના કારણે રાજ્યમાં મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાત ખેતી ઉત્પાદનો અને આવકમાં મોખરાનું સ્થાન મેળવીને સમૃદ્ધિના ખોળે બેઠેલ છે. ગુજરાતની સુખ અને સમૃદ્ધિમાં નર્મદા નદીનો ફાળો કંઇ નાનોસૂનો નથી. નર્મદાના જળ થકી જ આજે ગુજરાત સાચા અર્થમાં સ્વર્ણિમ બની રહ્યું છે.

દરિયાકાંઠો, રણપ્રદેશ, મોટી નદીઓ, ધાસિયા મેદાનો, અરવલ્લી-સહયાદ્રી-સાતપુડાની ગિરિમાળાઓ, ચેરના વનો જેવા વૈવિધ્ય સભર રાજ્યના પરિસરતંત્રોના પરિણામે રાજ્ય વાનસ્પતિક અને પ્રાણી સૃષ્ટિનું વૈવિધ્ય ધરાવે છે. પરિણામે રાજ્યમાં વિશ્વકક્ષાએ દુર્લભ કહી શકાય તેવા સિંહ, ધુડખર જેવા સસ્તન પ્રાણીઓ, દરિયાઇ જીવો તથા વનસ્પતિઓ જોવા મળે છે રાજ્યની સમૃદ્ધિ અને વિકાસ આજે વિશ્વ કક્ષાએ ધ્યાન ખેંચી રહેલ છે ત્યારે તેના પાયામાં રાજ્યની પ્રાકૃતિક સંપદાનું મોટું પ્રદાન છે. ગુજરાતને સતત પ્રગતિના પંથે અગ્રેસર રાખવું હશે તો આપણે સહુએ પર્યાવરણની જાળવણી અને રક્ષણ કરતાં શીખવું પડશે. પર્યાવરણીય સંપદા સ્વચ્છ, સ્વસ્થ અને ટકાઉ હશે તો જ વિકાસ શક્ય બનશે. ગુજરાતની પ્રજા શાણી અને સમજુ છે. અહિંસા આપણો જીવન મંત્ર છે. પ્રકૃતિપ્રેમ અહીની સંસ્કૃતિ છે.

"વિશ્વ પર્યાવરણ દિને'' સહુ સંકલ્પ લઇએ- કૃષિ, ઉઘોગ, શિક્ષણ જેવા જે વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચત્તમ શિખરો સર કર્યા છે. તેને પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન થકી ટકાઉ બનાવીએ.


 

Sorces :  Internet/ blog/wikipeedia/News/Website



રાષ્ટ્રીય કેન્સર સર્વાઈવર્સ ડે 




નેશનલ કેન્સર સર્વાઈવર્સ ડે એ એક બિનસાંપ્રદાયિક રજા છે જે જૂનના પ્રથમ રવિવારે મુખ્યત્વે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં ઉજવવામાં આવે છે. આ દિવસનો અર્થ "કેન્સર નિદાન પછીનું જીવન વાસ્તવિકતા બની શકે છે તે દર્શાવવાનો છે". જોકે તે મુખ્યત્વે યુનાઇટેડ સ્ટેટ્સમાં ઉજવવામાં આવે છે, નેશનલ કેન્સર સર્વાઇવર્સ ડે ફાઉન્ડેશન અન્ય દેશોમાં તેની લોકપ્રિયતા વધારવાનો પ્રયાસ કરી રહી છે, જેમાં થોડી સફળતા મળી છે.

મેરિલ હેસ્ટિંગ્સ દ્વારા 20 નવેમ્બર, 1987ના રોજ ન્યૂ મેક્સિકોના અલ્બુકર્કમાં નેશનલ કોએલિશન ફોર કેન્સર સર્વાઈવરશિપની બીજી રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં પ્રથમ વખત રાષ્ટ્રીય કેન્સર સર્વાઈવર્સ ડેની જાહેરાત કરવામાં આવી હતી. પાછળથી, હેસ્ટિંગ્સે ઇન્ટરનેશનલ ક્લાસ 042 સર્વિસ તરીકે નામ નોંધાવ્યું, તેમજ યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસમાં પલ્સ પબ્લિકેશન્સના નામે નોંધણી કરાવી.

 પ્રથમ રાષ્ટ્રીય કેન્સર સર્વાઈવર્સ ડે 5 જૂન, 1988 ના રોજ યોજાયો હતો.

દર વર્ષે જૂનના પહેલા રવિવારે, આ વર્ષે 5 જૂનના રોજ, બિનનફાકારક નેશનલ કેન્સર સર્વાઈવર્સ ડે ફાઉન્ડેશન યુ.એસ.માં અને વિશ્વભરમાં નેશનલ કેન્સર સર્વાઈવર્સ ડેને પ્રોત્સાહન આપવા માટે તેના દળો અને સંસાધનોની રેલી કરે છે, જેમ કે તે 1988 થી કરે છે. NCSD ફાઉન્ડેશન બિલ આ રજા "જીવનની ઉજવણી" તરીકે, જ્યાં બચી ગયેલા લોકો - જેમને રોગનો ઇતિહાસ હોય તેવા કોઈપણ વ્યક્તિ તરીકે વર્ણવવામાં આવે છે, જીવનના બાકીના સમયગાળા દરમિયાન નિદાનના બિંદુથી - મિત્રો, પરિવારો અને સમર્થકો સાથે જાગૃતિ લાવવા, માહિતી ફેલાવવા, પ્રદાન કરવા માટે ભેગા થાય છે. સેવાઓ, અને અન્ય બચી ગયેલા લોકોનું સન્માન, આ બધું બતાવવા માટે કે કેન્સર નિદાન પછીનું જીવન સંપૂર્ણ અને ફળદાયી હોઈ શકે છે.




Sorces :  Internet/ blog/wikipeedia/News/Website



ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)