૯ જૂન

0

૯ જૂન

 આજનો દિવસ

બિરસા મુંડા



તેમનો જન્મ નવેમ્બર ૧૫, ૧૮૭૫ના દિને ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર નજીકના ઉલીહાતૂ ગામમાં સુગના મૂંડા અને કરમી હાતૂને ત્યાં થયો હતો. સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પુરું કર્યા પછી તેઓ ચાઇબાસા ઇંગ્લીશ મિડલ સ્કૂલમાં અભ્યાસ માટે આવ્યા. એમનું મન હમેશાં પોતાના સમાજની બ્રિટિશ શાસકો દ્વારા કરવામાં આવેલી બુરી દશા માટે વિચારતું રહેતું હતું. એમણે મુંડા લોકોને  અંગ્રેજોથી મુક્તિ મળે તે માટે જાતે નેતૃત્વ પ્રદાન કર્યું. ૧૮૯૪ના વર્ષમાં નિષ્ફળ ચોમાસાના કારણે છોટાનાગપુરમાં ભયંકર દુકાળ અને રોગચાળો ફેલાયો હતો. બિરસાએ મન લગાવી પોતાના સમાજના લોકોની સેવા કરી.

બિરસા મુંડા ભારતનો એક આદિવાસી સ્વતંત્રતા સેનાની અને લોકનાયક હતો.જેની ખ્યાતિ અંગ્રેજોની વિરુદ્ધ સ્વતંત્રતા  સંગ્રામમાં બહુજ થઈ હતી.એમના દ્વારા ચલાવવામાં આવેલાં સહસાબ્દવાદી આંદોલને બિહાર અને ઝારખંડમાં ખુબ જ પ્રભાવ પાડયો હતો. માત્ર રપ વર્ષના જીવનમાં એમને એવો મુકામ હાંસલ કર્યો હતો કે આજે પણ ભારતની જનતા એમને યાદ કરે છે !!! અને ભારતીય સંસદમાં એકમાત્ર આદિવાસી નેતા બિરસા મુંડાનું ચિત્ર ટંગાયેલું છે

બિરસા મુંડાનો જન્મ ૧૫ નવેમ્બર ૧૮૭૫ માં રાંચી જીલ્લામાં ઉલિહતું ગામમાં થયો હતો. મુંડા રીતિ રીવાજ અનુસાર એમનું નામ બૃહસ્પતિવારના હિસાબે બિરસા રાખવામાં આવ્યું. બિરસાના પિતાજીનું નામ સુમના મુંડા અને માતાનું નામ કરમી હતું  એમનો પરિવાર રોજગારની તલાશમાં એમના જન્મ પછી ઉલિહતુથી કુરમબદા આવી ગયાં.જ્યાં એ ખેતરોમાં કામ કરીને પોતાનું જીવન વિતાવતા હતાં

બિરસાનો પરિવાર એમ તો ઘુમક્કડ જીવન વિતાવતો હતો. પરંતુ એમનું અધિકાંશ બાળપણ ચલકડમાં વીત્યું હતું. બિરસા બાળપણમાં પોતાના મિત્રો સાથે રેતીમાં રમતાં હતાં અને થોડા મોટા થયાં પછી એમને જંગલમાં ઝાડ કાપવાં જવું પડતું હતું.જંગલમાં ઘેટાં બકરા ચરાવતી વખતે સમય પસાર કરવાં માટે વાંસળી વગાડતા રહેતા હતા અને થોડાંક દિવસોમાં વાંસળી વગાડવામાં ઉસ્તાદ બની ગયાં.એમણે કોળામાંથી એક તાર વાળું વાદક યંત્ર બનાવ્યું હતું જેને એ હંમેશા વગાડતાં રહેતા હતાં. એમનાં જીવનની કેટલીક રોમાંચક પળો અખારા ગામમાં વીતી હતી. ગરીબીના આ સમયમાં બિરસાને એમનાં મામાના ગામમાં અયુંભાતુ મોકલી દેવામાં આવ્યાં. અયુભાતુમાં બિરસા ૨ વર્ષ સુધી રહ્યાં અને ત્યાની સ્કૂલમાં ભણવાં લાગ્યાં. બિરસા ભણવામાં હોંશિયાર હતાં એટલાં માટે સ્કૂલ ચલાવવાવાળાં જયપાલનાગે એમને જર્મન મિશન સ્કૂલમાં દાખલો લેવા માટે કહ્યું. હવે એ સમયે ક્રિશ્ચિયન સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે ઈસાઈ ધર્મ અપનાવવો જરૂરી બની ગયો હતો. તો બિરસાએ ધર્મ પરિવર્તન કરીને પોતાનું નામ બિરસા ડેવિડ રાખી દીધું જે પછીથી બિરસા દાઉદ થઈ ગયાં. થોડાંક વર્ષો ભણી રહ્યા બાદ એમણે જર્મન મિશન સ્કૂલ છોડી દીધી. સ્કૂલ છોડ્યા પછી એ વૈષ્ણવ ભક્ત આનંદ પાડેના પ્રભાવમાં આવ્યા અને એમણે હિંદુ ધર્મની શિક્ષા લીધી. એમણે રામાયણ, મહાભારત અને અન્ય હિંદુ મહાકાવ્યો વાંચ્યા.



૧૮૮૬ થી ૧૮૯૦ સુધીના સમયમાં એમના જીવનમાં મહત્વનો વળાંક આવ્યો.જેમાં એમણે ખ્રિસ્તી ધર્મના પ્રભાવમાં પોતાનાં ધર્મનું અંતર સમજ્યા. એ સમયે સરદાર અંદોલન શરુ થઈ ગયું હતું એટલે એમનાં પિતાએ એમને સ્કુલ છોડાવી દીધી કારણકે એ ખ્રિસ્તી સ્કુલોનો વિરોધ કરી રહી હતી. હવે સરદાર આંદોલનના કારણે એમનાં મગજમાં ખ્રિસ્તીઓ પ્રત્યે વિદ્રોહની ભાવના જાગૃત થઈ ગઈ. બિરસા પણ સરદાર આંદોલનમાં શામિલ થઈ ગયાં અને પોતાના પારંપરિક રીતિરિવાજો માટે લડવાનું શરુ કરી દીધું. બિરસા મુંડા આદિવાસીઓ માટે એમની જમીન છીનવી લેવાં માટે લોકોને ખ્રિસ્તી બનવવા અને યુવતીઓને દ્લાલો દ્વારા ઉઠાવી ઉઠાવીને લઈ જવાંવાળાં કૃત્યોને પોતાની આંખોથી જે જોયું હતું જેનાથી એમનાં મનમાં અંગ્રેજોના અત્યાચાર પ્રતિ કોધની જ્વાળા ભડકી ઉઠી હતી. તો એ પોતાનાં વિદ્રોહમાં એટલા ઉગ્ર થઈ ગયાં કે આદિવાસી જનતા એમને ભગવાન માનવા લાગી અને આજે પણ આદિવાસી જનતા બિરસાને ભગવાન બિરસા મુંડાના નામથી પૂજે છે. એમણે ધર્મ પરિવર્તનનો વિરોધ કર્યો અને પોતાના આદિવાસી લોકોને હિંદુ ધર્મના સિદ્ધાંતોને સમજાવ્યાં હતાં.એમણે ગાયની પૂજા કરવાં અને ગૌ હત્યાનો વિરોધ કરવાની લોકોને સલાહ આપી. હવે એમણે અંગ્રેજ સરકારની વિરુદ્ધ નારો લગાવ્યોરાણીનું શાસન ખતમ કરો અને આપણું પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરોએમના આ પ્રકારના નારાને આજે પણ ભારતના આદિવાસી વિસ્તારોમાં યાદ કરવામાં આવે છે.અંગ્રેજોએ આદિવાસી કૃષિ પ્રણાલીમાં બદલાવ કર્યો.જેનાથી આદિવાસીઓને બહુ નુકશાન ના થાય ૧૮૯૫માં લગાન માફ કરવાં માટે એમણે અંગ્રેજોની વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો.

બિરસા મુંડાએ સન ૧૯૯૦માં અંગ્રેજોની વિરુદ્ધ વિદ્રોહ કરવાની ઘોષણા કરતાં કહ્યું કેહું બ્રિટીશ શાસન તંત્રની વિરુદ્ધ વિદ્રોહની ઘોષના કરું છું અને આપણે સૌ અંગ્રેજ નિયમોનું પાલન નહીં કરીએ.ઓ ગોરી ચામડીવાળા અંગ્રેજો, તમારું આ દેશમાં શું કામ છે ? છોટા નાગપુર સદીઓથી અમારું છે અને તમે એ અમારી પાસેથી નહીં છીનવી શકો  એટલાં માટે એ ઉચિત છે કે તમે તમારાં દેશમાં પાછાં જતાં રહો નહીં તો અમે અહી લાશોનો ઢેર કરી દઈશું.આ ઘોષણાને એક ઘોષણાપત્રમાં અંગ્રેજોની પાસે મોકલવામાં આવ્યો તો અંગ્રેજોએ પોતાની સેના બીરસાને પકડવા માટે રવાના કરી દીધી. અંગ્રેજ સરકારે બિરસાની ગિરફ્તારી માટે ૫૦૦ રૂપિયાનું ઈનામ પણ રાખ્યું હતું. હવે બિરસા પણ તીર કમાન અને ભાલાઓ સાથે યુદ્ધની તૈયારીઓમાં લાગી ગયાં. બિરસાએ આના વિરોધમાં લોકોને એકત્રિત કર્યા અને એમનાં નેતૃત્વમાં આદિવાસીઓનો વિશાળ વિદ્રોહ થયો હતો.અંગ્રેજ સરકારે વિદ્રોહનું દમન કરવા માટે ૩ ફેબ્રુઆરી ૧૯૦૦ એ મુંડાને ગિરફ્તાર કરી લીધો.જયારે એ પોતાની સેના સાથે જંગલમાં સુઈ રહ્યો હતો. એ સમયે ૪૬૦ આદિવાસીઓને પણ એમની સાથે ગિરફ્તાર કરવામાં આવ્યાં.

૯ જૂન ૧૯૦૦મા રાંચી જેલમાં એમનું રહસ્યમય રીતે મૃત્યુ થઈ ગયું અને અંગ્રેજ સરકારે એમના મૃત્યુનું કારણ કોલેરા બતાવવામાં આવ્યું.જયારે એમનામાં કોલેરાના કોઈ લક્ષણ હતાં જ નહીં. માત્ર ર૫ વર્ષની ઉંમરે એમણે એવું કામ કરી દીધું હતું કે  આજેપણ બિહાર ,ઝારખંડ અને ઓરિસ્સાની જનતા એમને યાદ કરે છે અને ત્યાં એમનાં નામ પર ઘણી શિક્ષણ સંસ્થાઓ છે. ક્રાંતિ, વિદ્રોહ અને યુધ્ધમાં જાતિ નથી જોવાતી,જાતી ગમે તે હોય, ધર્મ કોઈ પણ હોય પણ આત્મબળના જોરે પ્રજાનો વિશ્વાસ હાંસલ કરે એજ સાચો લોકનાયક અને બિરસા મુંડા આવોજ એક લોકનાયક હતો.

સલામ એક નહિ લાખો સલામ ભારતના આદિવાસી સપૂતને.


Sorces :  Internet/ blog/wikipeedia/News/Website

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)