૧૪ જાન્યુઆરી મકરસક્રાંતિ – પતંગપર્વ

0

 ૧૪ જાન્યુઆરી મકરસક્રાંતિ – પતંગપર્વ

૧૪ જાન્યુઆરી મકરસક્રાંતિ – પતંગપર્વ

૧૪ જાન્યુઆરી મકરસક્રાંતિ એ પતંગ પર્વ તરીકે ઉજવાય છે.

રંગબેરંગી પતંગો આકાશમાં ઉડતા જોઇ મન આનંદવિભોર બની જાય છે. દુનિયાભરનાં બાળકો અને મોટેરાં પતંગ આનંદથી ચગાવે છે.

            ઉત્તરાયણ શબ્દની ઉત્પત્તિ સમજવા જેવી છે. આ શબ્દનો સંસ્કૃત અર્થ એટલે ઉત્તરાયન’. ઉત્તર + અયન = ઉત્તરાયન અર્થાત્ ઉત્તર તરફનું પ્રમાણ. આ દિવસે સૂર્ય પૃથ્વીની આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી ઉત્તર દિશા તરફ ખસે છે, માટે ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ...
                   ઉત્તરાયણ એ અવકાશમાં સુર્યની એક સ્થિતિ છે. ઉત્તરાયણ ના દિવસે સુરજ માથાની સીધી દિશાથી એકદમ દક્ષિણ દિશા તરફ હોય છે. ઉત્તરાયણ (ઉત્તર+અયન) નો શાબ્દિક અર્થ છે ઉત્તરમાં ગમન. દિવસમાંં સુર્ય એકદમ માથા ઉપર હોય ત્યારની સ્થિતિમાં દરરોજ સુર્ય ઉત્તર દિશા તરફ નમતો દેખાશે. ઉતરાયણ ના સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ ની દિશામાં પરિવર્તન કરી થોડો-થોડો ઉત્તર દિશા તરફ ખસતો જાય છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસવાનુ ચાલુ કરે તે દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણનો પ્રારંભ ૨૧ થી ૨૨ ડીસેમ્બર થી થાય છે.

                        ઉત્તરાયણના દિવસે વર્ષની સૌથી લાંબી રાત ભારતમાં ૧૩:૧૨ કલાકની અને દિવસ ૧૦:૪૮ કલાકનો હોય છે. જ્યારે ૨૧ જુને દક્ષિણાયનના દિવસે આનાથી વિપરીત. વર્ષમાં બે દિવસ એટલે કે ૨૧ ડિસેમ્બરે સૌથી લાંબી રાત અને ૨૧ જૂને સૌથી લાંબો દિવસ હોય છે. સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધ પર સીધા પડતાં હોવાથી ઉત્તર ગોળાર્ધમાં લાંબી રાત્રિઓનો સમય હોય છે. આ સમયને ઉત્તરાયણ પણ એટલે જ કહે છે. ૨૨ ડિસેમ્બરથી ૨૧ જૂન સૂધી દિવસ મોટો થતો જશે. જે ૨૧ જૂને દિવસ સૌથી મોટો હસે અને રાત સોથી નાની. આ દિવસને દક્ષિણાયન કહે છે.



                        મકર સંક્રાંતિ ઉત્તરાયણથી અલગ હોય છે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે મકર સંક્રાંતિ શરૂ થાય છે, જે ૧૪ જાન્યુઆરીની આસપાસ નો સમય હોય છે. ઇ.સ. ૨૦૧૬નાં જાન્યુવારી મહિનામાં ખગોળીય દૃષ્ટીએ મકર સંક્રાંતિ ૧૪ જાન્યુવારીના બદલે ૧૫ જાન્યવારીના દિવસે હતી.

 

 

પતંગની પ્રાચિન તવારીખ વર્ષ                                                     ભારતીય કાવ્યોમાં પતંગ કવિ଒

૧૨૭૦-૧૩૫૦                                                                             નામદેવનાં પદો

૧૫૪૨                                                                                       કવિ મંઝીન

૧૫૩૩-૧૫૮૩                                                                             નંદદાસ

૧૫૩૩-૧૫૯૯                                                                             એકનાથ

૧૬૦૮-૧૬૪૯                                                                             તુકારામ

૧૬૨૮-૧૬૫૮                                                                             કવીન્દ્રાચાર્ય

૧૫૯૫-૧૬૬૩                                                                             કવિ બિહારી

૧૬૪૫                                                                                       શેખ મહંમદ

 

ભારતીય પ્રાચિન ચિત્રકૃતિઓમાં પતંગ                                             વર્ષ કૃતિ

૧૭૦૦                                                                                       મેવાડ શૈલી

૧૭૧૯                                                                                       મેવાડ શૈલી

૧૭૬૦                                                                                       પતંગ ચડાવતી સ્ત્રી

૧૭૭૪                                                                                       ફૈઝાબાદના પતંગ ઉડ્ડ્યનનું દૃશ્ય

૧૭૮૦                                                                                       પતંગ ચગાવતી બે સખીઓ

૧૭૮૦                                                                                       પતંગ ચગાવતા કૃષ્ણ

૧૮૦૦                                                                                       જયપુરનું પતંગ કારખાનું

૧૮૦૦                                                                                       પતંગ ચગાવતો માણસ

૧૮૦૦                                                                                       છમ્બારુંમાલ

૧૮૪૦                                                                                       મુર્શિદાબાદનો ચિત્રકાર

૧૮૫૦                                                                                       પતંગ ચગાવતી સ્ત્રી

૧૮૫૦                                                                                       પતંગ વેચનારો

૧૮૭૦-૭૫                                                                                 શીખ ગામનું દૃશ્ય

૧૮૭૦-૭૫                                                                                 પતંગ ચગાવતો શીખ

 

ઉતરાયણની ઉજવણી :-

 

            મોટા શહેરમાં તો દિવાળી પછી તરત જ ઉત્તરાયણ ની પૂર્વ તૈયારી શરૂ થઈ જાય છે . વાંસ ચીને એમાથી ઢટ્ટા કમાન બનાવવાનું અને જાતજાતના આકારની ને રંગની પતંગો બનાવવાનું કામ પૂરજોશમાં ચાલૂ થઈ જાય છે બીજા બાજુ દોરી પાવાનું (દોરી રંગવાનું) કામ પણ યુદ્ધના ધોરણે શરૂ થાય છે. રાત્રે મોડે સુધી પેટોમક્ષના અજવાળે કે ભરે વોલ્ટેજ ના ગોળા લગાવીને ધંધાદારી દોરી પાનારા લોકોની સેવા કરે છે . ઉતરાયણ અગાઉથી જ બાળકો તેમજ તમામ આ તહેવારના ચાહકો પતંગ અને દોરાની ખરીદી કરે છે. પતંગ કાગળ અને વાંસની લાકડીના યોગ્ય જોડાણ દ્વારા બનાવવામાં આવે છે. તથા દોરીની પણ ખાસ પ્રકારની બનાવટ હોય છે. જેથી કે પતંગબાજોના પતંગ આકાશમાં વધુ સમય સુધી ટકી શકે.

            ઉતરાયણની આગલી રાતે તો સૂરત-વડોદરા-અમદાવાદ જેવા શેહેરોમાં આખી રાતનું  ” પતંગ બજારભરાય છે. શોખીન લોકો તે રાત્રે જ એકાદ ડ્ઝન જેટલી પતંગો કિન્ના બાંધીને કયારે સૂર્યોદય થાય ને ક્યારે મેદાનમાં કે ધાબે -છાપરે જઈને એની રાહ જોવામાં પુરો ઉંઘતા ય નથી !ગૃહિણીઓ પણ આગલી રાત્રે તલ -સાંકળે કે તલના લાડુ બનાવી રાખે છે . સાથે બોર , જામફળ ને શેરડી તો ખરા જ ! કોઈ કોઈ તો ઉત્તરાયણની બપોરે ઉંધીયું ખાતા ખાતાં એ કાપ્યો એ…..  કાપ્યોની…..  બૂમો પાડવાનો આનંદ લૂટવાનું પણ આયોજન કરે છે.   બાળકોના આનંદની તો કોઈ સીમાન જ નથી હોતી !    

 ઉત્તરાયણના દિવસે લોકો પતંગ ઉડાવે છે. વિવિધ રંગોના પતંગો આકાશમાં ઉડે ત્યારે તે ખૂબ જ સરસ અને સુખદ લાગે છે. પતંગો ચગાવનાર એક પ્રકારના હરિફો હોય છે. જેમાં તેઓ એક બીજા પતંગ કાપી નાખવાનો પ્રયત્ન કરે છે. ઉત્તરાયણ માટે તલની ચિક્કી તેમજ સીંગની ચિક્કી ખાસ પ્રકારની મીઠાઈ છે. તે તલ અને મગફળીનું બનેલું છે. લોકો આ દિવસે હેપ્પી સંક્રાંતિના એકબીજાને શુભેચ્છા પાઠવે છે. મકરસંક્રાંતી એક લણણી તહેવાર છે. તે વસંતઋતુના આગમનને દર્શાવે છે. તે દરેક માટે આનંદનો દિવસ છે. આમ ઉત્તરાયણ એક અનોખો તહેવાર છે. જેથી તે બધા ચાહકોને ખૂબ જ પ્રિય છે. 

            ઉત્તરાયણના રોજ વહેલી સવારથી જ પતંગના શોખીનો શિયાળાની સવારની ઠંડીની પરવા કર્યા વિના હાથે ગરમ મોજાને સાથે ગરમ ટોપી ચડાવીને પતંગ યુદ્ધ નો મંગલ પ્રારંભ કરી દે છે. આઠ નવ વાંગતામાં તો આખું આકહાશ રંગબેરંગી પતંગોથી એવું છવાઈ જાય છે આ નવા પકીઓ કયાંથી આવ્યા તેની ચિંતામાં ને ગભરામણમાં કાગડા કાબર કબૂતર અને સમડી ઉડાઉડ કરી મૂકે છે . સમડીની મોટી પાંખમાં પતંગની દોરી ભરાઈ જવાના તો ઘણા બનાવા બને છે. 

 

ઉત્તરાયણની ઉજવણી રાખવાની સાવચેતી :-

            ગુજરાતની પ્રજા તહેવાર પ્રિય પ્રજા તરીકે ભારતભરમાં જાણતી છે, અહી હોળી હોય કે દિવાળી જન્માષ્ટમી હોય કે ગણેશ ચતુર્થી દરેક તહેવાર આ૫ણે ખુબ જ ઘામઘુમથી ઉજવીએ છે એમાં ૫ણ ખાસ કરીને ઉતરાયણના તહેવારનુ અનેરૂ મહત્વ રહેલુ છે. આ તહેવાર નાના-મોટા અબાલ-વૃઘ્ઘ દરેક લોકો ખુબ હોંશથી ઉજવે છે. આ આનંદના અતિરેકમાં કેટલીક વખત નાના બાળકો ધાબા-છાપરા પર થઈ ભોંય પટકાય છે ગંભીર રીતે ઘવાય છે અને કોઈ કોઈ તો જાન પણ ગુમાવે છે ત્યારે એ કુંટુંબ પૂરતા આ તહેવાર ગોઝારો બની જાય છે. કેટલીક વખત બાળકો ૫તંગ લુટવાની ઘુનમાં સામે આવતા વાહનની અડફેટમાં આવી જાય છે અને ગંભીર રીતે ઘવાય છે. તો કેટલીક વખત ૫તંગના દોરા વાહન ચાલકો ખાસ કરીને બાઇક સવારોના ગળામાં આવી જતા કે ૫ક્ષીઓની પાંખોમાં આવી જવાથી ઇજા થાય છે.  જેથી કેટલીક સાવચેતીઓ રાખવી ખુબ જરૂરી છે. જે નીચે સુચવી છે.

-       આ૫ણા ખુલ્લા ઘાબા ૫ર નાના બાળકો ના ચડે તેનું ઘ્યાન રાખીએ.

-       સરકાર દર વખતે ચાઇનિઝ દોરી તેમજ ચાઇનીજ તુકકડ ૫ર પ્રતિબંઘ મુકતા જાહેરનામા બહાર પાડે જ છે તેની ચુસ્ત૫ણે અમલવારી કરીએ અને આવી પ્રતિબંઘિત અને હાનીકારક દોરીનો ઉ૫યોગ ન કરીએ.

-       નાના બાળકોનું ખાસ ઘ્યાન રાખવુ.

-       બાળકો ૫તંગ લુટવા ન જાય તેનું ઘ્યાન રાખવુ.

-       રોડ-રસ્તા ૫ર તેમજ વાહન વ્યવહાર વાળી જગ્યાએ ૫તંગ ઉડાડવાનું ટાળવુે

-       ઘાયલ લોકો, ૫શુ પંખીની મદદ કરવી.

-       વિજળીના તાર કે થાંભલા ૫ર લટકતા ૫તંગ ન ઉતારવા માટે બાળકોને સમજાવવા તથા આવુ ન કરે તે માટે ઘ્યાન રાખવુ.

                        ૫તંગ ચગાવવામાં  કોઈને વાંધો નથી ન હોવો જોઈએ પરંતુ અત્યારની અસહ્ય મોંઘવારીમાં પતંગદોરીના ભાવ આસમાને ચડ્યા છે ત્યારે ખરીદીમાં થોડું કાપ મૂકીએ એ જરૂરી છે. કપાયેલો પતંગના કે દોરી પકડવાનો લોભ જતો કરીએ તે પણ એટલુ જ જરૂરી છે. પાવલીના પતંગ માટે કે પાંચ મીટરની દોરી માટે આપણે અપાણો અમુલ્ય જીવ જોખમમાં મૂકીએ એ કોઈ પણ રીતે આપણને શોભતું નથી. આપણે આ બાબતે ધ્યાન રાખી તો ઉતરાયણ ઉજવીએ .. 

 

પ્રકાશકુમાર ગામીત

દીપ કોમ્પ્યુટર.ઇન્ફો





ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)