૧૨ જાન્યુઆરી - યુવા દિન
उत्तिष्ठत: जाग्रत: प्राप्य़वरानिबोधत:I (ઊઠો – જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી પ્રયત્નશીલ રહો) નો સંદેશો યુવાનોને પ્રેરણા આપે તેવો છે. તે સંદેશો આપનાર અને માત્ર ૩૯ વર્ષની યુવાન વયે જીવન સમાપ્ત કરનાર ભારતના મહાન સપૂત વેદાંતિક તત્વજ્ઞાનના પ્રખર પુરસ્કર્તા નરેન્દ્રનાથ દત્ત – સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ ૧૨ મી જાન્યુઆરીનો દિવસ યુવા દિન તરીકે ઊજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદનો જન્મ ૧૨મી જાન્યુઆરી ૧૮૮૩ના રોજ કલકત્તામાં થયો હતો. બી. એ. પાસ થયા પછી પણ નોકરી ન મળતાં રામકૃષ્ણ પરમહંસની કૃપાથી તેમની આધ્યાત્મિક જિજ્ઞાસા પરિતૃપ્ત થઈ અને ૧૮૮૪માં સંન્યાસ ધારણ કર્યો. ભારતભરમાં ભ્રમણ કર્યું અને વિવેકાનંદ નામ ધારણ કરી ૧૮૯૩માં અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વ ધર્મપરિષદમાં હિંદુ ધર્મના મનોનીત પ્રતિનિધિ તરીકે વિશ્વના ધર્મધુરંધરોની ઉપસ્થિતિમાં, દસ હજારથી વધુ શ્રોતાઓને તેમના વક્તવ્યથી પ્રભાવિત કર્યા, ત્યાર પછી જ તેમની શક્તિની ભારતવાસીઓને ઓળખ થઈ. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્વિટ્ઝરલેન્ડ ઇત્યાદિ દેશોમાં પણ તેમની તેજસભર વાણીથી ભારતીય તત્ત્વજ્ઞાનની સબળ અને સફળ રજૂઆત કરનાર સ્વામીજીના શિષ્યોમાં વિદેશીઓ પણ સારી સંખ્યામાં જોડાયા.
પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસની સ્મૃતિમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કર્યા બાદ મિશનના બ્રહ્મચારીઓને વેદાંત, ગીતા, દર્શન આદિગ્રંથોનો અભ્યાસ કરાવવા તેમણે બેલૂર મઠની સ્થાપના કરી. તે બંને સંસ્થાઓએ. આજે સેવાક્ષેત્રે નામના મેળવેલ છે.
આજે પણ ભારતભરમાં સ્વામી વિવેકાનંદજીને યુવા દિન તરીકે તેમના કાર્યને શ્રદ્ધાંજલિ અપાય છે.
જન્મ
ભુવનેશ્વરી દેવી (૧૮૪૧-૧૯૧૧). "મારા જ્ઞાનના વિકાસ માટે હું મારી માતાનો ઋણી છું—વિવેકાનંદ
સ્વામી વિવેકાનંદનો જન્મ મકરસંક્રાંતિના તહેવારની પૂર્વસંધ્યાએ સોમવાર તા. ૧૨મી જાન્યુઆરી ૧૮૬૩ના રોજ કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો અને તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યુ હતું. તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઈકોર્ટમાં એટર્ની હતા. તેમની ગણના એક ઉદાર વ્યક્તિ તરીકે થતી હતી અને સામાજિક તથા ધાર્મિક બાબતોમાં તેમની છાપ એક પ્રગતિશીલ વ્યક્તિની હતી. તેમની માતા ભુવનેશ્વરી દેવી પવિત્ર સ્ત્રી હતા તથા સંયમ પાળતા હતા અને પોતાને એક પુત્ર આપવા માટે તેઓ વારાણસીના વિરેશ્વર (શિવ)ની આરાધના કરતા હતા. જાણવા મળ્યા મુજબ તેણીને એક સ્વપ્ન આવ્યુ હતું જેમાં તેમને એવું દેખાયુ હતું કે શિવ ભગવાને ધ્યાનમાંથી ઉઠીને કહ્યું કે તેઓ તેના પેટે પુત્ર તરીકે જન્મ લેશે.
અવસાન
અવસાનના દિવસે સવારમાં તેમણે બેલુર મઠ ખાતે કેટલક વિદ્યાર્થીઓને શુકગ્લ યજુર્વેદ ભણાવ્યો હતો. તેઓ ભાઈ-વિદ્યાર્થી સ્વામી પ્રેમાનંદ સાથે ચાલવા ગયા હતા અને રામકૃષ્ણ મઠના ભવિષ્યને લગતી સૂચનાઓ આપી હતી. જુલાઈ ૪, ૧૯૦૨ના રોજ નવ વાગીને દસ મિનિટે ધ્યાનાવસ્થામાં વિવેકાનંદનું અવસાન થયું હતું. તેમના અનુયાયીઓના મતે મહાસમાધિ હતી. બાદમાં તેમના શિષ્યોએ નોંધ્યુ હતું કે સ્વામીના મોઢા પાસે નસકોરોમાં અને આંખોમાં "થોડુ લોહી" તેમણે જોયુ હતું. ડોક્ટરોના મતે મગજમાં લોહીની નળી ફાટી જવાથી આમ થયુ હતું, પરંતુ મૃત્યુનું સાચુ કારણ તેઓ શોધી શક્યા નહોતા.તેમના શિષ્યોના જણાવ્યા મુજબ તેમણે મહાસમાધિ લીધી ત્યારે બ્રહ્મરંધ્ર — મસ્તિષ્કના મુગટના બાકોરોમાં નિશ્ચિતપણે કાણુ પાડવામાં આવ્યુ હતુ. ચાળીસ વર્ષ કરતાં વધારે નહિ જીવવાની પોતાની આગાહી વિવેકાનંદે સાચી ઠેરવી હતી
Deep Computer.Info
Prakashkumar Gamit