શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ

1

 શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ


શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નોંધણી પ્રક્રિયાની જાહેરાત

 

હાલ જે વિદ્યાર્થીઓ ધોરણ ૧૨ માં અભ્યાસ કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓએ ધોરણ ૧૨ ની પરીક્ષા પહેલા જ ધોરણ ૧૦ ના પરિણામને આધારે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ઓનલાઇન નોંધણી કરાવવાની થાય છે.

(ધોરણ ૧૦ ના પરિણામને આધારે માત્ર પ્રવેશ માટે નોંધણી કરવાની છે, પ્રવેશ પ્રક્રિયા ધોરણ ૧ર ના પરિણામ ના મેરીટ ને આધારે જ કરવામાં આવશે.)

હાલ ફોર્મ ભરવા માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન સરકારી, અનુદાનિત તથા સ્વનિર્ભર કોલેજોમાં પ્રથમ વર્ષ  B.Com, B.Com (Hons.), B.B.A, B.R.S, B.Sc, BCA  તથા યુનિવર્સિટી પરિસર ખાતે ચાલતા અભ્યાસક્રમોમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૪ માં પ્રવેશ માટે યુનિવર્સિટીની વેબસાઈટ  પર ઓનલાઇન નોંધણી કરવાની પ્રક્રિયા.

વિદ્યાર્થી ડેસ્કટોપ કોમ્પ્યુટર, લેપટોપ અથવા મોબાઈલ થી પોતે જ પ્રવેશ માટે ઓનલાઇન

નોંધણી ફોર્મ ભરી શકશે.

 

સમગ્ર પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન રહેશે, વિદ્યાર્થીએ નિયમિત રીતે પોતાનું ડેશબોર્ડ તથા

યુનિવર્સીટી ની વેબસાઈટ ચેક કરવાની રહેશે.

 

ઓનલાઇન ફોર્મ શરુ થવાની તારીખ : ૧૨/૦૧/૨૦૨૩ ના રોજ બપોરે ૨.૦૦ કલાક પછી .

 

જાહેરાત માટે અહીં ક્લિક કરો

 

વેબસાઇટ અને વધુ માહિતી માટે અહીં ક્લિક કરો



Tags

ટિપ્પણી પોસ્ટ કરો

1ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો