Bharat Ratna - ભારત રત્ન

0

Bharat Ratna

ભારત રત્ન




ભારત રત્ન ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે. આ સેવાઓમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા સાર્વજનિક ક્ષેત્રે આપેલી સેવાઓનો સમાવેશ થાય છે. શરૂઆતમાં આ સન્માન ફક્ત કળા, વિજ્ઞાન, સાહિત્ય અને જાહેરસેવાનાં ક્ષેત્રમાં પ્રદાન કરનારી વ્યક્તિઓને જ આપવામાં આવતું હતું. પણ ડિસેમ્બર ૨૦૧૧માં કરેલા સુધારા મુજબ આ ક્ષેત્રને વિસ્તૃત કરીને 'કોઇપણ ક્ષેત્રમાં માનવસેવાના પ્રયાસ' બદલ આપવામાં આવે છે. આ પુરસ્કારની સ્થાપના ૨ જાન્યુઆરી ૧૯૫૪ એ સમયના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ સન્માન માટે દર વર્ષે ભારતના વડાપ્રધાન દ્વારા ભારતના રાષ્ટ્રપતિને ભલામણ કરવામાં આવે છે. દર વર્ષે વધુમાં વધુ ત્રણ નામોની ભલામણ કરી શકાય છે. આ સન્માન મેળવનારી વ્યક્તિઓને રાષ્ટ્રપતિનાં હસ્તાક્ષરવાળું એક પ્રશસ્તિપત્ર અને પીપળાનાં પાનના આકારનું સન્માનચિન્હ આપવામાં આવે છે. આ સન્માન સાથે કોઇ નાણાકીય પુરસ્કાર જોડાયેલ નથી. પણ ભારતરત્ન મેળવનારી વ્યક્તિને ભારતનાં શિષ્ટાચારની યાદીમાં સાતમાં ક્રમે ગણવામાં આવે છે. જોકે આ સન્માનને ઇલ્કાબની જેમ વાપરવાની બંધારણીય મનાઇ છે. આ પુરસ્કાર વડે સન્માનિત વ્યક્તિ પોતાના નામ આગળ કોઇ પદવી લખતા નથી.
 - ભારત રત્ન એ દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, તેની શરૂઆત 1954માં કરવામાં આવી હતી.
 - અત્યાર સુધીમાં 48 લોકોને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યા છે
 - સર્વપલ્લી રાધાકૃષ્ણન, સર સી.વી. રામન, ચક્રવર્તી રાજગોપાલાચારીને સૌપ્રથમ 1954માં ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
 પ્રથમ મરણોત્તર ભારત રત્ન લાલ બહાદુર શાસ્ત્રીને આપવામાં આવ્યો હતો.
 - અત્યાર સુધીમાં બે વિદેશીઓને આ સન્માન મળ્યું છે
 > અબ્દુલ ગફાર ખાન, 1987
 > નેલ્સન મંડેલા, 1990
 સચિન તેંડુલકર 2014માં ભારત રત્ન મેળવનાર સૌથી યુવા છે
 - રાજીવ ગાંધીને મરણોત્તર આ સન્માન સૌથી નાની વયે આપવામાં આવ્યું હતું, તેમને 47 વર્ષની ઉંમરે મરણોત્તર આપવામાં આવ્યું હતું.
 - ડીકે કર્વે સૌથી વૃદ્ધ ભારત રત્ન હતા, તેમને 100 વર્ષની ઉંમરે એનાયત કરવામાં આવ્યો હતો.
 ઈન્દિરા ગાંધી ભારત રત્ન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા હતા.

 ● તમામ ભારત રત્ન વિજેતાઓની યાદી
 ૧. સર્વપલ્લી રાધાકૃષ્ણન - 1954
 ૨. ચક્રવર્તી રાજગોપાલાચારી - 1954
 3. સીવી રમન - 1954
 ૪. ભગવાનદાસ - 1955
 ૫. મોક્ષગુંડમ વિશ્વેશ્વરાય - 1955
 ૬. જવાહરલાલ નેહરુ - 1955
 ૭. ગોવિંદ વલ્લભ પંત - 1957
 ૮. ડૉ. ધોંડો કેશવ કર્વે - 1958
 ૯. ડૉ. બિધાનચંદ્ર રોય - 1961
 ૧૦. પુરુષોત્તમ દાસ ટંડન - 1961
 ૧૧. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ - 1962
 ૧૨. ડૉ. ઝાકિર હુસૈન - 1963
 ૧૩. ડૉ. પાંડુરંગ વામન કાણે - 1963
 ૧૪. લાલ બહાદુર શાસ્ત્રી - 1966
 ૧૫. ઈન્દિરા ગાંધી - 1971
 ૧૬ વરાહગીરી વેંકટ ગીરી - 1975
 ૧૭. ના.  કામરાજ - 1976
 ૧૮. મધર ટેરેસા - 1980
 ૧૯. આચાર્ય વિનોબા ભાવે - 1983
 ૨૦. ખાન અબ્દુલ ગફાર ખાન - 1987
 ૨૧. એમજીઆર - 1988
 ૨૨. ડૉ. ભીમરાવ આંબેડકર - 1990
 ૨૩. નેલ્સન મંડેલા - 1990
 ૨૪. રાજીવ ગાંધી - 1991
 ૨૫. સરદાર વલ્લભભાઈ પટેલ - 1991
 ૨૬. મોરારજી દેસાઈ - 1991
 ૨૭. મૌલાના અબુલ કલામ આઝાદ - 1992
 ૨૮. જેઆરડી ટાટા - 1992
 ૨૯. સત્યજીત રે - 1992
 ૩૦.  અબ્દુલ કલામ - 1997
 ૩૧. ગુલઝારી લાલ નંદા - 1997
 ૩૨. અરુણા અસફ અલી - 1997
 ૩૩. એમએસ સુબ્બુલક્ષ્મી - 1998
 ૩૪. સી સુબ્રમણ્યમ - 1998
 ૩૫. જયપ્રકાશ નારાયણ - 1998
 ૩૬. પં. રવિશંકર - 1999
 ૩૭. અમૃત્ય સેન - 1999
 ૩૮. ગોપીનાથ બોરડોલોઈ - 1999
 ૩૯. લતા મંગેશકર - 2001
 ૪૦. ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન - 2001
 ૪૧. પં. ભીમસેન જોશી - 2008
 ૪૨. સી.એન.આર. રાવ - 2014
 ૪૩. સચિન તેંડુલકર - 2014
 ૪૪. અટલ બિહારી વાજપેયી - 2015
 ૪૫. મહામના મદન મોહન માલવિયા - 2015
 ૪૬. પ્રણવ મુખર્જી - 2019
 ૪૭. નાનાજી દેશમુખ - 2019
 ૪૮. ભૂપેન હજારિકા - 2019

સ્ત્રોત : વિકિપીડિયા અને વેબસાઈટ

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)