આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન - ૨૧ ફેબ્રુઆરી

0

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન 

 ૨૧  ફેબ્રુઆરી

વિશ્વના માનવીના માનવી સાથેના વ્યવહાર માટે ભાષા જ મુખ્ય માધ્યમ છે અને બાળકની સમજણ અને વૃદ્ધિકાળથી તે સૌ પ્રથમ માતાની ભાષા અને વ્યવહારને જ સમજે છે. તેથી માતૃભાષાનું ગૌરવ વિશ્વસ્તરે પણ કરવામાં આવે છે. કેળવણીકારો પણ માતૃભાષાથી જ શિક્ષણ આપવા જણાવે છે. પરંતુ અંગ્રેજી માધ્યમની કેળવણીના મોહમાં ભારતીયો અને  ગુજરાતીઓના બાળકો માતૃભાષા સારી રીતે જાણતા નથી તેવું પણ જોવામાં આવે છે. અન્ય ભાષાઓ જાણવી જરૂરી અને ઉપયોગી છે છતાં વિશ્વમાં માતૃભાષાનું ગૌરવ ઓછું થતું નથી.

ભાષાઓ : વિશ્વમાં ૦૦ કરોડથી વધારે લોકો વચ્ચે ૯૦૦૦ જેટલી ભાષાઓ અને બોલીઓ બોલાય છે. સૌથી વધારે બોલાતી માતૃભાષા ચીની છે તે ૧૦૦ કરોડ લોકો બોલે છે અને ચીનની મન્ડાસન બોલી ૫૦ કરોડ લોકોમાં બોલાય છે. અંગ્રેજી ભાષા આંતરરાષ્ટ્રીય ભાષા બધા દેશોમાં બોલાય છે.

વિશ્વની મહત્ત્વની ગણાતી ભાષાઓમાં હિન્દી, રશિયન, સ્પેનીશ, જર્મની, જાપાનીઝનો સમાવેશ થાય છે. બધી ભાષાઓમાં સૌથી વધારે શબ્દો ધરાવતી અંગ્રેજી ભાષામાં સાડાચાર લાખથી વધારે શબ્દો અને બીજા ત્રણ

લાખ ટેક્નિકલ શબ્દો છે તે પૈકી સરેરાશ, ૬૦,૦૦૦ શબ્દોને વ્યવહારમાં ઉપયોગ થાય છે.

મૂળાક્ષરોની મહત્તમ સંખ્યા : કમ્બોડિયન ભાષામાં ૭૨ છે.

જૂની ભાષા : તામિલ ભાષા ભારતની સૌથી જૂની ભાષા ગણાય છે અને તે દ્રાવિડીયન મૂળની ગણાય છે.

સંસ્કૃત ભાષા : ભારતની સંસ્કૃતિની અને જ્ઞાનની ભાષા છે. તેનો જર્મની-રશિયા વગેરે દેશોમાં પણ સારો પ્રચાર-અભ્યાસ થાય છે. (૧) આસામી (ર) બંગાળી (૩) ગુજરાતી (૪) હિન્દી [૫» કન્નડ (૬૯) કાશ્મીરી (૭) મલયાલમ (૮) મરાઠી (૯) ઉડિયા (૧૦) પંજાબી (૧૧) સંસ્કૃત (૧૨) તમિલ (૧૩) તેલુગુ (૧૪) ઉદૂ (૧૫) સિંધી. ૧૯૯૨માં ૭૧મા સુધારણા મુજબ નીચેની ભાષાઓ ઉમેરવામાં આવી છે : (૧૬) કોંકણી (૧૭) મણીપુરી (૧૮) નેપાલી.

 ભાષાઓ અને પ્રખ્યાત લેખકો :

 ૧. અસમી : હેમચંદ્ર બરૂઆ, માધવ કોંડાલી, હેમચંદ્ર ગોસ્વામી, બીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્ય.

 ૨. બંગળી : રવીન્દ્રનાથ ટાગોર, બંકિમચંદ્ર ચેટરજી, તારાશકર બંદોપાધ્યાય, શરદચંદ્ર, વિષ્ણુદેવ, આશાપૂર્ણા દેવી, સુભાષ મુખોપાધ્યાય, શ્રીમતી મહાશ્ચેતા દેવી .

 ૩. ગુજરાતી : નરસિંહ મહેતા, મીરાંબાઈ, અખો, પ્રેમાનંદ, નર્મદ, ગોવર્ધનરામ ત્રિપાઠી, ક.મા. મુનશી, સુન્દરમ્‌, ઉમાશંકર જોશી, ધૂમકેતુ, ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ .

૪. હિન્દી : મલિક મોહમંદ જાયસી, તુલસીદાસ, સૂરદાસ, કબીર, કેશવદાસ, બિહારી, ભારતેન્દુ હરિશ્ચંદ, સુમિત્રાનંદન પંત, જયશંકર પ્રસાદ, મૈથીલીશરણ ગુપ્ત, મુનશી પ્રેમચંદ, સુદર્શન, જૈનેન્દ્રકુમાર જૈન, રામધારીસિંહ દિનકર', એચ. એસ. વાત્સ્યન, મહાદેવી વર્મા, સૂર્યકાન્ત ત્રિપાઠી નિરાલા' ઉપેન્દ્રનાથ અશ્ક', ભગવતીચરણ વર્મા, યશપાલ, હરિવંશરાય બચ્ચન, સુભદ્રાકુમારી ચૌહાણ.

૫. કન્નડ : કંબન, કે. વી. પૂટ્ટાપા, શ્રીકાન્ત રાના, દત્તાત્રેય રામચંદ્ર બાંન્દ્રે, શીવરામ કરંથ, માસ્ટી વેંકટેશ લેંગર, વી. કે. ગોકાક, પુરન્દર દાસ.

૬. મલયાલમ : ઓ. ચંદુ મેનન, કે. વી. રામન પિલ્લાઈ, જી. શંકરકુરુપ, નારાયણ મેનન, એસ. કે. પોટેક્કટ, શિવશંકર પિલ્લાઈ.

૭.  મરાઠી : હરિનારાયણ આપ્ટે, તુકારામ, વી. એસ. ખાંડેકર, શ્રીવાડકર, એકનાથ.

૮. ઉડિયા : ગોપાલબંધુદાસ, રાધાનાથ રોય, ગોપીનાથ મોહંત, ડો. સચ્ચિદાનંદ રૌતરાય.

૯. પંજાબી : ધનીરામ ચત્રિક, ભાઈવીર સિંગ, અપ્રિતા પ્રીતમ, વરીસ શાહ, બલવંત ગાર્ગી, નાનકસિંઘ.

૧૦. સંસ્કૃત : વ્યાસ, વાલ્મીકિ, ભાસ, કાલિદાસ, બાણભટ્ટ, ભવભૂતે, કલ્હણ,જયદેવ, વિશાખાદત્ત, અશ્વઘોષ, ભર્તૃહરિ.

૧૧. તેલુગુ : વિશ્વનાથન, સત્ય નારાયણ, તિરૂપતિ, સી. એન. રેડી, શ્રીનાથ, રામક્રિષ્ના રાવ.

૧૨. ઉદૂ : મહંમદ ઇકબાલ, મિરઝા ગાલિબ, રઘુવીર સહાય, ફીરાક, અલ્તાફ હુસેન, ગ્યાનચંદ જૈન, કૈફી આઝમી, ફેઝ અહમદ ફેઝ, જોશ મલીહાબાદી.

૧૩. અંગ્રેજી : રવીન્દ્રનાથ ટાગોર, કે. એમ. મુનશી, બંકિમચંદ્ર ચેટરજી, સરોજિની નાયડુ, ટોરૂદત્ત, મુલ્કરાજ આનંદ, આર. કે. નારાયણન્‌, લાલા હરદયાલ, મોહનદાસ કરમચંદ ગાંધી, જવાહરલાલ નહેરુ, સી. રાજગોપાલાચારી, અશોક મહેતા, પી. શેષાદ્રી, રમેશચંદ્ર દત્ત, કે. એ. અબ્બાસ, ખુશવંતસિંગ, અરૂંધતી રૉય, સલમાન રશ્દી, નીરદ ચૌધરી, ડૉ. એસ. રાધાકૃષ્ણન્‌, વિક્રમ શેઠ, રોમીલા થાપર.

દુનિયાભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્ષે ૨૧મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ૧૯૯૯ નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા ઉજવવાનું નક્કી કર્યું. જે ફેબ્રુઆરી, ૨૦૦૦થી દર વર્ષે મનાવવામાં આવે છે. જે પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું. દુનિયાની ૭૦૦૦થી પણ વધુ ભાષામાંથી અડધી ખલાસ થવાની તૈયારીમાં છે.

ભારત અને ઈઝરાયલ લગભગ એકસરખા સમયગાળામાં આઝાદ થયા. ઈઝરાયલનો 4000 વર્ષનો ગુલામીકાળ પસાર થઈ ગયો, જ્યારે ભારત 1000 વર્ષ ગુલામ રહ્યું. આઝાદ ભારતનાં પ્રથમ વડાપ્રધાન નહેરુ તેમજ ઈઝરાયલનાં રાષ્ટ્રપ્રમુખ ભારતમાં મળ્યા.

નહેરુએ પ્રમુખને કહ્યું, "ભારત ઈઝરાયલની મૈત્રી ઈચ્છે છે. આપને ભારત શું મદદ કરી શકે?" પ્રમુખે ખુમારીભર્યો પ્રત્યુત્તર પાઠવ્યો, "ઈઝરાયલને ભારતની કોઈ મદદની જરુર નથી, અમે સ્વનિર્ભર છીએ. શક્ય હોય તો ભારત એક દિવસનો વરસાદ અમને મોકલી આપે." પ્રમુખને પૂછવામાં આવ્યું, "આપની રાષ્ટ્રભાષા તેમજ શિક્ષણનું માધ્યમ કઈ ભાષા રહેશે?" "ચોક્કસ જ હિબ્રુ ભાષા! આ તે કાંઈ પ્રશ્ન છે?"-પ્રમુખે ઉચ્ચાર્યું. "પરંતુ વિશ્વનું તમામ જ્ઞાન અંગ્રેજી ભાષામાં છે, હિબ્રુ ભાષામાં એક પણ ગ્રંથ તૈયાર નથી, તેનું શું?"

તમને જાણીને આશ્ચર્ય થશે કે ઈઝરાયલમાં પોતાની ભાષામાં પુસ્તકો ન હોવાથી આઝાદીના સાત વર્ષ સુધી શિક્ષણકાર્ય શરુ થયું ન હતું. ઈઝરાયલના તમામ વિદ્વાનોએ એક પણ પૈસો લીધા વિના દિવસના વીસ-વીસ કલાક કામ કરીને વિશ્વભરના અંગ્રેજી ગ્રંથોનું હિબ્રુમાં ભાષાંતરણનું કાર્ય સાત વર્ષમાં પૂરું કર્યું ત્યારબાદ જ ત્યાં શિક્ષણ શરુ થયું.

માતૃભાષા સાથે માણસ ઘનિષ્ટતાથી જોડાયેલો હોવાથી તે ભાષામાં અપાતું શિક્ષણ માણસમાં એવી રીતે ઉગી નીકળે છે જાણે કે કોઈ બીજ, છોડ કે કલમને તમામ રીતે અનુકૂળ વાતાવરણ(જમીન, ખાતર, પાણી, સૂર્યપ્રકાશ તથા નિંદામણ જેવી સંભાળ) મળી ગયું હોય.

માતૃભાષા નો અર્થ શુ?

બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં બાળક હસ્યું, રડ્યું, જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો, કાલુ-કાલુ બોલવાનો પ્રયત્ન જે ભાષામાં બાળકે કર્યો, બાદમાં તે ભાષાનું શબ્દભંડોળ સમૃદ્ધ થવાથી તેના પર પ્રભુત્વ આવ્યું, જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા.

તમને જાણીને આનંદ થશે કે ગુજરાતી જ એક એવી ભાષા છે જે 'બીજાના' માટે બોલાય છે, અંગ્રેજી ભાષાને સવારથી ભાષા ગણવામાં આવે છે. દુનિયામાં ગુજરાતી જેવી બીજી કોઈ અમય ભાષા નથી જે નિઃસ્વાર્થ હોય. ગુજરાતીઓ કોઈને સીધા નામથી બોલાવવાના બદલે ભાઈ કે બહેન શબ્દ લગાવીને બોલે છે.

બાળકો અંગ્રેજી ભાષામાં શિક્ષણ લેતાં થયા તેથી ગુજરાતી લખતા-વાંચતા ભૂલી ગયા. 'ભાષા જાય તો સંસ્કૃતિ જાય' એ ન્યાયે માતૃભાષાની સાથે-સાથે ભારતીય સંસ્કૃતિનું અસ્તિત્વ જોખમમાં મુકાયું. બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાં કોણ મૂકે છે? તેમના વાલીઓ. શા માટે? 'અંગ્રેજી લખતા, બોલતા, વાંચતા આવડતું હશે તો બાળકોનું ભવિષ્ય ઊજળું છે' એવી સમજણ હોવાથી. શાળા અને ટ્યુશન ક્લાસીસ સિવાયના સમયમાં પોતાના પરિવારના સભ્યો, મિત્રો, સગાં-વ્હાલાઓ સાથે માતૃભાષામાં વ્યવહાર કરતો બાળક ગુજરાતી ભૂલી જાય એવું બને છે કારણ કે શાળા સિવાય બાળકને ગુજરાતીમાં બોલવા તેમજ સાંભળવા તો મળે છે પરંતુ લખવા કે વાંચવાની તાલીમ મળતી નથી.

હાલમાં એક ચીલો ચાલી રહ્યો છે, અંગ્રેજી બોલતા આવડે એટલે હોશિયાર, સ્માર્ટ. પણ એ મૂર્ખ લોકોનું અજ્ઞાન છે, કારણકે અંગ્રેજી એ એક મામુલી ભાષા છે, કોઈ જ્ઞાન નથી.

લગભગ તમામ દેશોમાં ગુજરાતી પરિવારો વસે છે. આપણા માટે ગર્વની વાત એ છે કે, માત્ર પૃથ્વી પર જ નહીં પરંતુ, અંતરિક્ષમાં પણ ગુજરાતી મૂળનાં લોકો પહોંચી ગયા છે. આપણાં ગુજરાતી કવિ એ પોતાની સુંદર કાવ્ય રચનામાં ઉલ્લેખ કર્યો છે કે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત..જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત..!!
હા મિત્રો તો ચાલો આજના આ શુભ દિને આપણે માતૃભાષાની વંદના કરીએ છીએ, પરંતુ તેને હવે થોડું વહાલ પણ કરવાની જરૂર છે. ભાષા સાથેનો આપણો સંબંધ પરસ્પર છે. આપણે ભાષાને જીવાડશું, માનાં હેતથી માતૃભાષા આપણને જીવાડશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)