આશ્રમશાળા જામગભાણ માટે વિધાસહાયક

0

 આશ્રમશાળા જામગભાણ માટે વિધાસહાયક


            તાલુકા પંચાયત કપરાડા સંચાલિત આશ્રમશાળા જામગભાણ માટે વિધાસહાયક માટૅ નીચે દશવિલ લાયકાત ધરાવનાર ઉમેદવારો પાસેથી અલગ અલગ લાયકાત મુજબ પૂરેપૂરું સરનામું અને બે સંપર્ક નંબર તથા  આઇડી પૂફ સાથે સ્વ પ્રમાણિત કરેલ તમામ પ્રમાણપત્રોની નકલ સહિતની અરજીઓ ફક્ત રજિ. એડી દ્રારા જાહેરાત પ્રકાશિત થયેથી દિન-૧૪ સુધીમાં મંગાવવામાં આવે છે.


જાહેરાત : સંદેશ - ૨૪/૦૨/૨૦૨૩




(૧) મદદનીશ કમિશનરશ્રી આદિજાતિ વિકાસ વલસાડ તરફથી NOC ની વિગતો

૧.૧ આશ્રમશાળા જામગભાણ નં. મક/આવિ/આશા/એન.ઓ.સી/ર૦૨૩/૫૯૩ તા. ૧૪/૦૨/ર૦૨૩

 (૨) જાહેરાતમાં દશવ્યા મુજબ વિધાસહાયકમાં TET-1 અને TET-2 ફરજીયાત પાસ કરેલ હોવા જોઈએ અને તેઓની પરીક્ષાની પરિણામની મુદ્દત શિક્ષણ વિભાગના વતમાન ઠરાવો મુજબની જોગવાઈ મુજબ રહેશે.

 (૩) અધુરી વિગતવાળી તથા જાહેરાત મુજબની લાયકાત ન ધરાવનાર અરજીઓ રદ થવા પાત્ર રહેશે.

 (૪) આશ્રમશાળાઓ રેશિડેન્સિયલ સ્કૂલો હોવાથી બાળકોના નિવાસ સાથે ફરજ પરના તમામ કર્મચારીઓને ફરજિયાત સ્થળ પર નિવાસ કરવાનું રહેશે.

 (૫) અનામત જગ્યા પર અરજી કરતાં અરજદારે સમક્ષ સત્તાધિકારીનું જાતિ પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે.

 (૬) શિક્ષણ વિભાગ ગુ.રા. ગાંધીનગરના સુધારા ઠરાવ બ્રમશ/૧૧૫૫/ર૨/ગ/તા. ૧૯/૦૨/૨૦૧૯ મુજબ વિધાસહાયકને રૂ.૧૯૯૫૦/- (અંકે રૂપિયા ઓગણીસ હજાર નવસો પચાસ પુરા) માસિક ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે. સંતોષકારક રીતે પાંચ વર્ષ પૂરા કયા બાદ પૂરા પગાર ધોરણમાં સમાવેશ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

 (૭) સરકારશ્રીના ધારા-ધોરણ વખતો વખતના ફેરફારો મુજબ સંતોષકારક સેવાઓ નહીં જણાય તો પાંચ વર્ષ પહેલા પણ વિધાસહાયક સેવાઓ સમાપ્ત કરી શકાશે.

 (૮) આશ્રમશાળા ૫૦ ટકા કન્યાઓને પ્રવેશ આપવામાં આવે છે. તેથી મહિલા શિક્ષિકાઓએ ગૃહમાતા તરીકે પણ ફરજ બજાવવાની રહેશે અને કુમારો માટે શિક્ષકોએ ગૃહપતિ તરીકે ફરજીયાત ફરજ નિભાવવાની રહેશે.

 (૯) માન. કમિશનર આદિજાતિ વિકાસ કચેરી ગુ. રા. ગાંધીનગર પરિપત્ર નંબર આવિ/આશા/ફા.ને/૨૩૩૦/ર૦૧૯/૨૦૨૦ થી ૨૦૬૦ તારીખ ૩૦-૧૧-૨૦૧૯ અન્વયે શિક્ષકોને વિનામૂલ્યે રહેઠાણની સુવિધા આપવામાં આવશે.

 (૧૦) કોમ્પ્યૂટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ.

 (૧૧) ઉમેદવારે રજીસ્ટર એ.ડી.થી આશ્રમશાળા મુજબ અલગ અલગ અરજી કરવાની રહેશે. કવર ઉપર કઈ આશ્રમશાળા માટે અરજી કરેલ છે, તે સ્પષ્ટ લખવાનું રહેશે. સાદી ટપાલથી કે રૂબરૂ કે મુદ્ત કરતા મોડી આવેલ અરજી સ્વીકારાશે નહીં.

 (૧૨) ઉમેદવારોએ અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી (આશ્રમશાળા) વલસાડ જિલ્લા આદિજાતિ સેવા સદન, ચોથો માળ, સિવિલ રોડનનકવાડા વલસાડ ૩૯૬૦૦૧ ને મોકલવાની રહેશે. જો કોઈ ઉમેદવાર ફક્ત આ.વિ.અ. (આશ્રમશાળા) ને અરજી મોકલશે અને મંડળને નહિં મોકલશે તો અરજી રદ થવા પાત્ર રહેશે. ઉમેદવારે ફક્ત મંડળને મોકલેલી અરજી માન્ય ગણાશે.

(૧૩) ફક્ત મેરીટમાં નામ આવવાથી કોઈપણ ઉમેદવાર નિમણૂંક માટે હક્ક દાવો માંડી શકશે નહીં.

 (૧૪) સરકારી અનુદાનિત બોડ/ કોર્પોરેશન સંસ્થાના કર્મચારી હોય તો સક્ષમ અધિકારીનું ના વાંધા પ્રમાણપત્ર અરજી સાથે સામેલ કરવાનું રહેશે.

 (૧૫) પસંદગી બાબતે જિલ્લા પસંદગી સમિતિ નિણય આખરી રહેશે.

 


અરજી મોકલવાનું સરનામું

 તાલુકા પંચાયત કચેરી, કપરાડા 

 તા. કપરાડા જિ. વલસાડ 

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)