વલસાડ જિલ્લો - વિદ્યાસહાયક

0

વલસાડ જિલ્લો - વિદ્યાસહાયક



અરજીનો પ્રકાર : ઓફલાઇન 

સ્ત્રોત  : ગુજરાત સમાચાર, તા. ૨૩/૦૨/૨૦૨૩ 

વલસાડ જિલ્લામાં આવેલ આ.શાળાઓમાં શિક્ષણ સહાયકની ખાલી જગ્યાઓની ભરતીની જાહેરાત








(૧) ઉપર દર્શાવેલ વિઘાસહાયક / શિક્ષણસહાયક માટે ઉમેદવારો પાસેથી આશ્રમશાળા મુજ્બ અલગ અલગ લાયકાત ધરાવનારનુ પુરેંપુરું સરનામું અને બે સંપર્ક નંબર તથા આઈડી પ્રૂફ સાથે સ્વ પ્રમાણિત કરેલ તમામ વિષયોના પ્રમાણપત્રોની નકલ સહિતની અરજીઓ ફકત રજિ,એડી.દ્રારા જાહેરાત પ્રકાશિત થયે થી દિત-૧૦ સુધીમાં મંગાવવામાં આવે છે.

(૨) જાહેરાતમાં દર્શાવ્યા મુજબ 1/11-૧ માધ્યમિક વિભાગ/1/1-૨ ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ માટે અને વિદ્યાસહાયક માટે ધોરણ ૧ થી ૫ ટેટ -૧ અને ધોરણ-૬ થી ૮ માટે ટેટ -૨ ફરજિયાત પાસ કરેલ હોવા જોઇએ અને તેઓની પરીક્ષાની પરિણામની મુદત શિક્ષણ વિભાગના વર્તમાન ઠરાવો મુજબની જોગવાઇ મુજબ રહેશે.

(૩) અધુરી વિગતવાળી તથા જાહેરાત મુજબની લાયકાત ન ધરાવનાર ઉમેદવારોની અરજીઓ રદ થવા પાત્ર રહેશે

(૪) આશ્રમશાળાઓ રેસિડેન્શિયલ સ્કુલો હોવાથી બાળકોના નિવાસ સાથે ફરજ પરના તમામ વિષયો કર્મચારીઓએ ફરજિધતા સ્થળ પર નિવાસ કરવાનું રહેશે

(૫) અનામત જગ્યા પર અરજી કરતાં અરજદારે સક્ષમ સત્તાધિકારીનું જાતિ પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે.

(૬) શિક્ષણ વિભાગ ગુ.રા. ગાંધીનગર ના સુધારા ઠરાવ બમશ/૧૧૫૫/૨૨/ગ/તા.૧૯/૨/૨૦૧૯ મુજબ વિદ્યાસહાયકને રૂ .૧૯૯૫૦/- (અંકે રૂપિયા ઓગણીસ હજાર નવસો પચાસ પુરા) તથા આદિજાતિ વિકાસ વિભાગ ગુ.રા. ગાંધીનગરનાં ઠરાવ ક્રમાંકઃઅમશ/૨૦૨૦/ન.બા-૧૮/ધ તા.૧૮/૦૧/૨૦૨૧ મુજબ શિક્ષણ સહાયક (માધ્યમિક વિભાગ) ને રૂ.૨૫૦૦૦/- (અંકે રૂપિયા પચ્ચીસ હજાર પુરા) અને સંયુકત કમિશ્નરશ્રી કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસની કચેરી ગુ.રા. ગાંધીનગરનાં પત્ર નં,આવિ/આશા/ફા.નં.૨૭૮૧/૨૦૨૧/૭૩૦ થી ૭૬૩ તા ૧૭/૦૮/૨૦૨૧ મુજબ શિક્ષણ સહાયક (ઉચ્ચત્તર માધ્યમિક) ને રૂ.૨૬૦૦૦/- (અંકે રૂપિયા છવ્વીસ હજાર પ) માસિક ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે. સંતોષકારક રીતે પાંચ વર્ષ પૂરા કર્યા બાદ પૂરા પગાર ધોરણમાં સમાવેશ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

(૭) સરકારશ્રીના ધારા-ધોરણ વખતો વખતનાં ફેરફારો મુજબ સંતોષકારક સેવાઓ નહીં જણાય તો પાંચ વર્ષ પહેલા પણ શિક્ષણ સહાયક સેવા અને વિદ્યાસહાયક સેવાઓ સમાપ્ત કરી શકાશે, ન આશ્રમશાળા ૫૦ ટકા કન્યાઓને પ્રવેશ આપવામાં આવે છે. તેથી મહિલા શિક્ષિકાઓએ ગૃહમાતા તરીકે ફરજ બજાવવાની રહેશે અને કુમારો માટે શિક્ષકોએ ગૃહપતિ તરીકે ફરજિયાત ફરજ નિભાવવાની રહેશે.

(૯) માન.કમિશ્વર આદિજાતી વિકાસ કચેરી ગુ.રા. ગાંધીનગરના પરિપત્ર નંબર આવિ/આશા/ફા.ને/૨૩૩૦/૨૦૧૯/૨૦૨૦ થી ૨૦૬૦ તા.૩૦/૧૧/૨૦૧૯ અન્વયે શિક્ષકોને પ રહેઠાણની સુવિધા આપવામાં આવશે. (૧૦) કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઇએ.

(૧૧ ) ઉમેદવારોએ રજિસ્ટર એ.ડી.થી આશ્રમશાળા મુજબ અલગ અલગ અરજી કરવાની રહેશે, કવર ઉપર કઇ આશ્રમશાળા માટે અરજી અને કયા વિષય માટે કરેલ છે. તે સ્પષ્ટ લખવાનું રહેશે. સાદી ટપાલથી રૂબરૂ કે મુદત કરતાં મોડી આવેલ અરજી સ્વીકારાશે નહીં. શિક્ષણ સહાયકની જાહેરાત મુજ્બ મુખ્ય અને ગૌણ વિષયો બી,એડ,ની મેથડ માં હોવા જોઇએ.(૧૨ ) ઉમેદવારોએ અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી(આશ્રમશાળા), સુરત સી-૫ બહુમાળી મકાન નાનપુરા જી.સુરત પીન નં - ૩૯૫૦૦૧ને મોકલવાની રહેશે. જો કોઇ ઉમેદવાર ફક્ત આદિજાતિ વિકાસ અધિકારી (આશ્રમશાળા)ને અરજી મોકલશે અને મંડળને નહિં મોકલશે તો અરજી રદ થવાપાત્ર રહેશે. ઉમેદવારે ફક્ત મંડળને મોકલેલી અરજી માન્ય ગણાશે.

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)