Valsad Dist - Vidhyasahayak

0

 Valsad Dist. - Vidyasahayak 



        આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગરની માન્યતા પ્રાસ વલસાડ જિલ્લામાં આવેલ નીચે મુજબની આશ્રમશાળાઓમાં વિધાસહાયકોની ભરતી માટે મદદનીશ કમિશ્નરશ્રી, આદિજાતિ વિકાસ, વલસાડ તરફથી આશ્રમશાળાઓમાં લાયકાત ધરાવનાર ઉમેદવારો પાસેથી શાળાવાર અલગ અલગ લાયકાત મુજબ પુરેપુરું નામ, સરનામું અને બે સંપર્ક નંબર તથા આઈ.ડી. પ્રૂફ સાથે પિન નંબર સાથે સ્વપ્રમાણિત કરેલ તમામ પ્રમાણપત્રોની નકલ સહિતની અરજીઓ ફક્ત રજી. એડી દ્રારા જાહેરાત પ્રકાશિત થયેથી દિન-૧૪ સુધીમાં જેતે આશ્રમશાળા વાર મંગાવવામાં આવે છે.

 અરજીનો પ્રકાર : ઓફલાઇન

સ્ત્રોત : સંદેશ - ૨૮/૦૨/૨૦૨૩



 ૧. જાહેરાતમાં દર્શાવ્યા મુજબ વિધાસહાયકમાં TET - 1 અને TET-2 ફરજિયાત પાસ કરેલ હોવા જોઈએ અને તેઓની પરીક્ષાની પરિણામની મુદત શિક્ષણ વિભાગના વર્તમાન ઠરાવો મુજબની

જોગવાઈ મુજબ રહેશે.

૨. અધુરી વિગતવાળી તથા જાહેરાત મુજબની લાયકાત ન ધરાવનારા ઉમેદવારોની અરજીઓ રદ થવા પાત્ર રહેશે.

૩. આશ્રમશાળાઓ રેસીડેન્શિયલ સ્કુલો હોવાથી બાળકોના નિવાસ સાથે ફરજ પરના તમામ કર્મચારીઓએ ફરજિયાત સ્થળ પર નિવાસ કરવાનું રહેશે.

૪. અનામત જગ્યા પર અરજી કરતા અરજદારે સક્ષમ સત્તાધિકારીનું જાતિ અંગેનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે.

૫. શિક્ષણ વિભાગ ગુ.રા. ગાંધીનગરના સુધારા ઠરાવ કમાંકઃ બમશ/૧૧૫૫/રર/ગ/તા.૧૯-૨-૨૦૧૯ મુજબ વિધાસહાયકને માસિક રૂ. ૧૯૯૫૦/- (અંકે રૂપિયા ઓગણીસ હજાર નવસો પચાસ પુરા)

ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે.સંતોષકારક રીતે પાંચ વર્ષ પૂરા કર્યા બાદ પૂરા પગાર ધોરણમાં સમાવેશ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

૬. સરકારશ્રીના ધારા-ધોરણ અને વખતો વખતના ફેરફારો મુજબ સંતોષકારક સેવાઓ નહીં જણાય તો પાંચ વર્ષ પહેલા પણ શિક્ષણસહાયક સેવા અને વિધાસહાયક સેવાઓ સમાપ્ત કરી શકાશે.

. આશ્રમશાળામાં ૫૦ ટકા કન્યાઓને પ્રવેશ આપવામાં આવે છે તેથી મહિલા શિક્ષિકાઓએ ગૃહમાતા તરીકે ફરજ બજાવવાની રહેશે અને કુમારો માટે શિક્ષકોએ ગૃહપતિ તરીકે ફરજિયાત ફરજ

નિભાવવાની રહેશે.

૮. માન. કમિશ્નરશ્રી, આદિજાતિ વિકાસ, ગુ.રા. ગાંધીનગરના પરિપત્ર નંબર  વિ/આશા/ફા.ને/૨૦૨૩/ર૦૧૯/૨૦૨૦થીર૦૬૦ તા. ૩૦/૧૧/૨૦૧૯ અન્વયે શિક્ષકોને વિના મૂલ્યે રહેઠાણની સુવિધા આપવામાં આવશે.

, કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ,

૧૦. ઉમેદવારોએ રજિસ્ટર એ.ડી.થી આશ્રમશાળા મુજબ અલગ અલગ અરજી કરવાની રહેશે. કવર ઉપર કઈ આશ્રમશાળા માટે અરજી કરેલ છે. તે સ્પષ્ટ લખવાનું રહેશે. સાદી ટપાલથી રૂબરૂ કે

મુદત કરતાં મોડી આવેલ અરજી સ્વીકારાશે નહીં,

૧૧, ઉમેદવારોએ અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી (આશ્રમશાળા), વલસાડ જિલ્લા આદિજાતિ સેવા સદન, ચોથો માળ, સિવિલ રોડ, નનકવાડા, વલસાડ -૩૯૩૦૦૧ ને

મોકલવાની રહેશે. જો કોઈ ઉમેદવાર ફક્ત આદિજાતિ વિકાસ અધિકારી(આશ્રમશાળા)ને અરજી મોકલશે અને મંડળને નહીં મોકલશે તો અરજી રદ થવાપાત્ર રહેશે. ઉમેદવારે ફક્ત મંડળને

મોકલેલી અરજી જ માન્ય ગણાશે.

૧૨. ફક્ત મેરીટમાં નામ આવવાથી કોઈ પણ ઉમેદવાર નિમણૂંક માટે હક્કદાવો માંડી શકશે નહીં.

૧૩, સરકારી અનુદાનિત બોર્ડ/કોર્પોરેશન સંસ્થાના કર્મચારી હોય તો સક્ષમ અધિકારીનું ના વાંધા પ્રમાણપત્રઅરજી સાથે સામેલ કરવાનું રહેશે.

૧૪. પસંદગી બાબતે જિલ્લા પસંદગી સમિતિનો નિર્ણય આખરી રહેશે.

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)