National Science Day: 202૩

0

 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ


ભારત દેશમાં વિજ્ઞાન દ્રારા  થતા લાભો પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃત કરવાના હેતુ માટે રાષ્ટ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી પરિષદ (નેશનલ સાયન્સ અને ટેકનોલોજી કાઉન્સિલ) અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય (મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી), ભારત સરકારના ઉપક્રમે દર વર્ષે ૨૮ ફેબ્રુઆરીના દિવસે ભારતમાં ઉજવવામાં આવે છે.  ફેબ્રુઆરી ૨૮ના દિવસે, સર સી.વી.રામન દ્રારા પોતાની શોધની જાહેરાત કરવામાં આવી હતી. આ શોધ માટે તેમને વર્ષ ૧૯૩૦માં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો મૂળ હેતુ યુવાન વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રતિ આકર્ષિત તેમ જ પ્રોત્સાહિત કરવા અને સામાન્ય જનતાને વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સિધ્ધિઓ પ્રતિ સજાગ રાખવાનો છે. આ દિવસે બધી વિજ્ઞાન સંસ્થાઓ, જેમ કે રાષ્ટ્રીય અને અન્ય વિજ્ઞાન પ્રયોગશાળાઓ, વિજ્ઞાન અકાદમીઓ, શાળા અને કોલેજ અને તાલીમ સંસ્થાઓ ખાતે વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ સાથે સંબંધિત કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. મહત્વપૂર્ણ આયોજનોમાં વૈજ્ઞાનિકોનાં વકતવ્યો, નિબંધ, લેખન, વિજ્ઞાન પ્રશ્નોત્તરી, વિજ્ઞાન પ્રદર્શન, સેમિનાર અને પરિસંવાદ વગેરે સામેલ હોય છે. વિજ્ઞાન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન માટે રાષ્ટ્રીય અને અન્ય પુરસ્કારો પણ જાહેરાત પણ કરવામાં આવે છે. વિજ્ઞાનની લોકપ્રિયતા વધારવા માટે વિશેષ પુરસ્કાર પણ રાખવામાં આવ્યા છે.

ઇતિહાસ

આ દિવસે ૧૯૨૮માં ભારતીય ભૌતિકશાસ્ત્રી ચંદ્રશેખર વેંકટ રામને સ્પેક્ટ્રોસ્કોપીના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ શોધ કરી હતી. જે પાછળથી તેમના નામ પર રાખવામાં આવી હતી-રામન અસર. તેમના કાર્ય માટે સી.વી. રામનને ૧૯૩૦માં ભૌતિકશાસ્ત્રમાં પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન ૧૯૮૬માં ભારત સરકારને ૨૮ ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે જાહેર કરવા જણાવ્યું હતું. સરકારે સ્વીકાર કર્યો અને દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે જાહેર કર્યો. પ્રથમ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ૨૮ ફેબ્રુઆરી, ૧૯૮૭ના રોજ ઉજવવામાં આવ્યો હતો.

મહત્વ

વિજ્ઞાનના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. શૈક્ષણિક સંસ્થાઓ જાહેર ભાષણો, રેડિયો, ટીવી, વિજ્ઞાન મૂવીઝ, થીમ્સ અને વિભાવનાઓ પર વિજ્ઞાન પ્રદર્શનો, ચર્ચાઓ, પ્રશ્નોત્તરી સ્પર્ધાઓ, પ્રવચનો અને વિજ્ઞાન મોડેલ પ્રદર્શનોનું આયોજન કરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરે છે.

તા.૨૮ ફેબ્રુઆરી ૧૯૨૮ એ ભારતીય ઈતિહાસનો એક મહત્વનો દિવસ હતો, કારણ કે આ જ દિવસે આ૫ણા ભારતના રાષ્ટ્રીય વૈજ્ઞાનિક ડૉ. ચંદ્રશેખર રમણ દ્રારા એક મહાન શોધ કરવામાં આવી હતી. જેનું નામ હતું રામન ઇફેકટ. તેઓ તમિલ બ્રાહ્મણ હતા અને ભારતમાં કોઈ સંશોધન કાર્ય કરનાર પ્રથમ વ્યક્તિ હતા.

તેમણે ૧૯૦૭ થી ૧૯૩૩ દરમિયાન ઇન્ડિયન એસોસિએશન ઓફ ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ, કોલકાતા, પશ્ચિમ બંગાળમાં કામ કર્યું. આ સમય દરમિયાન, તેમણે ઘણા વિષયો પર સંશોધન કાર્ય કર્યું. જેમાં રામન ઈફેક્ટ નામની તેમની શોધ વિશેષ શોધ બની હતી. તેમના પ્રયત્નો માટે, તેમને વિવિધ પુરસ્કારોથી સન્માનિત ૫ણ કરવામાં આવ્યા હતા અને વર્ષ ૧૯૩૦ માં તેમને નોબેલ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.

તેમના મહાન પ્રયાસને હંમેશા માટે ભારતીય લોકોના હદયમાં સ્થાન આ૫વા યાદ સ્વરૂપે વર્ષ ૧૯૮૬માં નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન દ્રારા ૨૮ ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે જાહેર ભલામણ કરવામાં આવી. ત્યારથી, ભારતીય વિજ્ઞાનના ક્ષેત્રમાં ૨૮ ફેબ્રુઆરી ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ભારતની વૈજ્ઞાનિક, શૈક્ષણિક, તબીબી, તકનીકી અને સંશોધન સંસ્થાઓ સહિત તમામ શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, વૈજ્ઞાનિકો અને સંશોધકો દ્રારા આ દિવસની ખૂબ જ ઉજવણી કરવામાં આવે છે.

 વર્ષ  અને  થીમ

 ૨૦૧૭ : વિકલાંગ વ્યક્તિઓ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી

૨૦૧૮ : ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી

૨૦૧૯ : લોકો માટે વિજ્ઞાન અને વિજ્ઞાન માટે લોકો

૨૦૨૦ : મહિલા અને વિજ્ઞાન

૨૦૨૧ : એસટીઆઈનું ભવિષ્ય: શિક્ષણ, કૌશલ્ય અને કાર્ય પર અસર

૨૦૨૨ : લાંબા ગાળાના ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સંકલિત અભિગમો

૨૦૨૩ : Global Science for Global Wellbeing એટલે કે વૈશ્વિક સુખાકારી માટે વૈશ્વિક વિજ્ઞાનછે.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો ઉદ્દેશ

આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય લોકોમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. તદઉ૫રાંત ભારતીય બાળકોને વિજ્ઞાન વિષય તેમની કારકિર્દી તરીકે પસંદ કરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે. જેથી કરીને આપણા દેશની આવનારી પેઢી વિજ્ઞાનના ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી શકે. જેતી આપણો દેશ વિજ્ઞાનના ક્ષેત્રમાં વઘુમાં વઘુ પ્રગતિ કરી શકે.

આ દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે જાહેર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય રામન ઈફેક્ટ અને ડૉ. ચંદ્રશેખર રામનને આદર આપવાનો હતો, આ ઉપરાંત તેના અન્ય ઘણા હેતુઓ પણ હતા જે નીચે મુજબ છે.

આપણા રોજિંદા જીવનમાં ઉ૫યોગી વિવિધ વૈજ્ઞાનિક શોઘો અને આવિષ્કારોનું મહત્વ જણાવવું.

માનવ કલ્યાણ અને પ્રગતિ માટે વૈજ્ઞાનિક ક્ષેત્રમાં તમામ પ્રવૃત્તિઓ, પ્રયત્નો અને સિદ્ધિઓ દર્શાવવી.

વિજ્ઞાન અને વૈજ્ઞાનિક વિકાસ માટે, આ દિવસે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે અને આ દિવસે નવી તકનીકોનો અમલ પણ કરવામાં આવે છે.

        દેશમાં એવા ઘણા લોકો છે, જેઓ વૈજ્ઞાનિક વિચાર ધરાવે છે, આ લોકોને તક આપવી અને તેમના કામ માટે પ્રોત્સાહિત કરવું એ પણ આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય છે

સ્ત્રોત : વિકિપીડીયા અને ઇન્ટરનેટ 


ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)