આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ : ૨૦૨૩-૨૪, ધોરણ - ૯

0

 આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આદશ નિવાસી શાળાઓમાં ધોરણ-૯ માં પ્રવેશ પરીક્ષા

(શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪)



અરજી ફોર્મનો પ્રકાર : ઓનલાઇન

અરજી શરૂ થયાની તા : ૨૧/૦૩/૨૦૨૩

છેલ્લી તારીખ : ૦૬/૦૪/૨૦૨૩ સાંજે ૧૮.૦૦ સુધી

પરીક્ષા તારીખ : ૨૩/૦૪/૨૦૨૩  (બપોરે ૧૫.૦૦ થી ૧૭.૦૦ કલાકે )


        અનુસૂચિત જનજાતિના વિધાર્થીઓને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મળી રહે તે હેતુથી રાજય સરકાર દવારા રહેઠાણની સુવિધા સાથે આદર્શ નિવાસી શાળાઓની યોજના સને ૧૯૮૬-૮૭ થી અમલમાં મુકેલ છે. જેમાં છાત્રોને વિના મૂલ્યે રહેવા, જમવા, ગણવેશ અને શિક્ષણની સુવિધા આપવામાં આવે છે, હાલ રાજયમાં આદિજાતિ કુમારો માટેની ૨૬ શાળાઓ, કન્યાઓ માટેની ૨૬ શાળાઓ અને કુમાર-કન્યા (મિશ્ર) માટેની ૨૩ શાળાઓ મળીને કુલ ૭૫ આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત છે. સદર નિવાસી શાળાઓ માધ્યમિક વિભાગ ધોરણ-૯ થી ધોરણ-૧૦ સુધીની છે. જે પૈકી ૩ર નિવાસી શાળાઓમાં ધોરણ ૧૧ અને ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) ના વર્ગો ચાલે છે.

આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ :

આગામી શૈક્ષણિક વર્ષ ૨૦ર૩-૨૪ માટે ધોરણ ૯ માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન અરજીઓ  મંગાવવા આવે છે, પ્રાવેશિક પરીક્ષાના મેરીટના આધારે ધોરણ ૯ માં પ્રવેશ આપવામાં આવશે, જયારે ઉપરોકત શાળાઓમાં ધો. ૧૦ થી ધો.૧૨ ની માન્ય સંખ્યા સામે ખાલી પડેલ બેઠકો લાયક વિધાર્થીઓથી ભરવામાં આવતી હોઇ પ્રવેશ મેળવવા માટે સંબંધિત આદર્શ નિવાસી શાળાના આચાર્યશ્રીઓનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. સંબંધિત નિવાસી શાળાના આચાર્યશ્રીઓ પ્રવર્તમાન નિયમોનુસાર પ્રવેશ આપવાની કાર્યવાહી કરશે. વધુ વિગતો માટે જે તે જિલ્લાના સંબંધિત પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી, મદદનીશ કમિશ્નરશ્રી (આ.વિ) ની કચેરી, આશ્રમશાળા અધિકારીશ્રીની કચેરી, પ્રાયોજના અધિકારીશ્રી-તાલાલાની કચેરી, આદિજાતિ વિકાસ અધિકારીશ્રી-આહવા-ડાંગની કચેરી તેમજ આદર્શ નિવાસી શાળાઓના આચાર્યશ્રીઓનો સંપર્ક કરી શકાશે. 

નિવાસી શાળામાં પ્રવેશ માટે પાત્રતાનું ધોરણ :

* ધોરણ ૮ પાસ કરેલ અને ધોરણ ૯ માં પ્રવેશ માટેની પ્રાવેશિક પરીક્ષામાં મેળવેલ ગુણ / ગ્રેડના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.

* અનુસુચિત જનજાતિ અને અનુસુચિત જાતિના છાત્રો માટે આવક મર્યાદા નથી.

* સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના છાત્રો માટે વાલીની વાર્ષિક આવક રાજય સરકારશ્રી દવારા વખતોવખત નકકી કરવામાં આવે તે મુજબ રહેશે.





વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ઓનલાઇન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો



ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)