શબ્દ સમૂહ માટે એક શબ્દ

0

 શબ્દ સમૂહ માટે એક શબ્દ







  • કમળ જેવી આંખોવાળી- કમલાક્ષી
  • છાપકામ થતું હોય તે સ્થળ- છાપખાનું
  • આકાશમાં ફરનારું- ખેચર
  • લોઢાનું બાણ- નારાય
  • મનોકામના પૂરી કરનારી એક કલ્પિત ગાય- કામધેનુ
  • રથ પર ચઢેલો યોદ્ધો- રથી
  • ગામ કે નગરની બહારનો ખુલ્લો સપાટ ભાગ- પાદર, પાધર
  • જુદા પડવું તે- વિયોગ
  • દેશનો પ્રજાજન- નાગરિક
  • બે સરખી વસ્તુઓની જોડ- જોટો
  • નાશ નપામે તેવું- અક્ષય અથવા અવિનાશી
  • ભેગાં મળવું તે- સંજોગ
  • તીણી કારમી ચીસ- કિકિયારી
  • ચાર ઘડીનો સમય- ચોઘડિયું
  • સોને સમાન દષ્ટિથી જોવા તે- સમદષ્ટિ
  • કમરના ઉપલાભાગની મૂર્તિ- અરુણ મૂર્તિ
  • એકબીજામાં પરોવાયેલું- તલ્લીન
  • સરકાર તરફથી બક્ષિસ તરીકે મળેલી જમીન કે ગામ ધરાવનાર- જાગીરદાર
  • ત્રણના ભારમાંથી મુક્ત થવું તે- ત્રણમુક્તિ
  • શાસનદ્વારા લેવામાં આવતી જકાત યા ટોલ- દાણ
  • હવા, પાણી, અનાજ વગેરે તત્ત્વોનું દૂષિત થવું તે- પ્રદૂષણ
  • જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રી- સધવા, સુવાસણી, સૌભાગ્યવતી
  • પતંગની સાથે ચડાવવામાં આવતું કાગળનું ફાનસ- તુક્કલ
  • ચારથી વધુ માણસ બેસી શકે તેવું યંત્રથી ચાલતું વાહન- છકડો
  • આંખ આગળ ખડું થઈ જાય એવું- તાદશ અથવા આબેહૂબ
  • બે પહાડ વચ્ચેની સાંકડી પોલી જગ્યા- કુહર
  • પૃથ્વી પર સૌને વહાલો કે ધરતીમાતાનો વહાલો- પૃથિવીવલ્લભ
  • મંદિરની અંદરનો મૂર્તિવાળો ભાગ- ગર્ભગુહ
  • ખાસ માનીતો મુખ્ય વિદ્યાર્થી- મોનિટર
  • ગંગા નદીનું પવિત્ર જળ- ગંગોદક
  • જોવામાં પ્રિય લાગે એવું- પ્રિયદર્શન
  • નાની કાચી કેરી- મરવો
  • જેમાંથી વસ્તુ ખૂટે નહીં એવું પાત્ર- અક્ષયપાત્ર
  • ઉંમરલાયક થયેલ વ્યક્તિ- વયસ્ક
  • કાળના જેવા મોવાળું- કાળમુખું
  • ઘરની બાજુની દીવાલ- કરો
  • જીતી ન શકાય એવું- અજેય
  • પૂરતી તપાસ કર્યા પછી નક્કી કરવામાં આવતું મૂલ્ય- આંકણી, આકરણી
  • કાંઈ અજુગતું થયા પછી એ વિશે થતો અફસોસ- પશ્ચાત્તાપ
  • પૂરેપૂરું આપી દવું તે- સમર્પણ
  • ઊંટ પરની નોબત કે મોટું નગારું- નિશાન
  • પહેલાં થઈ ગયેલું- પુરોગામી
  • ભવિષ્યનું ઘડતર કરના- ઘડવેયો
  • વિરહનો સમય- વિપ્રયોગકાળ, વિજોગવેળ
  • જેણે વસવાટ ગુમાવેલ છે તે- નિર્વાસિત
  • સુગંધી દ્રવ્ય- ધૂપ
  • પાણીની અંદર ભળેલો ચીકણો કાદવ- સૂંથ
  • ખીલ્યા વગરનું ફૂલ- કળી
  • અડધી ઉંમરે પહોચેલું- આધેડ
  • પોપટની પેઠે સમજ્યા વિના ગોખી મારેલું જ્ઞાન- પોપટિયું
  • ઈન્દ્ર પ્રસ્થ નગરના વાસીઓ- ઈન્દ્રપ્રસ્થજનો
  • દિશા અને કાળનો સમૂહ- દિક્કાલ
  • વારંવાર જન્મ લેવામાંથી છૂટકારો- મોક્ષ અથવા મુક્તિ
  • જેની આશા રાખવામાં ન આવે તેવું- અપ્રત્યાશિત
  • અધિકારી આગળ રજૂ કરવામાં આવતી હકીકત- કેફિયત
  • વાડમાંથી જવા આવવા કરેલો માર્ગ- છીંડુ
  • ઝંખના કરવા યોગ્ય- સ્પૃહણીય
  • જાઓ કહીને કાઢી મૂકવું તે- જાકારો
  • પોતાનામાંથી જન્મનારી- આત્મજા
  • રાત્રે ખીલતું કમળ- પોયણું
  • જેમાંથી રૂધિરનું વહન થાય છે તે- રૂધિરઝર
  • જંગલમાં બળતી આગ- દાવાનળ
  • સુંદર રીતે કરેલું આયોજન- સુયોજના
  • દૂધ, છાશ અથવા દહીં વગેરે ભરવાની હાંડલી- દોણી
  • નજરોનજર જોવું કે મળવું તે- સાક્ષાત્કાર
  • સાથે રહીને ધર્મનું આચરણ કરનારી પત્ની- સહધમચારિણી
  • ઝટ ઉકલી ન શકે તેવો પ્રશ્ન- કોયડો
  • એક્જવાર ફળનારી સ્ત્રી- કાકવંધ્યા
  • જેમાંથી રુધિરનું વહન થાય છે તેવું- રુધિરકર
  • કીર્તિની ગાથા- યશગાથા
  • આ સૃષ્ટિના દરેક અણુમાં રહેલું પરમ તત્ત્વ- બ્રહ્મ
  • મૂર્તિ, મંદિર કે અન્ય કોઈ પદાર્થ ને જમણે હાથે રાખી કરવામાં આવતી પરિક્રમા- પ્રદક્ષિણા
  • શિષ્ય (વિદ્યાર્થી)ને ભણવા માટે અપાતી મદદ- શિષ્યવૃત્તિ
  • જેના શુકન ખરાબ ગણાતા હોય તેવું- અપશુકનિયાળ
  • અડધી મીચાયેલી અડધી ખુલ્લી આંખ- અર્ધનિમીલિત
  • જેમની મા ન હોય તેવાં- નમાયાં
  • જેની બુદ્ધિ સ્થિર છે તેવો માણસ- સ્થિતપ્રજ્ઞ
  • કાવ્યનું પ્રશ્નોત્તરી દ્વારા થતું વિવેચન- કાવ્યસમીક્ષા
  • દશ વર્ષનો ગાળો- અનાયાસ
  • મળ કે મેલ વિનાનું- નિર્મળ
  • સચોટ અસર ઉપજાવે તેવું- રામબાણ
  • સાંજની આરતીનો સમય- ઝાલરટાણું
  • રેતાળ જમીન ઉપર સૂર્યકિરણ પડવાથી દૂરથી દેખાતો જળ જેવો આભાસ- મૃગજળ
  • પાણીમાં થતું કૂડાળું- વમળ
  • પહેલાં જન્મેલ- અગ્રજ
  • ઘરને લગતો સરસામાન- ઘરવખરી
  • આ લોકમાં મળે નહિ એવું- અલોકિક
  • પ્રાચીન કાળથી ચાલી આવતું- સનાતન
  • પ્રહાર ઝીલવાનું ચામડાનું એક સાધન- ઢાલ
  • દાણ ભરવાનું ચૂકવું તે- દાણચોરી
  • વિજય મનાવવા માટેનો મોટો ઉત્સવ- વિજયોત્સવ
  • શાસ્ત્રમાં નિષ્ણાત- પંડિત અથવા શાસ્ત્રજ્ઞ
  • જેનો કોઈ બેલી નથી તેવું- અનાથ
  • બરાબર પરોવાયેલું- તત્પર
  • રૂપિયાનો સોમો ભાગ- દોકડો
  • અમીરવર્ગની રાજસભાનો ઓરડો- દીવાનેખાસ
  • માનસિક આવેગવાળું- સાંવેગિક
  • બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો- ભોગળ
  • શબ્દની મૂળ ઉત્પત્તિ- વ્યુત્પત્તિ
  • તડકાની પડખે ઊભા રહેવું- પડતપવું
  • શસ્ત્રથી સજ્જ થયેલા- શાસ્ત્ર સજ્જિત
  • કોઈ કાર્યનું વિગતે વર્ણન- અહેવાલ
  • બીજા કશા પર આધાર રાખનારું- સાપેક્ષ
  • ખાંડીને તેયાર કરેલો ખાધપદાર્થ- ફરૂટો
  • કુંડાળામાં જોરથી વાતો પવન- વંટોળ
  • ઘાટ આપનાર- ઘડવેયા
  • શારીરિક રીતે કે ઈન્દ્રિયોથી અશક્ત- પાંગળું
  • યાત્રાનું સ્થાન- તીર્થ
  • શત્રુની છૂપી રીતે બાતમી જાણી લાવનાર- જાસૂસ
  • વારસા વિશેનું લખાણ- વસિયતનામું
  • અડધા ચંદ્ર જેવી આકૃતિ- અધંચંદ્રાકૃતિ
  • ઢોર ઉછેર કરતી જાતિનો માણસ- માલધારી
  • ખડક તોડવા કે શત્રુનો નાશ કરવા ભૂર્ગભમાં ગોઠવાતી દારુગોળાની રચના- સુરંગ
  • બધા પાસાં તપાસીને ક્યાસ કાઢવાની, ગુણદોષ તારવવાની ક્રિયા- સમાલોચના
  • સહુની સરખી માલિકીની- મજિયારી
  • વજના પ્રહાર જેવો પ્રચંડ આઘાત- વજાઘાત
  • બ્રાહ્મણોને માટે તેયાર કરેલું, બ્રાહ્મણોને કરાવવા માટેનું ભોજન- બ્રહ્મભોજન
  • સમાધાન શક્ય ન હોય તેવી ગૂંચ- મડાગાંઠ
  • શાહી રાખવાનું સાધન- ખડિયો
  • વ્યાજ વટાવનો ધીરધારનો ધંધો કરનાર- નાણાવટી, શરાફ, શાહુકાર
  • પોતાની જાત પર આધાર રાખનારું- આપકમી
  • ગાયોના ચાલવાથી ઉડતી ધૂળ- ગોરજ
  • ખેતરમાં તેયાર પાક ખાઈ ન જાય એ માટે પંખીઓ અથવા વાંદરાઓને બિવડાવવા ઘાસ લાકડીઓથી ઊભો કરેલો માણસ જેવો આકાર- ચાડિયો
  • પાણી ભરવાનું ચામડાનું સાધન- મશક
  • જેનો કશો આધાર ન હોય તે- નિરાધાર
  • અડવાથી તૂટી જાય એવું- બરડ
  • સાંભળી ન શકનાર બધિર
  • રાત કે દિવસના ત્રણ કલાકનો સમૂહ- પ્રહર
  • ધનુષ્યની દોરીનો અવાજ- ટંકાર
  • જેનો કોઈ શત્રુ નથી તેવું- અજાત શત્રુ
  • જમવા આવવાનું નિમંત્રણ- નોતરું
  • ખૂબ સંકુચિત દષ્ટિવાળી વ્યક્તિ- કૂપમંડૂક
  • રેલના પાટા નીચે ગોઠવાતો પાટડો- સલેપાટ
  • ભાંગીતૂટી ઈમારત- ખંડેર
  • પથ્થરમાંથી કોતરેલું ગાયનું મુખ, જેમાંથી પાણીનું વહેણ કાઢવામાં આવતું હોય- ગૌમુખ
  • તત્ત્વને જાણનાર વ્યક્તિ- તત્ત્વજ્ઞાની
  • પાણી ઉપર તરતો વાંસ કે લાકડાનો વિશાળ પટ- તરાપો
  • પૃથ્વી પર ફરનાર- ભૂચર
  • લાકડાના નાના નાના ટુકડા- કરગઠિયાં
  • પૂવે જન્મેલા વડીલ કે બાપદાદા- પૂર્વજ
  • રુદ્રાક્ષના મોટા મણકાની માળા- બેરખો
  • દીર્ઘ આયુષ્યવાળું- ચિરાયુ
  • સરના ખિતાબનું પ્રમાણપત્ર- ખિતાબખત
  • નવાઈ લાગે તેવું- અદ્ભુત
  • સાપના વશીકરણનો મંત્ર જાણનાર- ગારુડી
  • ખાધેલું મોમાં લાવી ફરીથી ચાવવું તે- વાગોળવું
  • પાણીમાં ધોળેલું અફીણ- કસુંબો
  • દાતરડાં જેવું ફળું બેસાડેલો લાંબો વાંસ- વાંસી
  • આપબળથી આગળ વધનાર- આપકમીં
  • અમીને વખતે- તાકડે
  • ગાયનો દીકરો- સૂરભિસુત
  • અર્થ વગરનું- નિરર્થક
  • સ્ત્રી કે પત્ની ના પિતાનું ઘર- પિયર
  • સ્વાર્થમાટે કરેલાં હદ બહારનાં વખાણ- ખુશામત
  • સંદેશો પહોંચાડનાર સેવક- દૂત
  • મડદું દાટવાનો ખાડો- કબર અથવા ઘોર
  • પુસ્તકમાંથી મેળવેલું જ્ઞાન- પુસ્તકિયું.
  • ઠંડીથી બચવા તડકામાં ઊભા રહેવું- પડતપવું
  • વૃદ્ધ સ્ત્રીઓએ લાંબા અનુભવથી નક્કી કરેલ નીતિ તિયમો- ડોશીશાસ્ત્ર
  • અદ્ભુત વસ્તુઓનું સંગ્રહસ્થાન- અજાયબઘર
  • ઘોડાને બાંધવાની જગ્યા- ઘોડાર અથવા તબેલો
  • સોનાચાંદી પર રંગીન કારીગરીકામ- મીનાકારી
  • તેલીબિયાંમાંથી તેલ કાઢવાનું યંત્ર- ઘાણી
  • ખાઉધરાની પેઠે વર્તવું તે- અકરાંતિયાવેડા
  • પતિને સ્વાધીન રાખનારી સ્ત્રી- સ્વાધીનપતિકા
  • પ્રયત્નથી મેળવી શકાય તેવું- પ્રયત્નસાધ્ય
  • ચર્ચાવિચારણાને અંતે મેળવેલો નિર્ણય- સિદ્ધાંત
  • યાત્રાનું સ્થાન- તીર્થ અથવા યાત્રાધામ
  • અમુક નક્કી વજનનું તોલવાનું સાધન- કાટલું
  • સ્ત્રીઓને પગમાં પહેરવાનું ઘરેણું- ઝરમર
  • મહી અને સાબર એ બે નદીઓ વચ્ચેનો પ્રદેશ- ચરોતર
  • ચડતા લોહીનું- નવલોહિયું
  • દસવર્ષનો સમયગાળો દાયકો- દસકો અથવા દશાબ્દી
  • એક જ વગમાં સાથે ભણનાર- સહાધ્યાયી અથવા સહપાઠી
  • પશ્ચિમ દિશા તરફ મુખવાળું- પશ્ચિમાભિમુખ
  • 50 વર્ષે ઉજવવાની જયંતી- સુવર્ણજયંતી
  • લગ્નપ્રસંગે વરકન્યાને શરીરે ચોળવાનું પીળા રંગનું- સુગંધી મિશ્રણ પીઠી
  • ભરવાડોએ જંગલમાં બાંધેલા ઝૂંપડાનું ગામ- તેસ
  • લેખકે લખેલી પોતાની જીવનકથા- આત્મકથા
  • જેને જોઈ કે સમજી ન શકાય તેવું- અગોચર
  • પૂવ દિશા તરફ મુખવાળું- પૂર્વાભિમુખ
  • બે બળદ વડે ખેંચાતું ગાડું- ડમણિયું
  • ચારે દિશાઓમાં મેળવેલ વિજય- દિગ્વિજય
  • ઈંડામાંથી ઉત્પન્ઞ થનારું- અંડજ
  • દિવસનો મધ્ય ભાગ- મધ્યાન
  • ઘરડું ન થાય તેવું- અજર
  • જુદા પડવું તે- વિજોગ
  • કશુંક પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા- લગન
  • જાહેરમાં કિમત બોલાવરાવી વધારેમાં વધારે કિંમતે વસ્તુ વેચવી તે- હરાજી અથવા લિલામ
  • મળવું મુશ્કેલ હોય તેવું- દુર્લભ
  • સૌભાગ્યની નિશાનીરૂપે સ્ત્રીએ ગળામાં પહેરવાનું ઘરેણું- મંગળસૂત્ર
  • ઢોરને ધોવું કે નવડાવવું- ધમારવું
  • વહાણનો દોરનાર, વાહણમાંના માલનો હિસાબ રાખનાર- માલમ
  • જેની પત્ની મરણ પામી છે તેવો પુરુષ- વિધુર
  • હેયું ફાટી જાય એવું- હૈયાફાટ
  • બધું જાણનાર- સર્વજ્ઞ
  • નાણાં લઈને ગ્રાહકોને જમાડવા માટેનું ભોજનાલય- વીશી
  • પાણી વગરની રેતાળ જગ્યા- મુરુભૂમિ, રણ
  • જેનો પતિ મૃત્યુ પામ્યો હોય તેવી સ્ત્રી- વિધવા
  • જાતે રાંધીને ખાવું તે- સ્વયંપાકી
  • દ્વારનો રક્ષક- દ્વારપાળ
  • ખૂણે ખાંચરે ખૂબ ખોળાખોળ કરવી- ખાંખાખોળા
  • ખાસ માનીતો મુખ્ય શિષ્ય- પટ્ટશિષ્ય
  • જેનો કોઈ આધાર ન હોય તેનો આધાર- અશરણશણ
  • બુઝાતાં પહેલાં વધારે પ્રજ્વલ્લિત થઈને ઝબકતી જવાળા- ઝબકજ્યોત
  • જૈન ધર્મના પ્રવર્તક- તીર્થકર
  • અમૃત જેવી મીઠી નજર- અમીદષ્ટિ
  • ધન કે માલમતાનો સંગ્રહ કરવા તે- પરિગ્રહ
  • આરંભથી અંત સુધી- અથેતિ
  • અંતરની વૃત્તિ કે ભાવ- અંતરભાંવ
  • સાંજના સમયે નીકળતું સરઘસ- સાયંફેરી
  • હતાશાને કારણે ઢીલું થયેલું- વીલું
  • વેપારીનું કાર્યાલય- પેઢી
  • કોઈપણ મંદિર કે તીર્થ સ્થાનની પ્રદક્ષિણા કરવી- પરિક્રમા
  • રેટના ઘડાઓની માફક ચાલતી હારમાળા- ઘટમાળ
  • નોકરીમાંથી નિવૃત્ત થયા પછી મળતી માસિક રકમ- પેન્શન
  • ખૂબ જ પૂછપૂછ કરનાર- પડપૂછિયો
  • જીવન ચલાવવા માટેની કમાણી કે એ માટેનું સાધન- આજીવિકા
  • મુસ્લિમ વ્યવસ્થા મુજબ ખાટમાં શબ ગોઠવેલું હોય તે- મૈયત
  • પ્રવાહી કે અનાજ જેમાં મોઢું નાખીને એઠું ન કર્યું હોય એવું- અણબોટ
  • તરત જન્મેલા બાળકને ગોળ વગેરેનું પાણી કરી એ- પૂંભડા
  • જ્યોતિષના વ્યવસાયમાં મુહૂર્ત, રાશિ વગેરે જોવા માટે વાપરવામાં આવતી પોથી- ટીપણું, પંચાંગ
  • સ્ત્રી સંબંધી વાતચીત સાંભળીને રાજી રાજી થઈ જાયતેવા પુરુષ- પોમલો
  • કાગળ વેચનાર વેપારી- કાગદી
  • કોઈના પર કરાયેલ ઉપકારની લાગણી- કૃતજ્ઞતા
  • સામાન લઇ જનારું- વાહન, કેરિયર
  • આખા વર્ષના હિસાબનું તારણ- સરવેયું
  • આંખથી સાંભળનાર- ચક્ષુઃશ્રવા
  • વાવ, કૂવા, તળાવ, નદી, સરોવર વગેરે મીઠા પાણીનાં જળાશય- નવાણ
  • સંગીતના સાત સૂર- સપ્તક
  • પાણી જેવું પોચું- પાણીપોચું
  • જેનો નાશ થતો નથી તે- અવિનાશી
  • જેનું પ્રતિબિબ પડ્યું હોય તે- બિંબ
  • છાતીના રક્ષણ માટેનું કવચ- વક્ષસ્ત્રાણ
  • કર્મને પ્રેરણા આપતી ધજા- કર્મધજા
  • જ્યાં ઘણા રસ્તા મળતા હોય તેવું સ્થળ- નાકું
  • ખૂટે નહિ એવું- અણખૂટ
  • પંદર દિવસે પ્રગટ થતું પત્ર- પાક્ષિક
  • પાછળ આવનાર- અનુગામી
  • મુસલમાનોનો ધર્મ ગ્રંથ- કુરાન એ શરીફ
  • લાંબા થઈને આરામથી બેસી શકાય તેવી ખુરશી- આરામખુરશી
  • પદવી સુધીનું શિક્ષણ ધરાવતી વ્યક્તિ- સ્નાતક
  • રોગની પરખ- નિદાન
  • સત્યપાલનના આગ્રહ દ્વારા લડાતું અહિંસક યુદ્ધ- સત્યાગ્રહ
  • શસ્ત્રક્રિયા માટે દરદીને બેભાન કરવા વપરાતી એક દવા- કૂલૉરોફોર્મ
  • આયાસ કે પ્રયત્ન વિના- અનાયાસ
  • જેનું મન બીજી બાબતમાં કે બીજા સ્થળે લાગેલું છે તે- અન્યમનસ્ક
  • ત્રણ મહિનામાં એક વાર પ્રગટ થતું સામાયિક- ત્રેમાસિક
  • જમીન ઉપર થઈને જતો માર્ગ- ખુશકી
  • તાજેતરનું જન્મેલું- નવજાત
  • ઘેર ઘેર ભિક્ષા માંગવી તે- માધુકરી
  • અનાજ, ઘાસ વગેરેની તંગીનો સમય- દુકાળ
  • મોહમાયા પ્રત્યે ઉદાસીન- વિરક્તિ
  • એક સર્જકના સર્જન પરથી અન્ય સર્જન કરનાર- અનુસર્જક
  • જેના સ્પર્શથી લોઢાનું સોનામાં રૂપાંતર થવાનું મનાય છે તે મણિ- પારસમણિ
  • પૈસા લઈને ગ્રાહકોને જમાડવા માટેનું ભોજનાલય- વીશી, લોજ
  • જે વશમાં નથી તે- વિવશ
  • સૃષ્ટિનો સૌથી પ્રથમ જન્મેલો માનવી જે નામથી ઓળખાય છે તે- આદમ
  • પતિ સપત્નીને ત્યાં જતાં મનમાં બળતી સ્ત્રી- ખંડિતા
  • રથથી અલગ થયેલો યોદ્ધો- વિરથી
  • ઘી પીરસવા માટેનું વાસણ- વાઢી
  • શરીરનો સુડોળ, સુઘટ્ટ બાંધો- કાઠું
  • ઘોડાની પીઠ પર નાંખવાનો સામાન- પલાણ
  • કાંઈ અજુગતું થયા પછી એ વિશે થતો અફસોસ- પશ્ચાતાપ
  • ઈસ્લામ ધર્મ પ્રમાણે દિવસમાં પાંચ પાંચ વાર કરવામાં આવતી બંદગી- નમાજ
  • ખાળનું મેલું પાણી જેમાં ભેગું થાય તે ખાડો- ખાળકૂંડી
  • જ્યાં એક કરતાં વધારે નદીઓ ભેગી થતી હોય તે સ્થળ- સંગમસ્થાન
  • જાતે સેવા આપનાર- સ્વયંસેવક
  • જે પીપળા નીચે ભગવાન બુદ્ધને જ્ઞાનનો બોધ થયો હતો, તે વૃક્ષ- બોધિવૃક્ષ
  • બાળકો તરફનું વહાલ- વાત્સલ્ય
  • ચાર ઘડીનો સમય- ચોઘાડિયું
  • ભોજન કરવા બેસનારાઓની હાર- પંગત
  • ઉત્તમ પ્રકારની સ્ત્રી- પદમણી અથવા પશ્ચિની
  • સહેલાઈથી મેળવી શકાય તેવુ- સહજસાધ્ય અથવા સુલભ
  • કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સમારંભ- સ્વયંવર
  • દરરોજ નવાં નવાં રૂપ ધારણ કરનાર- બહુરૂપી
  • પાણીનો નાનો પ્રવાહ- વહેળો
  • શાંતિ માટેનું નિવાસસ્થાન- શાંતિ નિકેતન
  • પતંગને ચગાવવા માટે પદ્ધતિસર બાંધેલી દોરી- કિજ્ઞા
  • જેની પ્રતિષ્ઠા થયેલી છે તેવું- લબ્ધપ્રતિષ્ઠ
  • રૂઢિને ચુસ્તપણે વળગી રહેનાર- રૂઢિચુસ્ત
  • યંત્ર વગર, હાથથી ચાલતો ઉધોગ- હસ્તઉધોગ
  • કોઈપણ પક્ષમાં ન ભળેલું- અપક્ષ અથવા તટસ્થ
  • જેની પત્ની પરદેશ ગયેલી હોય તેવો પુરુષ- પ્રોષિતપત્નીક
  • બાળવાનાં લાકડાં- બળતણ
  • જેમાં મટકી અથવા વાસણ મૂકીને અદ્ધર લટકાવી શકાય એવું ગૂંથેલી ઝોળી જેવું સાધન- શીકું
  • જે રોગનો કોઈ ઈલાજ ન હોય એવું- અસાધ્ય
  • મસ્તક પર ડાળીવાળી સ્ત્રીનું શિલ્ત- શાલભંજિકા
  • વેદનાનો ચિત્કાર- આરતંનાદ
  • સવારનો નાસ્તો- શિરામણ
  • દેખાતા દેખાતા અર્થ થી અવળો અર્થ સુચવતી વાણી- અવળવાણી
  • પીવાને યોગ્ય- પેય
  • વ્રજમાં રહેનાર- વ્રજવાસી
  • માથે પહેરવાનું વસ્ત્ર- પાઘડી, શિરપાઘ
  • જીત સૂચવનારું ગીત- જયગીત
  • ખેતરમાં પાકની સિંચાઈ માટે બનાવેલી તીક- ઢાળિયો
  • રોગની ઓળખ- નિદાન
  • છોડની આસપાસ કરેલી નાની વાડ- વાડોલિયું
  • બજારમાં જઈને કરવામાં આવતી ખરીદી- હટાણું
  • બેચેની ભરેલી શાંતિ- સન્નાટો
  • વરસાદ લાવવા માટે ગવાતો રાગ- મલ્હાર રાગ
  • 60 વર્ષ પૂરા થયાની ખુશીમાં ઉજવાતો મહોત્સવ- હીરક મહોત્સવ
  • સૂકવેલું રાયણ- કોકડી
  • આકાશી નક્ષત્રો, ગ્રહો, સૂર્ય, ચંદ્રની સ્થિતિ પરથી ભવિષ્યની ઘટનાઓ વિશે અનુમાન કરનાર- જ્યોતિષ, જ્યોતિષિ
  • ધંધાદારી રીતે લખવાનું કામ કરનાર માણસ- લહિયો
  • જેનું શબ્દોમાં વર્ણન ન થઈ શકે એવું- અવર્ણીય
  • તુવેરની દાળની પૂરણ ભરેલી પોળી- પૂરણપોળી
  • જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રી- સધવા, સૌભાગ્યવતી
  • ગ્રહોની સ્થિતિ દર્શાવતી ખાનાવાળી આકૃતિ- કુંડળી
  • અમર લોકોનું નગર- અમરાપુરી
  • ખરાબ દશા- દુર્દશા
  • કંસબના ભરતવાળું- જરકસબી
  • ઢોર ચરાવનારો- ગોવાળિયો
  • સાથે જન્મેલું કે સ્વાભાવિક હોય છે તે- સહજ
  • માંકડા, રીછ વગેરેનો ખેલ કરનાર કલંદર- મદારી
  • કણસલા ગૂંદીને કે ઝૂડીને અનાજ કાઢવાની જગ્યા- ખળુ
  • આંખને છાવરી લેતુ પડ- પડળ
  • મર્યાદા વિનાનું- અમર્યાદ
  • સૂર્યનું કે ચંદ્રનું સંપૂર્ણ ગ્રહણ- ખગ્રાસગ્રહણ
  • પરિવર્તન કે ઊથલપાથલનો સમય- સંક્રાત્તિકાળ
  • એક બાજુએથી વાંકું ઢળતું- કોરવંકુ
  • અણીના વખતે- તાકડે
  • દાવો કરનાર- દાવેદાર
  • ચારે બાજુ પાણીની વચ્ચેની જમીન- બેટ
  • મકાનની આધારરૂપ થાંભલી- કુભી
  • લોટી જેવું નાની માટીનું વાસણ- કુલડી
  • જગતનું નિયંત્રણ કરનાર- જગાનિયંતા
  • ભોજન કરવા બેસનારાઓની હાર કે લાઈન- પંગત
  • વજ જેવો સખત આઘાત- વજાઘાત
  • પવન જેવા વેગથી દોડનાર- પવનવેગી
  • સલામતીની ખાતરી આપવી તે- અભયદાન
  • ઈસ્લામનો ઉપદેશ કરનાર- મોલવી
  • એકબીજામાં ભળી ગયેલ- ઓતપ્રોત
  • ઉત્તમ લોકની પ્રાપ્તિ- સદગતિ
  • પગ વડે કરવામાં આવતો પ્રહાર- પદાઘાત
  • ભગવાન વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ- પથ્થર શાલિગ્રામ
  • પોતાનો નાશ કરનારું- આત્મનાશક
  • કોઈ પ્રકારના બદલાની અપેક્ષા વગરનું- નિરપેક્ષ
  • લક્ષ્મીનો પતિ- લક્ષ્મીપતિ
  • લેણદેણ વગેરે સંબંધી લખાણ- દસ્તાવેજ
  • જુવાર કે બાજરીના સૂકા સાંઠા- રાંડા
  • વડે ટોવામાં આવે એ ક્રિયા- ગળથૂથી
  • સૂર્ય જેવું મુખ ધરાવનાર- સૂર્યમુખી
  • ભેદી ન શકાય તેવું મજબૂત- વજ્રસમાણું
  • પવન કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ- ઝંઝાવાત
  • સૂકા ઘાસની પૂળાની ગંજી- હોગલી અથવા ઓઘલી
  • સરકાર તરફથી ખેડૂતોને ધીરવામાં આવતાં નાણાં- તગાવી અથવા તકાવી
  • ભગવાન વિષ્ણુની ઉપાસના કરનાર- વેષ્ણવ
  • સિદ્ધ કરવાની વસ્તુ- સાધ્ય
  • ગુરુ પાસેથી વ્રત નિયમ કે મંત્ર લેવો તે- દીક્ષા
  • વાદળાંની જમાવટ- મેઘાડંબર
  • યાદગીરી રૂપે રચેલી ઈમારત- સ્મારક
  • સામાન્યથી વધારે જ્ઞાન, વધારે પડતું જ્ઞાન- અતિજ્ઞાન
  • ઈશ્વરના ગુણગાન ગાવાનો ઉત્સવ- કીર્તન, ઓચ્છવ
  • અધકચરા જ્ઞાનવાળું- અર્ધદગ્ધ
  • અમર કરે તેવો એક રસ- અમૃત
  • એક જ નામથી ઓળખાતો લોકસમૂહ- કોમ
  • જેનો પતિ પ્રવાસે ગયો છે તેવી સ્ત્રી- પ્રોષિતભતૃંકા
  • તાજેતરમાં જન્મ લેનાર- નવજાત
  • વાંકું બોલનારી, કટાક્ષ કરનારી સ્ત્રી- વાંકાબોલી અથવા વક્રબોલી
  • પતંગની કાચ પાયેલી દોરી- માંજો
  • કોઈને પહોંચાડવા માટે સોપાયેલી વસ્તુ- સંપેતરું
  • ર૪ મિનિટનો સમય- ઘડી
  • પ્રયત્ન કર્યા વિના- અનાયાસ
  • એક જ સમયમાં થઈ ગયેલા- સમકાલીન
  • છપાઈને બહાર પડતું- મુદ્રિત
  • ખેતર કે ગામની હદ- સીમ
  • વહાણના ઉપલા ભાગમાં આવેલો અગાસી જેવો ભાગ- તૂતક
  • ઘાસ વગેરે વાઢવા કાપવા માટેનું ઓજાર- દાતરડું
  • અવાજ વગરનું- નિરવ
  • જેનો નાશ ન થાય તેવું- અવિનાશી
  • યુદ્ધે ચડેલી વીરાંગના- રણચંડી
  • વિશિષ્ટ કામગીરી કરનારને આપવામાં આવતો રાષ્ટ્રીય ઈલકાબ- પદ્મશ્રી
  • અંતરની વૃત્તિ કે ભાવ- અંતભાંવ
  • વહાણનો પાણીની સપાટીથી નીચે રહેતો ભોયરા જેવો ભાગ- ભંડક
  • લખવા માટેનું લાકડાનું બનેલું સાધન- કલમ
  • જેનું ચિત્ત અન્ય વિચારોમાં રોકાયેલું હોય તે- અન્યમનસ્ક
  • સાંબેલા જેવી ધારે વરસતો વરસાદ- સાંબેલાધાર
  • જવાબદારીના ભાન વિનાનું- બેજવાબદાર અથવા ગેરજિમ્મેદાર
  • છૂટું ફેંકવાનું હથિયાર- અસ્ત્ર
  • ઉપકાર કે ગરજને લીધે પરાધીન- ઓશિયાળું
  • આપબળે વિકાસ સાધનાર- આપક્મી
  • દાતાનું નામ કોતરાવેલો દીવાલમાં જડવામાં આવતો પથ્થર- તકતી
  • દરવાજાવાળો મહોલ્લો- પોળ
  • બધાથી આગળ રહેનાર- અગ્રેસર
  • ચોરાશી લાખ જન્મના ફેરા- લખચોરાશી
  • હથિયાર તરીકે ફૂલનો ઉપયોગ કરનાર કામદેવ- પુષ્પધન્વા
  • પૂરતા ઉજાસને અભાવે ઝાંખું ઝાંખું જોઈ શકાય તે સૂર્યોદય પહેલાનો સમય- ભડભાખરું
  • નાકથી બોલાતો ધ્વનિ- અનુનાસિક
  • જૂની પ્રાણાલિકાનું આચરણ તેમજ સમથન કરનાર- રૂઢિચુસ્ત
  • હાથીને હાંકનાર- મહાવત
  • પહાડમાં આવેલી પોલી બખોલ જેવી જગ્યા- કુહર કે ગુફા
  • ભૂખ્યાં, ગરીબ અથવા યાચકોને સહાય વગેરે આપવું તે- સદાવ્રત
  • સાર નરસું ગ્રહણ કરવાની શક્તિ- વિવેક, સૂઝ
  • નિશ્ચિત વયે નોકરીની સમયમયાંદા પૂરી થતાં ફરજમાંથી મુક્ત કરાયેલું- નિવૃત્ત
  • ઈલકાબતનું પ્રમાણપત્ર- ઈલકાબખત
  • સૂકું ઘાસ સંકોરવા માટે વપરાતું ઓજાર- પંજેઠી
  • જીણ થયેલાને સમરાવવું તે- જીર્ણોદ્ધાર
  • કામકાજનાં કાગળિયાં, ચોપડા કે જગ્યા વગેરે- દફતર
  • સ્નેહ કે લાગણી થી ભીજાયેલું- સ્નેહભીનું
  • પતિએ ત્યજી દીધેલી સ્ત્રી- ત્યક્તા
  • બાળક તરફનું વહાલ- વાત્સલ્ય
  • તેજસ્વી પુરુષ- નરરત્ન
  • કરેલા ઉપકારને ભૂલી જનાર- કૃતઘ્ની
  • ધાર કાઢવા માટેનું યંત્ર- સરાણ
  • બેથી વધારે આંટાવાળી, વાળાની વીટી- વેઢ
  • કાચી કેરીનાં લાંબા ચીરીયાં- કપૂરિયાં
  • પ્રાંતનો વડો- સૂબો
  • જીદ્દી વલણ વાળું- તંતીલું અથવા હઠાગ્રહી
  • પૃથ્વીની ઉપરની સપાટી- ધરાતલ
  • રાગના મુખ્ય સ્વરનો વિસ્તાર કરી, એ રાગના બીજા શુદ્ધ સ્વર મેળવી, રાગનું ચોખ્ખું સ્વરૂપ બતાવવાની ક્રિયા- આલાપ
  • ઢોરને ખાવા માટે એની આગળ મૂકેલો ચારો- નીરણ
  • દેવો અને દાનવોએ સમુદ્રમંથન વખતે જેનો રવેયો બનાવ્યો તે પર્વત- મેરુ
  • મનમાં વિચારોનું મંથન ચાલવાની ક્રિયા- ગડમથલ અથવા મંથન
  • કોઈ પણ કામના વગરનું- નિષ્કામ
  • જેની પત્ની હયાત હોય તેવો પુરુષ- સધુર
  • કુટુંબ કે વતનનો ત્યાગ કરવો એ- હિજરત
  • વરકન્યા પરણવા બેસે છે તે મંડપ- ચોરી
  • વેરાગી બાવો- અવધૂત
  • ઢોરે ખાધા પછી વધેલું અને પગમાં રોળાયેલું ઘાસ અને પૂળાનું નીરણ- ઓગાઠ
  • અંગૂઠા પાસેની આંગળી- તર્જની
  • જીવ પર આવી ગયેલું- મરણિયું
  • અતિથિને માન સાથે લાવવા સમૂહમાં વાજતે ગાજતે સામું જવું તે- સામેયું
  • પૂરા વિચારને અંતે પ્રગટેલું- પુછ અથવા પાકટ
  • તાવ માપવાનું સાધન- થમોંમીટર
  • ખરાબ કે ખોટું કામ- કુકર્મ
  • જન્મ મરણમાંથી મુક્તિ- નિર્વાણ, મોક્ષ
  • સૂર્ય ઊગે તેમ ખીલીને બરાબર એની સામે રહેતો આવે એવાં ફૂલોનો છોડ- સૂર્યમુખી
  • અડધી જાગ્રત હોય તેવી અવસ્થા- તંદ્રા
  • ચર અને અચર વસ્તુ- ચરાચર
  • આશરે વીસ કિલો- મણ
  • ગામને પાદર ભરવાડોનું ઘેટાં-બકરાં રાખવાનું ઠેકાણું- ઝોકડુલ
  • રંગભૂમિનો પડદો કે પાછળનો ભાગ- નેપથ્ય
  • નહી જીતાયેલુ- અજીત
  • ચેતન અને જડ- ચરાચર
  • ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું- ફૂબો
  • ઝાડ અને વેલાનાં પાંદડાથી થયેલી ઘટા- કુજ
  • ગાડા ભાડે ફેરવનાર- અધવાયો
  • 60 વષ પૂરા થયાની ખુશાલીમાં કરવામાં આવતો મહોત્સવ- હીરક મહોત્સવ
  • નિત નવાં નવાં રૂપ ધારણ કરનાર- બહુરૂપી
  • ઢોરને ગળે બાંધવા માટેનું દોરડું- અછોડો
  • જડમૂળથી ઊખેડી નાંખનાર- ઉચ્છેદક
  • ગામમાં સહુને બેસવાની જાહેર જગ્યા- ચોરો
  • વર્ણવી ન શકાય એવું- અવણનીય
  • ફિકર ચિંતા વગરનો માણસ- નફકરો અથવા નિશ્ચિત
  • માટીમાંથી બનાવેલું વાટકા જેવું વાસણ- ઢોબલું
  • જેનું નામ લેવું પવિત્ર છે તેવું- પુણ્યશ્લોક
  • સિંહની આકૃતિવાળું આસન- સિંહાસન
  • ઈસ્લામ ધમ પ્રમાણે દિવસમાં પાંચ વાર કરવામાં આવતી પ્રાર્થના- નમાજ
  • સ્વગંનું કાલ્પનિક વૃક્ષ, જેની નીચે બેસનાર સંકલ્પ પ્રમાણે વસ્તુ મેળવી શકે- કલ્પવૃક્ષ
  • વરકન્યા પરણવા બેસે તે મંડપ- ચોરી અથવા માંહ્યરું
  • એક જ વાત વારંવાર કહ્યા કરવી તે- પિષ્ટપેષણ
  • કાંકરીવાળી જાડી રેતી- વેકરો
  • તોપમાં ભરેલા દારુને સળગાવવા માટેનો કાકડો- જામગરી
  • નોકરીમાંથી છૂટા થવાની અથવા કોઈપણ બાબતમાં રાજીખુશીથી હટી જવાનું દર્શાવતું લખાણ- રાજીનામું
  • જેનાં લગ્ન નથી થયાં કે સગાઈ પણ ન થઈ હોય તેવો પુરુષ કે સ્ત્રી- વાંઢું, વાંઢો, વાંઢી
  • હૃદયને ભેદી નાખે તેવું- હૃદયભેદી
  • જ્યાં જન્મ થયો હોય તે સ્થળ કે દેશ- જન્મભૂમિ, માતૃભૂમિ
  • દશ વર્ષનો ગાળો- દાયકો, શતાબ્દી
  • મુસાફરીમાં સાથે લીધેલા ખાધ પદાર્થો- ભાતું અથવા ભાથું
  • કપાયેલા હાથવાળું- ઠુંઠુ
  • પગથી માથા સુધીનું- આપાદમસ્તક
  • અંતરમાં રહેલું જાણનાર- અંતયાંમી
  • પાછળ થી જન્મેલ- અનુજ
  • ભૂરી કીકીવાળું- માંજરુ
  • દિશાઓરૂપી વસ્ત્રવાળું- દિગંબર
  • અસ્ખલિત વહેતી વાણી- વાગ્ધારા
  • પૂર્વે જન્મેલા વડીલ- પૂર્વજ
  • સાંજનું ભોજન- વાળુ
  • વારંવાર જન્મ લેવામાંથી છૂટકારો- મુક્તિ
  • વર તરફથી કન્યાને ચઢાવાતા અલંકાર- પલ્લું
  • ઝાડોની લાંબી હાર કે જંગલનો લાંબો પ્રદેશ- વનરાઈ, વનરાજિ
  • ઉદાર સ્વભાવ રાખવો તે અકબર- દિલી
  • તેલી રંગોથી દોરવામાં આવેલું ચિત્ર- તેલચિત્ર
  • સારી રીતે ઘડાયેલ- સુઘડ
  • કાતરિયા જેવું હથિયાર, જે ફેંકાયા પછી ફેકનાર પાસે પાછું આવે છે- પ્રત્યાવર્તનશસ્ત્ર, બૂમરેંગ
  • પુત્રની પોત્રી- પ્રપોત્રી
  • વૃદ્ધ છતાં મજબૂત બાંધાનું- ખખડધજ
  • નવાઈ ઉપજે એવુ- અજબ
  • ન્યાયાધીશને બેસવાનું સ્થાન- ન્યાયાસન
  • અમૃત સમાન વચનો- વચનામૃત
  • અનાજ ઝાટકવાનું સાધન- સૃપડું
  • કોઈ એક ધર્મનો ફાંટો અથવા પંથ- સંપ્રદાય
  • નરરૂપે અવતરેલા ઈશ્વર- નરહરિ
  • સમય પૂરો થયા અગાઉ વચગાળામાં આવતી ચૂંટણી- મધ્યસત્ર ચૂંટણી
  • આધાર વગરની વાત- ઉટંગ
  • બાળકોને પ્રારંભિક શિક્ષણ આપવા માટેની પોથી- બાળપોથી
  • દાબી શકાય નહી એવું- અદમ્ય
  • છીછરો ક્યારો- ખામણું
  • ઈચ્છા કે ઝંખના કે સ્પૃહા કરવાયોગ્ય- સ્પૃહણીય
  • શ્યામ એવો વાન- શ્યામવર્ણ
  • કાગળ ઊડી ન જાય એ માટે તેના ઉપર રાખવાનું સાધન- કાગળ દાબણિયું
  • દુષ્કાળ કે કુદરતી આફત વખતે મદદ કરવા શરૂ થયેલાં કામ- રાહતકાર્ય
  • કોઈ આકૃતિ ઢાળવાનું ચોકઠું- બિબું
  • જાતે બનાવેલું- સ્વનિમિંત
  • માથે બાંધવાનો છોગાવાળો સાફો- શિરોપેચ
  • કસ્તૂરી, કેસર, ચંદન અને સોનાના વરખને પીસી કે ઘૂંટીને તેયાર કરેલો લેપ- પક્ષકદમ
  • પાણી જવાનો થોડા ઊંડાણવાળો માર્ગ- નાળું
  • આગળ જણાવેલું- મજકુર
  • તેલીબિયાં પીલવાનું સાધન- ઘાણી
  • હાથીને કાબૂમાં રાખવા માટે વપરાતું લોઢાનું સાધન- અંકુશ
  • જેની તુલના ન થઈ શકે તેવું- અતુલનીય
  • જરીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ- કિનખાબ

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)