Type Here to Get Search Results !

D-SAG, GUJARAT - કૃષિ વૈવિધ્યકરણ યોજના

Prakashkumar Gamit 0

 

 “કૃષિ વૈવિધ્યકરણ યોજના”




        ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત(ડી-સેગ)ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્રારા આદિજાતિ જિલ્લાનાં આદિજાતિ ખેડૂત લાભાર્થી માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા આદિજાતિ લાભાર્થીઓને અમલીકરણ એજન્સી દ્વારા સુધારેલ બિયારણ, ખાતર  મળવાપાત્ર રહેશે. જે આદિજાતિ ખેડૂતો આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય તેઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.


ફોર્મ શરૂ થયાની તા: ૦૩/૦૫/૨૦૨૩  

છેલ્લી તા: ૨૩/૦૫/૨૦૨૩




:: જરૂરી દસ્તાવેજ ::  

૧. અરજદારનો ફોટો

૨. આધારકાર્ડ

૩. રેશનકાર્ડ

૪. જાતિનું પ્રમાણપત્ર

૫. ૭/૧૨૮-અ ની નકલ

૬. બીપીએલનો દાખલા

૭. બેન્કખાતાની પાસબુક


:: લાભાર્થીની પાત્રતા ::

૧. આ યોજનાનો અમલ આદિવાસી જિલ્લાઓમાં શીડયુઅલ એરીયાપોકેટ અને ક્લસ્ટરમાં વસવાટ કરતાં આદિજાતિ ખેડૂતો માટે કરવનો રહેશે.

૨.૦ થી ૨૦ સ્કોર ધરાવતા આદિજાતિ ખેડૂત ખાતેદારો આ યોજનાનો લાભ મેળવી શકશે.

૩. PVTG (આદિમ જૂથ) હેઠળ જમીન ધરાવતાવિધવા બહેનો તથા દિવ્યાંગ આદિજાતિ ખેડૂત ખાતેદારને આ યોજનામાં પ્રાથમિકતા આપવાની રહેશે.

૪. વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ હેઠળ ફાળવેલ આદિજાતિ લાભાર્થીઓ જે ૦ થી ૨૦ બી.પી.એલ. સ્કોર ધરાવતા હોય તેમને આ યોજના હેઠળ લાભ મળી શકશે.

૫. જે આદિજાતિ લાભાર્થી ૦ થી ૨૦ સ્કોર ધરાવતા હોય તેવા એક કુટુંબના એક જ સભ્યને લાભ મળશે.


:: અરજદાર માટેની સુચના ::

૧. અરજી કરવાની છેલ્લી તારીખ પછી અરજી સ્વીકારવામાં આવશે નહિ.

૨. યોજના હેઠળ માત્ર ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે. કોઇ પણ કચેરીએથી અરજી ફોર્મ વિતરણ કરવામાં આવનાર નથી.

૩. અરજી માટેના આધાર પુરાવામાં પાસપોર્ટ સાઈઝ ફોટોબીપીએલ ૦-૨૦ સ્કોરનો દાખલોઅનુસૂચિત જનજાતિનો દાખલોજમીનના પુરાવા તરીકે ૭/૧૨ તથા ૮/અ ની નકલFRA Act મુજબ જમીનના પુરાવા (હુકમો સનદ) નકલ (FRA લાભાર્થી માટે )આધાર કાર્ડરેશનકાર્ડબેન્ક પાસબુકવિધવા માટે પતિના મરણનો દાખલોદિવ્યાંગ લાભાર્થી માટે તબીબી પ્રમાણપત્ર. 


વધુ માહિતી અને વેબસાઇટ માટે => અહીં ક્લિક કરો

ફોર્મ ભરવા માટે અહીં => ક્લિક કરો


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.