ગુજરાતી સાહિત્ય - પંક્તિઓ

0

 

ગુજરાતી પંક્તિઓ



 

v હું માનવી માનવ થાઉ તો ઘણું. - સુંદરમ્‌

v ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલામાલ;

આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. - મકરંદ દવે

v યા હોમ કરીને પડો, ફતેહ છે આગે. - કવિનર્મદ

v ઝીણા ઝરમર વરસે મેહ, ભીંજે મારે ચુંદલડી જેને હૈયે ન વસી હોય એવી

ગુજરાતણ ભાગ્યે જ શોધી જડશે. –કવિ ન્હાનાલાલ

v અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં; સર કરીશું

' આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં.

- કવિ શેખાદમ આબુવાલા

v નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડીછે. - ઝવેરચંદ મેઘાણી

v વ્યક્તિ મટી બનું હું વિશ્વમાનવી. - ઉમાશંકર જોશી

v મને એ જોઈને હસવું હજારો વાર આવે છે,

પ્રભુ ! તારા બનાવેલા તને આજે બનાવે છે. - ગઝલસપ્રાટ શયદા

v સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામવા માટે સુંદર બનવું પડે. - કલાપી

v ભાષાને શું વળગે ભૂર, રણમાં જે જીતે તે શૂર, -અખો

v સિંહને શસ્ત્ર શાં ! અને વીરને મૃત્યુ શાં ! -કવિન્હાનાલાલ,

v મારા નયણાંની આળસ રે ન નીરખ્યા હરિને જરી,

v એક મટકુ ન માંડ્યું રે, ન ઠરિયા ઝાંખી કરી. - કવિ ન્હાનાલાલ

v ત્રણ વાનાં મુજને મળ્યાં, હૈયું મસ્તક હાથ;

બહુ આપી'દીધું નાથ, જા , ચોથું નથી માંગવું. - ઉમાશંકર જોશી

v હતો હું સૂતો પારણે પુત્ર નાનો

રડું છેક તો રાખતું કોણ છાનો ?

મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું.

મા હેતવાળી દયાળી જ મા તું. - દલપતરામ

v છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ ! સાગર પીનારા અંજલિ નવ ઢોળજો. બાપુ ! - ઝવેરચંદ મેઘાણી

v ઓ હિન્દ ! દેવભૂમિ સંતાન સૌ તમારા, મી

કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારા. –ક્રવિ કાન્ત

v જીવન અંજલિ થાજો ! મારું જીવન અંજલિ થાજો,

ભૂખ્યા કાજે ભોજન બનજો. તરસ્યાનું જળ થાજો. - કરસનદાસ માણેક

v રે પંખીડા ! સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો,

શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો. - કવિ કલાપી *

v રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ

આપણે ચિક્ટીના ચાકર છૈયે. ! - મીરાંબાઈ_

v આવે છે મને યાદ દિવસરાત ખુદાની,

લાગે છે હવે જિંદગી સોગાત ખુદાની.

માનવ તો અહીં આવશે એવા જતા રહેશે,

રહેવાની છે દુનિયામાં ફક્ત જાત ખુદાની. -બરકત વીરાણી બેફામ'

v રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,

થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના ?

નિજ મસ્ત થઈ જીવન આ પુરું કરી જવાના,

બિન્દુ મહીં ડૂબીને સિન્ધુ તરી જવાના. - અમૃત ઘાયલ :

v જનનીની જોડ સખિ ! નહિ જડે રે લોલ ! -કવિબોટાદકર _

v તુજ મહેફિલમાં સૌને નોતરજે જમજે અશ્ચુનો થાળ એકલો. -કવિ કલાપી

v જ્યાં સુધી માતૃભાષા (ગુજરાતી)ને હું ઉચ્ચ સ્થાન પર નહીં મૂકું ત્યાં સુધી હું પાઘડી નહીં બાંધું. – કવિપ્રેમાનંદ

v જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ! - કવિ ખબરદાર

v જય જય ગરવી ગુજરાત

           જય જ્ય ગરવી ગુજરાત

           દીપે અરુણું પ્રભાત , - કવિનર્મદ

v ગુણવંતી ગુજરાત, અમારી ગુણવંતી ગુજરાત નમીએ નમીએ માત, અમારી ગુણવંતી ગુજરાત. – કવિ ખબરદાર

v ધન્હો ! ધન્ય જ પુણ્ય પ્રદેશ

અમારો ગુણિયલ ગુર્જર-દેશ – કવિ નાનાલાલ

v હા ! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,

પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. - કવિ કલાપી

v મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે - કવિ ઉમાશંકર જોશી

v ભરત ભૂમિની ગુણવંતી લઘુ પુણ્યવતી રસભૂમિ સત્યાગ્રહની કર્મભૂમિતું, ઝઝૃમીએ જહાં ઘૂમી જય ગાન ગજવના માન ! તુજને વંદન જય ગુજરાત - બચુભાઈ રાવત

v હણો ના પાપીને દ્રિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે, અડગ દિલના ગુપ્ત બળથી. - સુંદરમ્‌

v મંગલ મંદિર ખોલો ! દયામય મંગલ મંદિર ખોલો ! - નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા

v ચાલિયો વાટમાં, જ્ઞાનના ઘાટમાં, મિત્ર મોહન તણું નામ લેતો; ધન્યએ નામ અવતાર સફળ કર્યો, કૃષ્ણ કૃષ્ણ મુખ એમ કહેતો. - નરસિંહ મહેતા

v કબૂતરોનું ઘુઘુધુ, ચકલા-ઉદર ચૂં ચૂં ચૂં

આ માનવબોલેહું હું હું - મીન પ્યાસી

v બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું

નિખાલસ પ્રેમથી પારો જગત, તો ઝેર પી જાશું. - ગની દહીંવાલા

v હેજી તારા આંગણિયે કોઈ આવે તો એને આવકારો મીઠો આપજે રે !

          - દુલા કાગ

v જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરે ત્યાં આપની;

આંસુ મહીંએ આંખથી યાદી ઝરે છે આપની ! - કવિ કલાપી

PDF માટે અહીં ક્લિક કરો

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)