Type Here to Get Search Results !

SAT: ખેલ અભિરૂચિ કસોટી : 2023

Prakashkumar Gamit 0

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧, ગાંધીનગર

ખેલ અભિરૂચિ કસોટી - ૨૦૨૩

“Sports Aptitude Test - 2023"



        રાજ્યની પ્રાથમિક, "માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ યોગ્ય રીત્તે થઈ શકે તથા-યોગ, શારીરિક શિક્ષણ, તથા રમત ગમતમાં રસ રૂચી વધે તથા ભવિષ્યમાં યોજાનાર રાષ્ટ્રીય ખેલકૂદ સ્પર્ધાઓમાં ગુજરાતનાં વિદ્યાર્થીઓ વધુમાં વધુ સંખ્યામાં પ્રતિનિધિત્વ કરી નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી શકે તે માટે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ  કરતા વિદ્યાર્થીઓને રમત. ગમત અને ખેલકૂદ માટે તૈયાર કરવા ઉચ્ચક માનદવેતનથી કરાર આધારિત ખેલ સહાયક યોજના શિક્ષણ વિભાગનાં ઠરાવ ક્રમાંક:પીઆરઈ-૧૧૨૦૨૩-પ્રાશિનિ-૨૮-ક (પાર્ટ), તા:૧૦/૦૭/૨૦૨૩ થી અમલંમાં મુકવાનું ઠરાવવામાં આવેલ 'છે. આ ઠરાવ અંતર્ગત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખેલ સહાયકની નિમણુક મેળવવા માટેની જરૂરી લાયકાત મેળવવા માટે આવશ્યક ખેલ અભિરૂચિ કસોટી – 2023” યોજવા અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે. આ ઠરાવના અનુસંધાને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયત લાથકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન ફોર્મ ભરી શકશે.

  • શૈક્ષણિક લાયકાત 

❇️ માન્ય યુનિવર્સીટીનાં કોઈ પણ વિદ્યાશાખાનાં સ્નાતક અને C.P.Ed./ D.P.Ed./ B.P.Ed

અથવા 

❇️ B.A. in Yoga અથવા B.Sc. in Yoga  અથવા  B.P.E  


  • વય મર્યાદા:

❇️ ૩પ.વર્ષ થી વધુ ન હોવી જોઈએ 


"ખેલ અભિરૂચિ કસોટી – 2023" નો કાર્યક્રમ 

1. જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ : ૧૩/૦૭/૨૦૨૩

2. ઉમેદવારો રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઇન 

    ભરવાનો સમયગાળો : ૧૯/૦૭/૨૦૨૩ થી ૦૪/૦૮/૨૦૨૩

3. નેટ-બેંકિંગ મારફત ફ્રી સ્વીકારવાનો સમયગાળો : ૧૯/૦૭/૨૦૨૩ થી ૦૫/૦૮/૨૦૨૩,

4. પરીક્ષાની તારીખ : ૨૦/૦૮/૨૦૨૩

 

        આ પરીક્ષા સબંધિત અન્ય વિગતો જેવી કે પાત્રતા, 'પરીક્ષાનો અભ્યાસક્રમ, માળખું વગેરે માટે વેબસાઇટ પર જોઈ શકાશે. તેમજ પરીક્ષા "સંબંધિત સતત માહિતગાર થવા માટે ,આ વેબસાઇટ જૉતા રહેવાનું રહેશે.


જાહેરાત જોવા માટે ક્લિક કરો


❇️ વેબ સાઇટ અને વધુ માહિતી માટે : અહીં ક્લિક કરો

❇️ ઓનલાઇન ફોર્મ ભરવા માટે : ફોર્મ શરુ થયાની તારીખે 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.