GSSSB - 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

0

 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ


જગ્યાનું નામ :  તાંત્રિક સંવર્ગો સાંસોધન મદદનીશ અને આંકડા મદદનીશ વર્ગ-3

જાહેરાત ક્રમાંક : 226/202324

અરજી કરવાની શરૂઆત : 01-01-2024

અરજી કરવાની છેલ્લી તારીખ :16-01-2024

        ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ હેઠળના ખાતાના વડા નિયામક શ્રી આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર ની ગાંધીનગરની કચેરીઓ હસ્તક  વર્ગ : 3 ના  તાંત્રિક સંવર્ગો સાંસોધન મદદનીશ વર્ગ-3 ની 99 જગ્યાઓ તેમજ આંકડા મદદનીશ વર્ગ-3  ની 89 જગ્યાઓ માટે  સીધી ભરતી થી જગ્યાઓ ભરવા માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસે થી વેબ સાઈટ ઉપર ઓનલાઇન અરજી પત્રકો મંગાવવામાં આવે છે.



         ગૌણ સેવા ભરતી માટે અરજી કરતાં પહેલાં ઉમેદવારોએ ગૌણ સેવા પસંદગી મંડળ નું નોટીફીકેશન કાળજી પૂર્વક વાંચી  પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની વિગતો ઓનલાઈન ભરવાની રહેશે. ખોટી વિગત ભરવાને લીધે અરજી રદ ના થાય તે માટે વિગતો કાળજી પૂર્વક ભરવાની રહેશે. ઉમેદવારોએ પોતાની અરજી અને લાયકાત,જાતિ  વગેરના પ્રમાણપત્રો મંડળને હાલ મોકલવાના નથી પરંતુ પોતાની પાસે સાચવી ને રાખવાના રહેશે. ઉમેદવારોએ મંડળની વેબ સાઈટ પણ જોતાં રહેવું જેથી મંડળ તરફથી આપનાર સૂચનાઓ મળતી રહે. મંડળ દ્વારા ઉમેદવારોને મોબાઈલ દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવતું હોઈ ઉમેદવારો તેમનો ચાલુ હોય તેવો મોબાઈલ નંબર અરજી વખતે દર્શાવે તે ખૂબ જરૂરી છે.



GSSSB પરીક્ષા પધ્ધતિ

        ગુજરાત  ગૌણ સેવા પસંદગી મંડળ આ પરીક્ષા નવી પધ્ધતી એટલે કે MCQ પ્રશ્નો વાળી Computer Base Recriutment Test (CBRT) પધ્ધતિથી લેવામાં આવશે .  જે ઉમેદવારોએ આપવાની રહેશે.  આ પરીક્ષા પાર્ટ A 60 ગુણ અને પાર્ટ B 150 ગુણ ની એમ બે પાર્ટમાં લેવામાં આવશે . આ માટે ઉમેદવારને 180 મિનિટ એટલેકે 3 કલાકનો સમય આપવામાં આવશે તેમજ પરીક્ષા માં ખોટા જવાબ માટે ¼ ગુણ કાપવામાં આવશે.

લાયકાત ,વય મર્યાદા અને પરીક્ષા ફી તેમજ તમામ માહીતી માટે અત્રે આપવામાં આવેલ સત્તાવાર નોટિફિકેશન વાંચી લીધા પછી અરજી કરવા વિનંતી છે.

ગૌણ સેવા ભરતી માટે અરજી કેવી રીતે કરવી?

આ ભરતી માટે જે ઉમેદવારો અરજી કરવા માંગે છે તેઓ સત્તાવાર સાઈટ પર જઈ અરજી કરી શકો છે.

 

અગત્યની લિંક

મંડળની સત્તાવાર વેબસાઈટ અહી ક્લિક કરો

જાહેરાતનું વિગતવાર નોટીફીકેશન અહીથી ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો

અરજી કરવા માટેની વેબસાઈટ    અહીં ક્લિક કરો





Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)