બરડા અભયારણ્ય - Barda Wildlife Sanctuary

0

 બરડા અભયારણ્ય 

 


જૂનાગઢ જિલ્લામાં પોરબંદરથી ૧૫ કિ.મી. દૂર બરડા સિંહ અભયારણ્ય આવેલું છે. રાણાવાવ ગામ પાસે આવેલા આ અભયારણ્યનો વિસ્તાર ૧૯૦ચો.કિ.મી. છે. અહીં દીપડા, નીલગાય, ટપકાંવાળાં હરણ, સાંભર અને અન્ય વન્યજીવો વસે છે.  અહીં થોડા જ સમયમાં સિંહને વસાવવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. તબક્કાવાર સિંહને અનુકૂળ  પરિસ્થિતિ  ઊભી  કરીને  અહીં  વસાવવામાં  આવે  તેવો  નિર્દેશ  છે.  આ અભયારણ્યની મુલાકાતનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી ફેબ્રુઆરીનો છે.



ગુજરાત સરકારે બરડા વન્યજીવ અભયારણ્યને એશિયાટિક સિંહોના બીજા ઘર તરીકે વિકસાવવા માટે દરખાસ્ત રજૂ કરી છે. ગુજરાત રાજ્યના વન વિભાગે બરડા વન્યજીવ અભયારણ્યને એશિયાટિક સિંહો માટેના બીજા ઘર તરીકે ઓળખ કરી છે, જ્યાં કુદરતી રીતે છૂટા પડીને સિંહો સ્થાપિત થશે. એશિયાટિક સિંહ ૧૪૩ વર્ષ પછી બરડા અભયારણ્યમાં ફરી જોવા મળ્યો.

 

    પ્રોજેક્ટ લાયન : Lion@47vision  અમૃતકાળ દસ્તાવેજ અનુસાર વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા દ્વારા ગુજરાતના બરડા વન્યજીવ અભયારણ્યની એવા સંભવિત સ્થાન તરીકે ઓળખ કરીને ચકાસણી કરવામાં આવી છે, જ્યાં ૪૦ વયસ્ક અને સબ-વયસ્ક સિંહો કુદરતી ક્રમમાં છૂટા પડીને બરડા-આલેચ ટેકરીઓ અને દરિયાકાંઠાના જંગલોમાં રહી શકે. આ અભયારણ્ય તેના વિશાળ વૃક્ષો અને ઔષધીય વનસ્પતિઓ માટે પણ જાણીતું છે. ૧૯૦ ચો. કિ.મી.ના વિસ્તારમાં વ્યાપેલું આ અભયારણ્ય દુર્લભ વનસ્પતિ અને વૃક્ષો માટે ખરેખર અભયસ્થાન છે. 



ટપકાંવાળી સમડીઓ, કલગી ધરાવતી મોટા કદની સમડીઓ સહિત દોપડાઓ, જરખ, જંગલી ભૂંડ કે સૂવર, વરૂઓ, શિયાળ, બ્લુ બુલ (જંગલી પાડા)ઓનું આ વતન

એશિયન સિંહોના બીજો મોટો વિસ્તાર માનવામાં આવે છે. આ અભયારણ્ય ગુજરાતની વિચરતી જાતિઓ-માલધારી, ભરવાડ, રબારી અને ગઢવીઓનું આશ્રયસ્થાન નહિ પણ તેમનું મૂળ વતન છે. બરડા ડુંગર અભયારણ્યની મુલાકાતનો આનંદ મેળવવા, કુદરતના સાંનિધ્યને પામવા અને જીવનમાં જાણ્યા કરતાં જોવાની તક નવેમ્બરથી જૂનના મધ્ય સુધી એટલે કે ચોમાસુ બેસે તે પહેલાં લેવાનું આયોજન કરવું જોઈએ.

 


વિશ્વમાં એક માત્ર એશિયાટિક સિંહ ધરાવતા ગીરના જંગલમાં થતી સિંહની ઓછી સંખ્યાથી ચિંતિત જૂનાગઢના નવાબ સાહેબ રસૂલખાન ત્રીજાએ આશરે સવા સો વર્ષ પહેલાં સિંહના શિકાર પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જેને પગલે ગીરના જંગલમાં સિંહની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો ગયો છે. જો કે, કોરોનાને કારણે બે વર્ષથી સિંહની ગણતરી થઈ શકી ન હતી.  બે વર્ષ પહેલાં થયેલા અવલોકનમાં કુલ ૬૭૪ સિંહની સંખ્યા જોવા મળી હતી, જેમાં ૪ર૧ નર-માદા સિંહ અને ર૫૩ નર-માદા બચ્ચાંનો સમાવેશ થાય છે. ગીર અને બૃહદગીરના ૩૦ હજાર ચો.કિ.ના વિસ્તારમાં મુક્તપણે વિહરતા સિંહની સંખ્યા ૭૦૦થી વધુ થઈ હોવાનું અનધિકૃત રીતે જાણવા! મળ્યું છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યના આરક્ષિત વિસ્તારની બહારના રેવન્યુ વિસ્તારમાંથી શરૂઆતમાં કેટલાક નર, માદા સિંહની અવરજવર શરૂ થતાં વન

વિભાગે એશિયાટિક સિંહ ગીર જંગલ ઉપરાંત અન્ય જંગલોમાં વસવાટ કરી શકે છે કે કેમ તે અંગે અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. જે અભ્યાસમાં પોરબંદર પાસે આવેલા બરડા ડુંગરનો જંગલવિસ્તાર એશિયાટિક સિંહ માટે અનુકૂળ હોવાનું જાણવા મળ્યું છે.







ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)