ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્રારા ભરતી - ૨૦૨૪

0

 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

બ્લોક નં. ૨, પહેલો માળ, કર્મયોગી ભવન, સેક્ટર - ૧૦, ગાંધીનગર

જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/ર૦૨૩૨૪



        ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩ (ગૃપ- A તથા ગૃપ - B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Claas III (Group-A and Group-B) Combined Competitive Examination) માટે નીચે દર્શાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.

        આ માટે ઉમેદવારોએ વેબસાઈટ પર ઓન-લાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવશે તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચુક જોતા રહેવું.


૧)     અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ આ સમગ્ર જાહેરાત ઓન-લાઇન અરજી કરતાં પહેલાં ઉમેદવારે પોતે ધ્યાનથી વાંચવી જરૂરી છે.

૨)     ઓન-લાઇન અરજી કરતી વખતે ઉમેદવારે કોઇ પ્રમાણપત્રો જોડવાના નથી. પરંતુ, ઓનલાઇન અરજી કરતી વખતે પ્રમાણપત્રોમાંની વિગતોને આધારે ઓન-લાઇન અરજીમાં અરજદારે સમગ્ર વિગતો ભરવાની રહે છે. આથી પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કે, શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડયાનું પ્રમાણપત્ર, જાતિ, શારીરિક ખોડખાંપણ (લાગુ પડતું હોય તો), માજી સૈનિક (લાગુ પડતુ હોય તો), તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રોને સાથે રાખીને ઓન-લાઇન અરજીમાં એવા પ્રમાણપત્રોને આધારે સાચી વિગતો ભરવાની રહે છે. અરજીમાંની ખોટી વિગતોને કારણે અરજી રદથવાપાત્ર બને છે.

૩) જરૂરત ઉપસ્થિત થયે પરીક્ષા સંદર્ભેની જરૂરી સૂચનાઓ ઉમેદવારને મોબાઇલ નંબર પર એસ.એમ.એસ.થી  આપવામાં આવશે. આથી, અરજીપત્રકમાં સંબંધિત કોલમમાં મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવો અને સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યા સુધી આ નંબર જાળવી રાખવો જરૂરી અને આપના હિતમાં છે.


મહત્વની તારીખો 

અરજી શરૂ થયાની તારીખ : ૦૪/૦૧/૨૦૨૪

છેલ્લી તારીખ : ૩૧/૦૧/૨૦૨૪ 


લાયકાત :  કોઇ પણ વિષયમાં સ્નાતક (ગ્રેજ્યુએટ)

ચલણ : 

જનરલ : ૫૦૦/-

અન્ય માટે - ૪૦૦/- 


વય મર્યાદા



મહત્વની લિન્ક 


જાહેરનામું જોવા માટે અહીં ક્લિક કરો 


વધુ માહિતી માટે ક્લિક કરો


ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો 



Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)