Type Here to Get Search Results !

પક્ષી અભ્યારણ્ય - Porbandar

Prakashkumar Gamit 0

પક્ષી અભ્યારણ્ય
પોરબંદર


       પોરબંદરના હૃદયસમા વિસ્તારમાં પક્ષી અભયારણ્ય આવેલું છે. ભારતમાં એકમાત્ર શહેરના મધ્યમાં પક્ષી અભયારણ્ય આવેલું છે. જે ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય છે. અહીં વિદેશી પક્ષીઓ મહેમાન બને છે. પોરબંદરના હૃદય સમાં વિસ્તારમાં આવેલા પક્ષી અભયારણ્ય પક્ષીપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. પોરબંદરની મધ્યે આવેલ પક્ષી અભયારણ્ય ૯.૩૩ હેક્ટરમાં ફેલાયેલ છે. અહીં ૧૫૦થી વધા પ્રકારનાં પક્ષીઓ નોંધાયાં છે. આંતરરાષ્ટ્રીય પક્ષીપ્રેમી મી. પીટર જેકશન ૧૯૮૧ની સાલમાં પોરબંદરની મુલાકાતે આવ્યા, ત્યારે આ સુંદર સ્થળે આવીને રોમાંચિત બની ઉઠ્યા હતા અને તેના વિશે પ્રોજેક્ટ તૈયાર કરીને તાત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને સુપ્રત કર્યો હતો.



        ત્યારબાદ આ જગ્યાએ ૧૯૮૮ની સાલમાં ગુજરાત વનવિભાગે જાહેરનામું બહાર પાડી પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કર્યું હતું અને ૧૯૯૦ની સાલમાં નગરપાલિકા પાસેથી જગ્યા હસ્તગત કરીને તેનો વિકાસ હાથ ધર્યો હતો. ભારતભરમાં એકમાત્ર પોરબંદરમાં શહેર મધ્યે પક્ષી અભયારણ્ય આવેલું છે.

        ફલેમીંગો પક્ષીઓને અનુકૂળ બે ફૂટ જેટલું જ પાણી બચતાં અસંખ્ય ફલેમીંગો પક્ષી જોવા મળે છે. પોરબંદરના પક્ષી અભયારણ્યમાં ૮૬ જાતનાં પક્ષીઓનો વસવાટ છે.  આ પક્ષીઓમાં મોટી ચોટલી ડૂબકી, નાની ડૂબકી, ચોટીલી પેણ, ગુલાબી પેણ, મોટો કાજીયો, વચ્ચેટ કાજીયો, નાનો કાજીયો, સર્પ ગ્રીવ, બગલો, બગલી, પીળી ચાંચ ઢાંક વગેરેનો સમાવેશ થાય છે. પોરબંદર પાસે ઉદ્યોગોનો વિકાસ પ્રમાણમાં છે. પોરબંદરને પક્ષીઓ થકી આ પ્રવાસન ક્ષેત્રે પર્યાવરણીય પ્રવાસન ક્ષેત્ર બનાવી શકાય છે.

        સામાન્ય રીતે પ્રવાસીઓ દ્વારકાથી સોમનાથ વચ્ચે એટલે કે પોરબંદરમાં મહાત્મા ગાંધીજી તથા સુદામાભૂમિ જેવાં સ્થળોની મુલાકાત કરી ખૂબ ટૂંકું રોકાણ કરે છે.



        હાલના સમયમાં વિશ્વવ્યાપી પક્ષીદર્શન અને પ્રવાસનમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો છે. જે પોરબંદરમાં ર૧ જળપલ્લવિત વિસ્તારમાં વિકાસ કરી અને પર્યટકોને આકર્ષીને લાંબો સમય સુધી પોરબંદરની મહેમાનગતી માણશે. એવા ઘણા દેશો છે કે જેનું આર્થિક તંત્ર પર્યટન ઉપર ચાલે છે. તો આપણે પોરબંદરમાં રોજગારી માટે નવો ઉકેલ લાવી શકીએ છીએ. બર્ડ સીટી તરીકે ઓળખાતા પોરબંદરને પ સપ્ટેમ્બર ર૦૦૯ના રોજ એ સમયનાં  મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોરબંદરને પક્ષી નગર બનાવવાની માંગણી પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા કરવામાં આવી હતી.

        જેને ફક્ત ર૧ દિવસના ટૂંકા  ગાળામાં માંગણી સ્વીકારી પોરબંદરને પક્ષી નગર જાહેર કર્યું.




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.