Type Here to Get Search Results !

જુનાગઢ મહાનગરપાલિકા-JMC Recruitment

Prakashkumar Gamit 0

 જુનાગઢ મહાનગરપાલિકા


જુનાગઢ મહાનગરપાલિકા, જુનાગઢ

સીધી ભરતી અંગેની જાહેરાત - ર૦ર૪

            જુનાગઢ મહાનગરપાલિકાની મંજુર થયેલ સેટઅપ પૈકીની જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે નિયત નમુનામાં જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે વેબસાઇટ પર ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.



 શરતોઃ -

 (૧) કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહી. ફકત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે.

(ર) આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગારધોરણ તેમજ અન્ય માહિતીઓ જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી મેળવવાની રહેશે.

(૩) ઉમેદવારે નિયત થયેલ ફી ઓનલાઇન ભરપાઇ કરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ નામંજુર ગણવામાં આવશે.

(૪) આ ભરતી પ્રક્રિયા બાબતે પસંદગી સમિતિ દ્વારા જરૂર જણાય તો મેરિટ આધારીત શોર્ટ લિસ્ટેડ થયેલ ઉમેદવારોને જ ફકત પ્રથમ તબ્બકે ફિઝીકલ ડોકયુમેન્ટ વેરીફીકેશનમાં બોલાવવામાં આવશે.

(પ) સરકારશ્રીના નિતિ નિયમો અનુસાર અનામત કક્ષાના ઉમેદવારોને ઉમરમાં છુટછાટ આપવામાં આવશે.

(૬) સરકારશ્રીના નીતિ નિયમોનુસાર, મહિલા અનામત, દિવ્યાંગ, માજી સૈનિક, વિગેરે માટે જગ્યાઓ અનામત રાખવામાં આવશે. તથા માજી  સૈનિક તથા દિવ્યાંગ માટેની જગ્યાઓ જે-તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે.

(૭) વધુ વિગતો માટે જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી જાણકારી મેળવી લેવી.

(૮) આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનરશ્રી, જુનાગઢ મહાનગરપાલિકા, જુનાગઢ જે નિર્ણય કરે તે આખરી અને દરેકને બંધનકર્તા રહેશે.


અરજીનો પ્રકાર : ઓનલાઇન અરજી

                                                    મહત્વની તારીખ 

ફોર્મ શરૂ થયાની તારીખ : ૦૯/૦૧/૨૦૨૪

છેલ્લી તારીખ : ૩૧/૦૧/૨૦૨૪

મહત્વની લિન્ક

વધુ માહિતી અને વેબસાઇટ માટે ક્લિક કરો

ફોર્મ ભરવા માટે ક્લિક કરો 


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.