વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન

0

 વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન


વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના પ્રસિદ્ધ રાષ્ટ્રીય ઉદ્યાનોમાંનું એક વધુ જાણીતું. રાષ્ટ્રીય ઉધાન ગણાય છે. નવસારી જિલ્લામાં આ ઉધાન ર૩ ચો.કિમી વિસ્તારમાં પથરાયેલું છે. તેમ છતાં તેના નાના વિસ્તારને કારણે તેમાં શંકા ઊભી થવી ન જોઈએ, કારણ કે વાંસદા વન્ચપ્રાણીઓની વિશાળ વસ્તીનું આશ્રયસ્થાન હોવા વિષે ઓળખાય છે. વાંસદા કે જેના નામ પરથી આ સુરક્ષિત વિસ્તારનું નામાભિધાન કરવામાં આવ્યું છે, તે ડાંગ પ્રદેશનું મહત્ત્વનું વ્યાપારી મથક છે, જ્યાં મોટેભાગે જનજાતિં સમાજની છે. અહીં જંગલમાંથી સર્પાકાર પ્રવાહ સહિત વહેતી અંબિકા નદી અને વિશાળ કદનાં થડિયાં' ધરાવતાં વૃક્ષો આ વિસ્તારની રમણીયતામાં વધારો કરે છે. અહીં દીપડા,નાના કદના વાંદરા, જંગલી ભૂંડ, કાળા મોવાળા વાંદરા, સામાન્ય પામ કિવેટ, નાના ભારતીય કિવેટ, ભારતીય શાહુડી, ચાર શિંગડાવાળા હરણ, ભસતાં હરણ, જરખ, જંગલી બિલાડી, ઊડતી ખિસકોલી, -અજગર, રસેલ્સ જેવા નામથી જાણીતા ઝેરી સાપને જોઈ શકાય છે.



આ ઉપરાંત ૧૫૫ જેટલાં વિવિધ પ્રકારનાં પક્ષીઓ જેમાં ભારતીય કાળા રંગનાં લક્કડખોદ પક્ષીઓ, પીળી ચાંચવાળા સનબર્ડ, પોમ્પોડોઉર પીજન, મલબાર ટ્રોગ્રોન; શામા, સામાન્ય રાખોડી રંગના ચિલોત્રા, જંગલ બેબલર, અને વૈશ્વિક ઉપેક્ષિત ઘુવડ પણ અહીં જોવાં મળે છે. વાનસ્પતિક ઉદ્યાનને બાદ કરતા અહીંની સ્થાનિક જનજાતિ પ્રજા ગીરા ધોધ વગેરે અન્ય આકર્ષણનાં કેન્દ્ર છે. આ સ્થળ પર રોકાણ કરવાની વ્યવસ્થા કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર ખાતે ઉપલબ્ધ છે. નવસારી જિલ્લામાં આવેલ વાસંદા નેશનલ પાર્ક ગુજરાતના


        પ્રખ્યાત નેશનલ પાર્કમાંનું એક છે. કહેવાય છે કે એક સમયે આ જંગલ વાંસદાના મહારાજનું ખાનગી જંગલ હતુ. આ સમયે વાસદાના મહારાજને આધીન રહેલ આ જંગલમાં હાલ
  સેકડો પ્રકારનાં પ્રાણીઓ અને વનસ્પતિને લઈ વિશ્વભરમાં નામના મેળવી રહ્યું છે.

તેને કારણે જાણકારોએ તેને પ્રકૃતિપ્રેમીઓનું સ્વર્ગ ગણાવ્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)