આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ ધોરણ-9: વર્ષ 2024-25

0

આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર સંચાલિત 

આદર્શ નિવાસી શાળા (કુમાર-કન્યા-મિશ્ર)માં  ધોરણ-૯ માં પ્રવેશ 



અરજી ફોર્મનો પ્રકાર : ઓનલાઇન

        અનુસૂચિત જનજાતિના વિધાર્થીઓને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મળી રહે તે હેતુથી રાજય સરકાર દવારા રહેઠાણની સુવિધા સાથે આદર્શ નિવાસી શાળાઓની યોજના સને ૧૯૮૬-૮૭ થી અમલમાં મુકેલ છે. જેમાં છાત્રોને વિના મૂલ્યે રહેવાજમવાગણવેશ અને શિક્ષણની સુવિધા આપવામાં આવે છેહાલ રાજયમાં આદિજાતિ કુમારો માટેની ૨૬ શાળાઓકન્યાઓ માટેની ૨૬ શાળાઓ અને કુમાર-કન્યા (મિશ્ર) માટેની ૨૩ શાળાઓ મળીને કુલ ૭૫ આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત છે. સદર નિવાસી શાળાઓ માધ્યમિક વિભાગ ધોરણ-૯ થી ધોરણ-૧૦ સુધીની છે. જે પૈકી ૩ર નિવાસી શાળાઓમાં ધોરણ ૧૧ અને ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) ના વર્ગો ચાલે છે.


આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ :

આગામી શૈક્ષણિક વર્ષ ૨૦ર૪-૨૫ માટે ધોરણ ૯ માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન અરજીઓ  મંગાવવા આવે છેપ્રાવેશિક પરીક્ષાના મેરીટના આધારે ધોરણ ૯ માં પ્રવેશ આપવામાં આવશે વધુ વિગતો માટે જે તે જિલ્લાના સંબંધિત પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી તેમજ આદર્શ નિવાસી શાળાઓના આચાર્યશ્રીઓનો સંપર્ક કરી શકાશે. 


નિવાસી શાળામાં પ્રવેશ માટે પાત્રતાનું ધોરણ :

ધોરણ ૮ પાસ કરેલ અને ધોરણ ૯ માં પ્રવેશ માટેની પ્રાવેશિક પરીક્ષામાં મેળવેલ ગુણ / ગ્રેડના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.

અનુસુચિત જનજાતિ અને અનુસુચિત જાતિના છાત્રો માટે આવક મર્યાદા નથી.

સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના છાત્રો માટે વાલીની વાર્ષિક આવક રાજય સરકારશ્રી દવારા વખતોવખત નકકી કરવામાં આવે તે મુજબ રહેશે.

ઓનલાઇન ફોર્મ ભરવા માટે જરૂરી સૂચનાઓ:

 * હાલ વિધાર્થી જે તે શાળામાં ઘોરણ -૮ માં અભ્યાસ કરતા હોય તે શાળાના આચાર્ય પાસેથી

વિધાર્થીનો ૧૮ આંકડાનો (Student U-DISE Number) મેળવીને ઓનલાઇન  ફોર્મ ભરવાનું રહેશે.

 * વિધાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે મનપસંદ શાળા અને પરીક્ષા કેન્દ્ર પસંદ કરવા

 * વિધાર્થી એ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી નો નમૂનો સાથે રાખવો. વો જે ખપલોડ કરવાનો રહેશે,

 * ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ તે ફોર્મ ની પ્રિન્ટ ડાઉનલોડ કરીને પોતાની પાસે સાયવીને રાખવાની

 * ઓનલાઇન ફોર્મ ભર્યા હોય તે જ વિધાર્થીઓએ ઓનલાઇન હોલટીકીટ ( પ્રવેશ પત્ર ) ડાઉનલોડ કરવાની રહેશે.


મહત્વની તારીખો 

અરજી શરૂ થયાની તા : ૨૧/૦૩/૨૦૨૪ (બપોરે ૧૨.૦૦ કલાક થી)

છેલ્લી તારીખ : ૦૫/૦૪/૨૦૨૪ સાંજે ૧૮.૦૦ સુધી

પરીક્ષા તારીખ : ૨૩/૦૪/૨૦૨૩  (બપોરે ૧૫.૦૦ થી ૧૭.૦૦ કલાકે )

પ્રવેશ પરીક્ષાની તારીખ - તા . ર૮/૦૪/ર૦ર૪ ( રવિવાર)

પરિણામ ની તારીખ: - વેબસાઇટ પર મુક્વામા આવશે.

મહત્વની લીન્ક 

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ઓનલાઇન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)