ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં પ્રવેશ (Polytechnic): 2024-25

0

 

ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં પ્રવેશ (Polytechnic): 2024-25

ધોરણ- 10 પછીના કૃષિ સંગ્ન ડિપ્લોમાના અભ્યાસક્રમોમાં ઓનલાઇન કેન્દ્રિય પ્રવેશ કાર્યક્રમ

 : શૈક્ષણિક વર્ષ 2024-25


ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ


ધોરણ-૧૦ પછીના રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં પોલીટેકનીકમાં ચાલતા ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમો ઓનલાઇન કેન્દ્રીય પ્રવેશ કાર્યક્રમ :

શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫

 

        ગુજરાત રાજ્યની આણંદ, જૂનાગઢ, નવસારી તથા સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં પોલીટેકનીકમાં ચાલતા ડિપ્લોમા કક્ષાના વિવિઘ અભ્યાસક્રમોમાં પ્રવેશ પાત્રતા ધરાવતા ધોરણ-૧૦માં ઉતીર્ણ થયેલ વિઘાર્થીઓ માટે વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન પ્રથમ વર્ષ ડિપ્લોમામાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન પ્રવેશ અરજીપત્રક વેબસાઇટ પર ઓનલાઇન અરજી ફી રૂ.ર૦૦/- સાથે ભરી શકાશે તેમજ પ્રવેશ પ્રક્રિયા પણ ઓનલાઇન થશે.

        પ્રવેશ અંગેની સંપૂર્ણ વિગતવાર માહિતી વેબસાઇટ પર ઉપરથી મેળવી શકાશે. સદર તારીખોમાં ફેરફારને અવકાશ હોઇ રોજ બરોજની છેલ્લી માહિતી ઉપરોક્ત વેબસાઇટ ઉપરથી મેળવી લેવાની રહેશે. જેની વિઘાર્થીઓએ / વાલીઓએ નોંઘ લેવા વિનંતી.


પોલીટેકનીકમાં ચાલતાં ડિપ્લોમા અભ્યાસક્રમો

 

૧. કૃષિ ડિપ્લોમા

૨. કૃષિ ઇજનેરી ડિપ્લોમા

3.  ફુડ ટેકનોલોજી એન્ડ ન્યુટ્રીશન ડિપ્લોમા

૪. બાગાયત ડિપ્લોમા

૫. એગ્રો પ્રોસેસીંગ ડિપ્લોમા

૬. ન્યુટ્રીશન એન્ડ કૉમ્યુનિટી સાયન્સ ડિપ્લોમા


👉 ફોર્મનો પ્રકાર : ઓનલાઇન

👉 ફોર્મ શરૂ થયાની તારીખ :  ૧૬/૦૫/૨૦૨૪  

👉 છેલ્લી તારીખ : ૧૩/૦૬/૨૦૨૪


:: અગત્યની તારીખો ::



અગત્યની  સૂચના :

(૧) ડિપ્લોમા અભ્યાસક્રમોની માહિતી પુસ્તિકા ઓનલાઇન વેબસાઇટ ઉપરથી જોઇ / ડાઉનલોડ કરી શકાશે.

(ર) ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટસ / ફોટોગ્રાફ/સહી વગરે વ્યવસ્થિત વાંચી શકાય તે રીતે સ્કેન કરી પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે.

(૩) ૭/૧રનો અને ૮-અ નો જે શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવવાનો છે તે વર્ષની ૦૧-૦૪-૨૦૨૪ અથવા ત્યાર  પછીનો દાખલો રજુ કરવાનો રહેશે. જો જમીનઘારક અને ઉમેદવાર વચ્ચે સંબંઘ પ્રસ્‍થાપિત થતો ન હોય તો પેઢીનામુ અથવા તે બંન્ને વચ્ચે સબંઘ દર્શાવતું તલાટી કમ મંત્રી / મામલતદાર દવારા જારી કરેલ

પેઢીનામું/દાખલો રજુ કરવાનો રહેશે. તેમજ ધોરણ-૧૦ ની માર્કશીટમાં દર્શાવેલ અટક અને ૭-૧૨, ૮-અ મા દર્શાવેલ અટકમાં ફેરફાર હોય તો તે અંગેનુ સોગંદનામુ રજુ કરવાનુ રહેશે.

 

(૪) દિવ્યાંગજન ઉમેદવારોએ દિવ્યાંગતા અંગેનું સરકારી હોસ્પિટલના સક્ષમ અધિકારી / સિવિલ સર્જન અથવા સુપ્રિન્ટેન્ડેન્ટનું પ્રમાણપત્ર પણ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાનુ રહેશે.

 

(૫) ઉમેદવાર મોકરાઉન્ડ પછી એક જ વાર ચોઇસ ફીલીંગ બદલી શકશે.

 

(૬) ઉમેદવારે ઓનલાઇન પ્રવેશ મેળવ્યા બાદ ઓનલાઇન ફી ભરવાની રહેશે. પ્રવેશ મળ્યા બાદ પ્રવેશ રદ કરે તો ફી મળવા પાત્ર નથી.

 

(૭) ઉમેદવારને ઓનલાઇન પ્રવેશ મળ્યા બાદ ઉમેદવાર આગળના રાઉન્ડમાં ભાગ લેવા ઇચ્છતા હોય તો માત્ર ઓનલાઇન ફી જ ભરવાની રહેશે. ઉમેદવારે કોલેજ ખાતે હાજર થવાનું રહેતું નથી. પ્રથમ ચોઇસની કોલેજમાં ફરજિયાર હાજર થવાનુ રહેશે. 



માહિતી પુસ્તિકા


વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો


એડમીશન ફોર્મ માટે અહી ક્લિક કરો 

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)