કચ્છ ઘોરાડ અભયારણ્ય
આ અભયારણ્યની સ્થાપના ૧૯૯૨માં થઈ. જખૌ અને બુડિયાના વિસ્તારને
આવરતા ૨ કિલોમીટરના વિસ્તાર માત્રમાં તે સીમિત છે. નલિયાથી ૧૫ કિ.મી. અને ભૂજથી
૧૧૦ કિ.મી. દૂર આવેલ આ અભયારણ્યમાં ગુજરાતમાં માત ધોરાડ અહિંયાં જ જોવા મળે છે.
ધોરાડાએ એક અત્યંક સંકટગ્રસ્ત પક્ષીની પ્રજાતિ છે અને IUCN Red List દ્રારા ૨૦૧૧ ના તેને
વિલોપિતના આરે આવેલી પ્રજાતિ જાહેર કરાઈ છે. આ ઉપરાંત તેને ભારતીય વન્યજીવન
અધિનિયમન ૧૯૭૨ માં તેને અનુસુચિ ૧માં મૂકવામાં આવેલું છે. ભૂતકાળમાં ભારતમાં ૧૧
રાજ્યમાં ૧૨૬૦ જેટલાં ધોરાડ હતાં, જે હાલ ૩૦૦ થી પણ ઓછાં બચ્યાં છે, જેમાંથી ૩૦ થી પણ ઓછાં હવે અબડાસામાં છે.
હાલ ૪ ધોરાડ આ વિસ્તારમાં હયાત છે. જેમની
તકેદારીપૂર્વક સંભાળ લેવામાં આવી રહી છે. આ માટે કોઈ ખાસ પોસ્ટ તો ઊભી નથી કરાઈ, પરંતુ આ પક્ષીના બચાવ માટે બીટ્ગાર્ડ
૨, ફોરેસ્ટેર ૧ અને રોજમદાર ૨ દ્રારા ફરજ દરમિયાન દેખરેખ રાખવામાં આવી રહી છે.
અલબત્ત, કચ્છ્ને સ્તરે નામમાં અપાવનાવ ધોરાડ્ના બચાવ માટે વન વિભાગ સતત પ્રયત્નશીલ
છે.
ધોરાડ એ ને કચ્છને વિશ્વમાં ખ્યાતિ
અપાવનારું જિલ્લાની સાન સમાન પક્ષી છે. મુખ્યવે આ પક્ષી ધાસના મેદાનમાં જ નેસ્ટ કરે છે, જે વર્ષમાં એક વખત ઈંડું આપે છે. જોકે જમીન પર નેસ્ટ કરવાને
કારણે જમીનમાં અનેક જોખમ ઝીલવા પડે છે, જેમાં ચરિયાન દરમિયાન ગાય, ભેંસના પગ તળે આવી જવાથી
ઈંડાં ફુટી જાય છે તો શિયાળ જેવા જંગલી જાનવરનો પણ ખતરો રહે છે. ખાસ કરીને ધાસના
મેદાનની સર્જાયેલી પરિસિથતિને કારણે અને સંખ્યા ધટી ગઈ હોવાનું બની શકે છે,
પરંતુ હજુ સમય છે એ પક્ષીનું સંવર્ધન કરવામાં આવે. એના માટે તંત્ર
દ્રારા નર ધોરાડ રાજસ્થાનની લાવવાની વાત હતી, એના પર જો અમલવારી કરવામાં આવે તો જરૂર ધોરાડની
સંખ્યા વધી શકે છે.