Type Here to Get Search Results !

વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન

Prakashkumar Gamit 0

 કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન


    ભારતમાં કાળિયાર ઉદ્યાન જો હોય તો ભાવનગર પાસે આવેલા વેળાવદરમાં છે. ૧૯૭૭ના ગ્રીષ્મમાં સૌ પ્રથમ અહીંના કાળિયારની ગણતરી કરવામાં આવી હતી. તે વખતે આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ૧૬૭૬ કાળિયાર હતાં. રાષ્ટ્રીય ઉધાનને સંરક્ષિત જાહેર કરવામાં આવ્યો અને ૧૯૭૮ના નવેમ્બરમાં મુલાકાતીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.



          રાષ્ટ્રીય ઉદ્યાનનો વિસ્તાર ૧.૮૩ ચો. કિ.મી. છે અને હજી પણ ગુજરાત સરકાર તે વધારી રહી છે. વેળાવદર અમદાવાદ-ભાવનગર ધોરી માર્ગ ઉપર આવેલા વલ્લભીપુર પાસેનું એક નાનકડું ગામ છે.

             કાળિયાર ભૂખરા કાળા રંગનું હરણ છે. તેને સ્કૂ જેવા લાંબાં બે શિંગડાં હોય છે. આંખોની આસપાસ સફેદ ટપકાં 'પણ હોય છે. ભારતીય વંશનું પ્રાણી છે. દેખાવે સુંદર લાગે છે અને પુખ્તવયે લગભગ 90 સે.મી. લાંબુ હોય છે. ઉપરનો ભાગ કાળાશ પડતો ભૂખરો હોય છે અને પેટની પાસેનો રંગ સફેદ હોય છે. સામાન્યતઃ માદા કાળિયાર શિંગડાં વગરની હોય છે. સંવનનની ઋતુ જ્યારે પરાકાષ્ઠાએ હોય ત્યારે નર કાળિયાર ટોળામાં માથું ઊંચું રાખી દોડતો હોય છે. સગર્ભા થયેલી માદા કાળિયાર મહિના બાદ નાના બચ્ચાને જન્મ આપે છે. બાળ  કાળિયાર માતા સાથે ટોળામાં જોડાઈને લગભગ એક વર્ષ સુધી રહે છે.  

             ભારતીય પ્રાણીઓમાં કાળિયાર એ બહુ ઝડપથી દોડતું અને કૂદકા મારતું પ્રાણી છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં વરૂ અને શિયાળ પણ રહે છે. અહીં રહેતા વરૂઓ તેમના રહેઠાણ માટે થોડી ભીની જમીન ઉપર આધાર રાખે છે અને કાળિયાર કે નાનાં પ્રાણીઓ તેમનો ખોરાક બને છે. અભયારણ્યમાં ક્યારેક આવતા ફ્લોરિકન પક્ષીઓ અહીં રહે છે અને આ ઘાસનાં મેદાનનો તેમના સંવનન માટે ઉપયોગ કરે છે. અહીં આવ્યા પછી નર પક્ષી માદાને આકર્ષવાનો પ્રયત્ન ચાલુ કરે છે. માદા પક્ષીને આકર્ષવા કૂદકા મારે છે અને દિવસમાં ૫૦૦ વખત આવો પ્રયત્ન કરે છે. ઉદ્યાન પક્ષીઓથી પણ એટલું જ સમૃદ્ધ છે.

             રાજસ્થાનના બિશ્નોઈ વંશજોએ પક્ષીઓનું અને કળિયારનું રક્ષણ કર્યું છે. કારણ કે કાઠી વંશજો સાથે સંકળાયેલા જૂના ઇતિહાસમાં તેમની ધાર્મિક વિધિઓમાં પણ કાળિયારનું અને અન્ય પક્ષીઓનું રક્ષણ કરવાની વિધિ સામેલ હોય છે.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.