Type Here to Get Search Results !

સીમા સુરક્ષા દળ - BSF

Prakashkumar Gamit 0

 સીમા સુરક્ષા દળ - BSF



દેશની સીમાઓનું રક્ષણ કરવા અને ગેરકાયદેસર ઘૂસણખોરી, દાણચોરી અટકાવવા સુરક્ષાદળ જરૂરી છે. તે માટે  ૧લી ડિસેમ્બર ૧૯૬૫ના રોજ સીમા સુરક્ષા (Border Security Force)ની સ્થાપના કરવામાં આવી અને તેથી આ દિવસ સ્થાપના દિન તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે.

સીમા સુરક્ષા દળ , (Border Security Force) એ ભારતીય થલ સેનાનો એક વિભાગ છે. આ દળની સ્થાપના ઈ.સ. ૧૯૬૫ના વર્ષમાં કરવામાં આવી હતી. આ દળની મુખ્ય જવાબદારી દેશની આંતરરાષ્ટ્રીય સરહદો પર સતત નજર રાખવાની છે. વર્તમાન સમયમાં બીએસએફની કુલ ૧૫૭ (એકસો સત્તાવન) બટાલિયનો આવેલી છે અને આ બટાલિયન ટુકડીઓ દ્વારા ૬,૩૮૫.૩૬ કિલોમીટર લંબાઇ ધરાવતી આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષાનું કાર્ય કરે છે, જે પવિત્ર ભૂમિ, દુર્ગમ ભૂમિ રણની ભૂમિ, દરિયા કાંઠા, નદીઓ, પર્વતો તથા ખીણો તેમજ હિમાચ્છાદિત પ્રદેશો સુધી ફેલાયેલી છે. સીમાવર્તી વિસ્તારોમાં રહેનારા લોકોમાં સુરક્ષા જાગૃતિ ફેલાવવાની જવાબદારી પણ સીમા સુરક્ષા દળને સોંપવામાં આવેલી છે. આ ઉપરાંત સરહદ પર થતા ગુનાઓ જેવાકે ચોરી, લૂંટફાટ, ઘુસણખોરી તથા અન્ય ગેરકાયદેસર ગતિવિધીઓને રોકવાની જવાબદારી પણ આ દળને શિરે જ રાખવામાં આવી છે.



તમામ પ્રકારની સરકારી, અર્ધસરકારી અને ખાનગી કંપનીની સેવાઓ તેમજ તમામ પ્રકારનું ઓનલાઇન કામ કરી આપવામાં આવશે- CSC

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.