બેંક ઓફ મહારાષ્ટ્રમાં એપ્રેન્ટિસની ભરતી: 2026
અરજીનો પ્રકાર : ઓનલાઇન
બેંક ઓફ મહારાષ્ટ્ર (Bank of Maharashtra) દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે એપ્રેન્ટિસ એક્ટ, ૧૯૬૧ હેઠળ ૬૦૦ એપ્રેન્ટિસ ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં, પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે.
એપ્રેન્ટિસ ભરતી ૨૦૨૬ – મુખ્ય વિગતો
સંસ્થાનું નામ : બેંક ઓફ મહારાષ્ટ્ર
જગ્યાનું નામ : એપ્રેન્ટિસ
કુલ જગ્યાઓ : ૬૦૦ (સમગ્ર ભારતમાં)
ગુજરાતમાં : ૨૫
તાલીમનો સમયગાળો : ૦૧ વર્ષ
પાત્રતા અને લાયકાત (Eligibility Criteria)
શૈક્ષણિક લાયકાત:
સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક (Graduation) પાસ હોવું અનિવાર્ય છે.
વય મર્યાદા:
૨૦ થી
૨૮ વર્ષ (૩૧/૧૨/૨૦૨૫ ના રોજ). અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ છૂટછાટ મળશે.
ભાષાનું જ્ઞાન: ઉમેદવાર જે રાજ્ય માટે અરજી કરે છે ત્યાંની સ્થાનિક ભાષા (ગુજરાત માટે ગુજરાતી) નું જ્ઞાન હોવું જોઈએ.
સ્ટાઇપેન્ડ (માસિક પગાર)
પસંદગી
પામેલા એપ્રેન્ટિસને તાલીમ દરમિયાન દર મહિને નીચે મુજબ સ્ટાઇપેન્ડ આપવામાં આવશે:
માસિક સ્ટાઇપેન્ડ: રૂ. ૯,૦૦૦/-
પસંદગી પ્રક્રિયા (Selection Process)
ઉમેદવારોની
પસંદગી તેમના સ્નાતક (Graduation) માં મેળવેલા
ગુણના મેરિટ આધારે કરવામાં આવશે.
પસંદ
થયેલ ઉમેદવારોની સ્થાનિક
ભાષાની કસોટી (Local Language Test) લેવામાં
આવશે.
કોઈપણ
પ્રકારની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે નહીં.
અરજી ફી
General / OBC / EWS: રૂ. ૧૫૦/- + GST
SC / ST: રૂ. ૧૦૦/- + GST
PwBD: ફી માંથી
મુક્તિ
લાયક ઉમેદવારો તા. ૧૫/૦૧/૨૦૨૬ થી તા. ૨૫/૦૧/૨૦૨૬ સુધી ઓનલાઇન અરજી કરી શકશે.

.png)