3 જુન

0

 ૩ જુન

આજનો દિવસ


વિશ્વ સાઇકલ દિવસ



આજે સમગ્ર વિશ્વ સાયકલ દિવસ મનાવી રહ્યું છે. દિનપ્રતિદિન વાતાવરણમાં થતા પલટાઓ ગ્લોબલ વોર્મિંગની અસર નીચે સમગ્ર વિશ્વનું પિસાવુ તેમજ વાહનો દ્વારા થતાં પ્રદૂષણને કારણે થઇ રહેલા વિવિધ રોગોને પગલે હવે સાયકલ અનિવાર્ય બને તો નવાઈ નહીં સાઈકલની અનિવાર્યતાને ધ્યાને લઈને આજે સમગ્ર વિશ્વના લોકો વિશ્વ સાયકલ દિવસ ઉજવી રહ્યા છે. વર્ષ 1418માં ઇટાલિયન ઇજનેરે 4વ્હીલ એક દોરડું અને ગીયર પુલની મદદથી વિશ્વની સૌપ્રથમ સાઈકલ બનાવી હોવાનો મત આજે જોવા મળી રહ્યો હતો. પ્રથમ બનાવેલી આ સાઇકલમાં 4wheel હતા જે સમયાંતરે સંશોધનના અંતે 2વ્હીલ તરફ પરિણમ્યા વર્ષ 1817માં ડેરીસ નામની એક વ્યક્તિએ પણ સાઇકલ માં સંશોધન કર્યું અને જે સાઇકલ આજે આપણે જોઈ રહ્યા છીએ તે સાઇકલનું પ્રારૂપ તેમણે વર્ષ 1817માં આપ્યું હોવાના પુરાવાઓ આજે મળી રહ્યા છે.

નેધરલેન્ડ જેવા દેશ આજે પણ સાઈકલ પર સવાર થઇને તમામ કામો કરી રહ્યું છે. તેમના રાષ્ટ્રપતિ પણ અઠવાડિયામાં એક વખત સાઈકલ પર આવી અને દેશનો કારભાર સંભાળી રહ્યા છે. ત્યારે સમગ્ર વિશ્વને ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણમાંથી મુક્તિ અપાવનાર કોઈ એક ચક્ર હોય તો તે આપણી સાઇકલ છે.


ચીમનભાઈ પટેલ 


ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા.

તેમનો જન્મ ૩ જૂન, ૧૯૨૯ના રોજવડોદરા જિલ્લાના સંખેડા તાલુકાના ચિખોદ્રા ગામે થયેલો. તેઓ ૧૯૫૦માં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી સંગઠનના પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટાયેલા. તેમણે એ વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્રના અનુસ્નાતકની પદવી મેળવેલી.


3 જૂને જન્મેલ વ્યક્તિ

1941 - રૂમા પાલ - ભારતની પ્રખ્યાત મહિલા ન્યાયાધીશ રહી ચુકી છે.

1895 - પણીકર, કે. એમ. - મૈસુર (કર્ણાટક) ના પ્રખ્યાત રાજકારણી, રાજકારણી અને વિદ્વાન.

1867 - હરવિલાસ શારદા - એક પ્રખ્યાત ભારતીય શિક્ષણશાસ્ત્રી, રાજકારણી, સમાજ સુધારક, ન્યાયશાસ્ત્રી અને લેખક હતા.

1844 – બાલકૃષ્ણ ભટ્ટ આધુનિક હિન્દી સાહિત્યના ટોચના નિર્માતા.

3 જૂનના રોજ અવસાન થયું

1994 - ત્રિભુવનદાસ કૃષિભાઈ પટેલ - સમુદાય નેતૃત્વ

1974- કૃષ્ણ બલ્લભ સહાય - બિહારના મુખ્યમંત્રી અને સ્વાતંત્ર્ય સેનાની.





Sorces :  Internet/ blog/wikipeedia

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)