Type Here to Get Search Results !

૨ જૂન

Prakashkumar Gamit 0

 ૨ જૂન 

આજનો દિવસ


દિવાળીબેન ભીલ

 


ગુજરાતી ગીતોની કોયલ તરીકે ઓળખાતી,પદ્મશ્રી વિજેતા અને ગીત સમ્રાટ દિવાળીબેન ભીલનો જન્મ તા.૨/૬/૧૯૪૩ના રોજ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામમાં થયો હતો.પિતાનું નામ પુંજાભાઈ જેઓ રેલ્વેમાં નોકરી કરતા હતા. માતાનું નામ મોંઘીબહેન જેઓ ગૃહિણી હતા.દિવાળીબેન નવ વર્ષના હતા ત્યારે તેમનાં પિતાને જૂનાગઢમાં રેલ્વેની નોકરી મળતાં તેઓ જુનાગઢમાં આવીને વસ્યા હતા.બાળપણથી જ લોકગીતો,ભજનો અને ગરબા ગાવાનો ખૂબ જ શોખ હતો.તેમનો કંઠ મધુર હતો. દિવાળીબેન ભણ્યા ન હતા.અભણ હોવા છતાં દવાખાનામાં કામવાળી,તેડાગર તથા નર્સોને રસોઈ બનાવવાની જેવા કામોમાં ક્યારેય નાનપ અનુભવી નહોતી.દિવાળીબેનના લગ્ન રાજકોટમાં થયાં હતા, પરંતુ તેમના પિતાને વેવાઈ સાથે અણબનાવ થતાં દિવાળીબેને લગ્ન તોડી નાખ્યા.એમનું લગ્ન-જીવન ફક્ત બે દિવસ જા હતું,ત્યારપછી તેમણે ક્યારેય લગ્ન કર્યા નહોતા.ઈ.સ.૧૯૫રમાં જુનાગઢમાં ગરબી ગાઈ કારકીર્દી શરૂઆત કરી હતી. તેમની વણઝારી ચોકની ગરબી લોકોમાં ખૂબ જ પ્રિય બની ગઈ હતી.  સમયે આકાશવાણીના ડાયરેક્ટર અને ગાયક સ્વ.હેમુ ગઢવીએ આકાશવાણીમાં રેકોડીંગ કરવાનું કહ્યું.આમ માત્ર પંદર વર્ષની નાની વયે સૌપ્રથમ રેકોર્ડીંગ કરવામાં આવ્યું.સ્ટેજ કાર્યક્રમોમાં પ્રાણલાલ વ્યાસ સાથે સૌથી વધારે ગીતો તેમણે ગાયા હતા.તેમને અભણ હોવા છતાં ૧૦૦૦ થી વધારે ગીતો કંઠસ્થ હતા.તેમની સાદગી અને સ્ટેજ પર તેમની મર્યાદા અનેક મહિલા કલાકારો માટે પ્રેરણારૂપ હતી. તેમના અત્યંત લોકપ્રિય ગીતોમાં મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે.....’ ‘પાપ તારુ પ્રકાશ જાડેજા'હું તો કાગળીયા લખી લખી થાકી...' 'ઝીણાં મોર બોલે છે લીલી નાઘેરમાં' અને રામનાં બાણ વાગ્યા..' જેવા અનેક યાદગાર હતા. ઈ.સ.૧૯૯૦માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થયેલ દિવાળીબેન ભીલને લોકનાયક હેમુ ગઢવીના પ્રથમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. લોકગીતો અને લોકસંગીતને લોકપ્રિય બનાવનાર દિવાળીબેન ભીલનું ૧૯ મે,ર૦૧૬ના રોજ અવસાન થયું. તેમનાઅવસાન થવાથી ગુજરાતને ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે. ગુજરાતી લોકસંગીતની દુનિયાનો એક સિતારો કાયમ માટે અસ્ત થઇ ગયો.


તેલંગણા સ્થાપના દિવસ

તેલંગણા દક્ષિણ ભારતમાં આવેલું એક રાજ્ય છે.ફેબ્રુઆરી ૨૦૧૪માં, ઉત્તર-પશ્ચિમ આંધ્રપ્રદેશના દસ જિલ્લાઓને ભેળવી અને તેલંગાણા રાજ્યની રચના માટે, આંધ્રપ્રદેશ પુનઃરચના કાનૂન, ૨૦૧૪ (Andhra Pradesh Reorganisation Act, 2014) નામે કાયદો ભારતીય સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. દસ વર્ષ માટે બંન્ને રાજ્યની સહિયારી રાજધાની તરીકે હૈદરાબાદને રાખવામાં આવ્યું છે. નવું રાજ્ય તેલંગાણા ૨ જૂન ૨૦૧૪ના રોજભારતના રાષ્ટ્રપતિની મંજૂરી પછી અસ્તિત્વમાં આવ્યું. બંધારણમાં ફેરફાર કરવાથી બચવા માટે, બેઉ રાજ્યોના નામ "તેલંગાણા" અને "આંધ્ર પ્રદેશ" રાખવામાં આવ્યા.






સ્ત્રોતો: ઇન્ટરનેટ/બ્લોગ/વિકિપીડિયા



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.