ACPUGMEC: મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી સ્નાતક અભ્યાસક્રમના પ્રવેશ - 203-24

0

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીસ
ગુજરાત સરકાર
ઓફિસ: જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ, ગાંધીનગર

 

ઓનલાઇન રજીસ્‍ટ્રેશન માટેની જાહેરાત

શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી સ્નાતક

અભ્યાસક્રમના પ્રથમ વર્ષની બેઠકોના પ્રવેશ માટે






        ગુજરાત બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ, કાઉન્સિલ ઓફ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન, કેમ્બ્રિજ યુનિવર્સિટી અને નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ઓપન સ્કુલિંગની ગુજરાત રાજ્યમાં આવેલ શાળામાંથી ધોરણ ૧૨ (બી / એ.બી. ગ્રુપ સાથે વિજ્ઞાન પ્રવાહ) ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને નીટ-યુજી ૨૦૨૩ માં ઓલ ઇન્ડિયા ઓવર ઓલ રેન્ક પ્રમાણે લાયકાત ધરાવતા તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારના પ્રવેશ નિયમો તેમજ જે-તે કાઉન્સિલના નિયમો મુજબ લાયકાત ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ તથા સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથીની કૉલેજમાં (*સ્વનિર્ભર આયુર્વેદિક અને હોમિયોપેથી સંસ્થાઓની ૧૫% ઓલ ઇન્ડિયા ક્વોટા બેઠકોના સમાવેશ સાથે)  ઉપરોક્ત અભ્યાસક્રમોમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં પ્રવેશ માટે ઓનલાઈન રજીસ્‍ટ્રેશન.

મહત્વની તારીખ



* ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેનો પિન વેબસાઇટ પરથી રૂ.૧,૦૦૦/- (નોન-રીફંડેબલ) ક રૂ.૧૦,૦૦૦/- (રીફંડેબલ સીક્યુરીટી ડીપોઝીટ) - કૂલ રૂ.૧૧,૦૦૦/- પૂરા ની ચુકવણીથી ખરીદી શકાશે.

* ઉમેદવારે ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યા બાદ, હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલ જમા કરાવવા માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. ઉમેદવાર પોતાની જાતે રજીસ્ટ્રેશન પહોંચની પ્રિન્ટ લેતી વખતે અરજી ચકાસણી કરાવવા માટેનો સમય, તારીખ અને હેલ્પ સેન્ટર પસંદ કરી શકશે.

 * લહેલ્પ-સેન્ટર કામકાજ સમય: સવારે ૧૦.૦૦ કલાક થી સાંજે ૦૫.૦૦ કલાક સુધી. રવિવારના રોજ હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી ચાલુ રહેશે.

 * લોકલ ડવોટાના ઉમેદવારો માટે: જે ઉમેદવાર શ્રીમતી એન.એચ.એલ. મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, અમદાવાદ અથવા સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ

 * એજ્યુકેશન એન્ડ રિસર્ચ, સુરતના લોકલ ક્વોટાની બેઠક માટે અરજી કરવા માગતા હોય, તેવા ઉમેદવારોએ ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કર્યા ઉપરાંત તેઓ લોકલ અમદાવાદ/ સુરતના રહેવાસી છે તેવું પ્રમાણપત્ર સંબંધિત સંસ્થાના ડીનશ્રી પાસેથી મેળવવું જરૂરી છે જે અંગે સંબંધિત કોલેજનો સંપર્ક કરવો.

* “સ્વનિર્ભર આયુર્વેદિક અને હોમિયોપેથી સંસ્થાઓની ૧૫% ઓલ ઇન્ડિયા ક્વોટા બેઠકોના ઉમેદવારો માટે: સ્વનિર્ભર આયુર્વેદિક અને હોમિયોપેથી સંસ્થાઓની ૧૫% ઓલ ઇન્ડિયા ક્વોટા બેઠકો માટે જે વિદ્યાર્થીઓએ ૧૨મું ધોરણ (બી / એ. બી. જૂથ સાથે વિજ્ઞાન પ્રવાહ) ભારતમાં કોઈ પણ પરીક્ષા બોર્ડ માંથી પાસ કર્યું છે અને નીટ-યુજી ૨૦૨૩ માં ઓલ ઇન્ડિયા રેન્ક મુજબ લાયકાત ધરાવતા હોય અને આયુષ મંત્રાલય, ભારત સરકારના પ્રવેશ નિયમો અનુસાર અને સંબંધિત કાઉન્સિલના નિયમોને પાત્ર હોય તેવા વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે ફોર્મ ભરી શકશે.

 * એન.આર.આઇ. ઉમેદવારો માટે: ઉમેદવારે ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યા બાદ, પ્રક્રીયા ફી તરીકે રૂ.૧૦,૦૦૦/- (દસ હજાર રૂપિયા પુરા/-) નો “ACPUGMEC” Payable at Gandhinagar  ના નામનો ડિમાન્ડ ડાફ્ટ એડમિશન કમિટીની ઓફિસ, જીએમઈઆરએસ મેડિકલ કોલેજ, ગાંધીનગર ખાતે જમા કરાવવાનો રહેશે.

 * રજીસ્‍ટ્રેશન અને આગળની પ્રવેશ પ્રક્રિયા અંગેના કોઈ પણ પ્રકારના માર્ગદર્શન માટે ઉમેદવારે હેલ્પ સેન્ટરનો સંપર્ક કરવાનો રહેશે. હેલ્પ સેન્ટરોની યાદી પ્રવેશ સમિતિની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

 * પ્રવેશ-પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી વેબસાઇટ પર ઉપલબ્ધ છે. પ્રવેશ સમિતિ દ્વારા અપડેટ કરેલી માહિતી માટે વારંવાર આ વેબસાઇટની  મુલાકાત લેવી.



  

મહત્વપૂર્ણ: હવે પછીની તમામ પ્રવેશ પ્રક્રિયાની માહિતી એડમિશન કમિટીની વેબસાઈટ

ઉપર જ પ્રસિદ્ધ કરવામાં આવશે.

મહત્વની લિન્ક

વેબ સાઇટ માટે : અહીં ક્લિક કરો

ઓનલાઇન ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)