DSAG દ્રારા વર્ષ ૨૦૨૩-ર૪ માં “જી.પી.એસ.સી. વર્ગ-૧ તથા વર્ગ-૨ સ્પર્ધાત્મક પરીક્ષા કોચિંગ યોજના”

0

 

ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત

આદિજાતિ વિકાસ વિભાગ

બિરસા મુંડા ભવન, સેક્ટર ૧૦-એ, ગાંધીનગર

જી.પી.એસ.સી. વર્ગ -૧'તથા વર્ગ-ર સ્પર્ધાત્મક પરીક્ષા કોચિંગ યોજના
વર્ષ ૨૦૨૩-૨૪
કોચિંગ મેળવવા લાભાર્થી પસંદગી માટેની જાહેરાત


'         વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-ર૪ માં જી.પી.એસ.સી. વર્ગ-૧ તથા વર્ગ-૨ સ્પર્ધાત્મક પરીક્ષા કોચિંગ યોજનાહેઠળ પાત્રતા ધરાવતા આદિજાતિ વિદ્યાર્થીઓને કોચિંગ માટે એમ્પેનલ થયેલ એજન્સીઓ મારફત કોચિંગ મેળવવા માટૅ વિદ્યાર્થી દીઠ રૂ.૨૦,૦૦૦/- અથવા ખરેખર ચૂકવવાની થતી ફી એ બે પૈકી જે ઓછું હોય તે સીધી સહાય (ડી.બી.ટી.) વિધાર્થીને ચૂકવવાની યોજના અમલમાં છે. જે આદિજાતિ વિધાર્થીઓ આ "યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય તેઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે સંબધિત (વી.સી.ઈ), ઈ- ગ્રામ કેન્દ્ર, ગ્રામ પંચાયતના કોમન સર્વિસ સેન્ટર (CSC), તથા ઈન્ટરનેટ કનેકશન અને સ્કેનર ધરાવતા કોઇ પણ કોમ્પ્યૂટર ઉપરથી કરી શકાશે.

👉 મહત્વની તારીખો

ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ/સમય  : ૧૭/૦૭/૨૦૨૩, ૧૫:૦૦ ક્લાક

ઓનલાઈન'અરજી કરવાની છેલ્લી તારીખ/સમય : ૧૭/૦૮/ર૦૨ર૩, ૨૪:૦૦ ક્લાક

👉 જાહેરાત જોવા ક્લિક કરો 

👉 ઓનલાઈન પોર્ટલ ઉપર તમામ સાધનિક કાગળો / પ્રમાણપત્રો ઓનલાઈન અપલોડ કરવાના

રહેશે. જેમાં નીચે મુજબ ના આધારની પી.ડી.એફ અપલોડ કરવાની રહેશે.

૦ વિદ્યાર્થીનો ફોટો

૦ આધારકાર્ડ

૦  સ્નાતક - અનુસ્નાતક માર્કશીટ

૦ આવકના દાખલા

૦ જાતિના પ્રમાણપત્ર

૦ બેંક પાસબુક

૦ દિવ્યાંગના પ્રમાણપત્ર

  જી.પી.એસ.સી. વર્ગ-૧ તથા વર્ગ-૨ સ્પર્ધાત્મક પરીક્ષા કોચિંગ યોજનાનોઅંતર્ગત જે-તે જિલ્લાના લક્ષ્યાંકની મર્યાદામાં સ્નાતક કક્ષાના મેરીટના ધોરણે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે”.

 

અરજદાર ઉમેદવારો માટેની સૂચના

 . ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખપછી અરજદાર અરજી કરી શકશે નહિ.

 ૨. યોજના હેઠળ માત્ર ઓનલાઈન અરજી પર સ્વીકારવામાં આવશે. કોઈ પણ કચેરીએથી અરજીફોર્મ વિતરણ કરવામાં આવનાર નથી.

 ૩. અરજી માટેના આધાર પુરાવા (આધારકાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, દિવ્યાંગનું પ્રમાણપત્ર, સ્નાતકની માર્કશીટ, આવકનો દાખલો, બેંકની વિગતો અને પાસપોર્ટ સાઈઝનો ફોટો).

 ૪. આ યોજના અંતર્ગત અરજદારે જાતે અરજી કરવાની રહેશે, ખોટી કે અધૂરી વિગતો ધ્યાને આવતાં અરજી રદ કરવાને પાત્ર થશે.


➡️ વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

➡️ અરજી કરવા માટે અહીં ક્લિક કરો

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)