NVS: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ – ૯ અને ધોરણ – ૧૧ માં વર્ષ-૨૦૨૪-૨૫ માટે પ્રવેશ

0

નવોદય વિદ્યાલય સમિતિ
શિક્ષણ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થાશાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, ભારત સરકાર

 

જવાહર નવોદય વિદ્યાલયમાં (વર્ષ-૨૦૨૪-૨૫)માં ધોરણ – ૯ અને ધોરણ – ૧૧ માં ખાલી પડેલી જગ્યાઓમાં પ્રવેશ માટેની જાહેરાત

 

જવાહરમાં ધોરણ -૯ અને ધોરણ -૧૧ માં પ્રવેશ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

🟠 અરજી શરૂ થયાની તારીખ : 21/09/2023 

🟠 અરજી કરવાની છેલ્લી તારીખ: 31-10-2023 

🟠 પ્રવેશ પરીક્ષા તારીખ : 10/02/2024

🟦 ધોરણ – ૯ પ્રવેશ માટેની યોગ્યતા

👉 માત્ર તે ઉમેદવારો કે જે પોતાના જ જિલ્લામાં વસવાટ કરતા હોય અને ધોરણ ૮માં શૈક્ષણિક  સત્ર ૨૦૨૩-૨૪માં જવાહર નવોદય વિધાલય જે જિલ્લામાં કાર્યરત હોય તે જ જિલ્લાની સરકારી / સરકાર માન્ય શાળાઓમાં અભ્યાસરત હોય તે વિધાર્થી ધોરણ - ૯ ની પ્રવેશ પરીક્ષા આપવા માટે તેમજ પ્રવેશ માટે યોગ્ય ગણાશે.

👉 વિધાર્થીનો જન્મ તારીખ ૦૧-૦૫-૨૦૦૯ થી ૩૧-૦૭-૨૦૧૧ દરમિયાન જન્મેલો હોવો જોઇએ. (બંને તારીખો સામેલ છે) આ તમામ કેટેગરીના ઉમેદવારો (એસ. સી. / એ.સ.ટી / ઓ. બી. સી.) સહીત તમામને લાગુ પડે છે) 

👉 પસંદગી કસોટી

👉 હિન્દી, અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન

👉 OMR આધારિત બહુ વૈકલ્યિક પ્રશ્નોના પ્રકાર

👉 દ્વીભાષીય પ્રશ્ન પેપર (હિન્દી અને અંગ્રેજી)

વધુ વિગત પાઠ્યકમ અને પસંદગી સંહિતા માટે નવોદય વિધાલય સમિતિની જાહેરાત જોવી


🟦 ધોરણ – ૧૧ પ્રવેશ માટેની યોગ્યતા

👉 જવાહર નવોદય વિધાલય જે જીલ્લામાં કાર્યરત હોય તે જ જીલ્લાની સરકારી / સરકાર માન્ય શાળાઓમાં વિધાર્થી વર્ષ ૨૦૨૩-૨૪ માં ધોરણ ૧૦ માં અભ્યાસસ્ત હોવો જોઈએ (સત્ર-એપ્રિલ-૨૦૨૩ થી માર્ચ-૨૦૨૪) / ૨૦૨૩ (સત્ર-જાન્યુઆરી ૨૦૨૩ થી ડીસેમ્બર ૨૦૨૩)

👉 વિધાર્થીનો જન્મ તારીખ ૦૧-૦૬-૨૦૦૭ થી ૩૧-૦૭-૨૦૦૯ દરમિયાન જન્મેલો હોવો જોઇએ. (બંને તારીખો સામેલ છે)

👉 પસંદગી કસોટી

👉 માનસિક અભિયોગ્યતા, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન

👉 OMR આધારિત બહુ વૈકલ્યિક પ્રશ્નોના પ્રકાર

👉 દ્વીભાષીય પ્રશ્ન પેપર (હિન્દી અને અંગ્રેજી)

વધુ વિગત પાઠ્યકમ અને પસંદગી સંહિતા માટે નવોદય વિધાલય સમિતિની જાહેરાત જોવી

જીલ્લા કક્ષાના મેરીટ માટે ધોરણ-૧૦ અભ્યાસ અને આવાસ બંને સમાન જિલ્લામાં જ હોવા જોઈએ.




વેબસાઇટ અને વધુ માહિતી માટે ક્લિક કરો

ધોરણ - 9 ના ફોર્મ ભરવા માટે ક્લિક કરો 

ધોરણ - 11 ના ફોર્મ ભરવા માટે ક્લિક કરો


ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)