ગીરનું અભયારણ્ય

0

 ગીરનું અભયારણ્ય


આફ્રિકા સિવાય વિશ્વમાં એશિયાઈ સિંહોનું જો નિવાસસ્થાન હોય તો એ ભારતમાં જૂનાગઢ પાસે આવેલા ગીર જંગલમાં છે. (જે "ગીરનું જંગલ" કે "સાસણ-ગીર" તરીકે પણ ઓળખાય છે) આજથી લગભગ ૨૧૦૦ વર્ષ પહેલાં સુધી એશિયાઈ સિંહો ગ્રીસથી લઈને પશ્ચિમ એશિયા અને ત્યાંથી બંગાળ અને બિહાર સુધી ઘુમતા હતા. અંતે હવે ગીર અભયારણ્યમાં સિંહોની વસ્તી જોવા મળે છે. 

          ઈ.સ. ૧૯૧૦મ। ગીર અભયારણ્યમાં પણ સિંહોની વસ્તી માત્ર ૧૫ જેટલી જ થઈ ગઈ હતી, પરંતુ ત્યાર બાદ અભયારણ્યમાં સિંહોને સાચવવા માટે ગંભીર અને યોગ્ય સુરક્ષાત્મક પગલાં લેવામાં આવતાં જંગલનો વિસ્તાર ઘાસચારો માટે ફરતા માલધારીઓ અને પશુઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. 


          ગીર જંગલને ઈ.સ. ૧૯૬૫માં  સિંહો માટે  વ્યવસ્થિત બનાવવામાં આવ્યો હતો અને ઈ.સ. ૧૯૭૨માં ૧૫૦૦ ચો. કિ.મી. વિસ્તારને આવરી લઈ તેને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો છે. 

          પહેલાંના સમયમાં રાજા મહારાજાઓ શિકારના શોખિન હતા.  અને શિકારને એક શોખ તરીકે ગણી આનંદપ્રમોદ મેળવવા સિંહો અને વાઘનો શિકાર કરતા હતા. શિકાર કરવા માટે તેઓ નિયમિત રીતે સમય ફાળવી જંગલમાં જતા હતા. તે સમયે બ્રિટિશ સરકારને આ પ્રવૃત્તિ વાંધાજનક લાગી નહોતી. ૧૯મી સદીના અંત અને ૨૦મી સદીની શરૂઆતમાં નવાબો અને મહારાજાઓ સાથે બ્રિટિશ, અફસરોએ જંગલમાં જઈ ઘણા સિંહો, વાઘો, દીપડાઓ અને ચિત્તાઓનો શિકાર કર્યો હતો. પરિણામે ૧૯૧૦માં જૂનાગઢના ગીર જંગલમાં માત્ર ૧૫ સિંહો જ બચ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા સમજી અને લોકો તરફથી ભયંકર વિવાદનો સામનો કરવાના કારણે જૂનાગઢનો નવાબ અને બ્રિટિશ ગવર્નર લોર્ડ કર્ઝને સિંહોની સુરક્ષા કરવાનો નિર્ણય કર્યો. લોર્ડ કર્ઝને આપેલી કડક સૂચનાઓ અને જૂનાગઢના નવાબના સિંહોને બચાવવાના સત્તાશીલ અભિગમને કારણે  સિંહોની વસ્તી નામશેષ થતી અટકી.         

          ૧૯૪૭માં ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ પરિસ્થિતિ પલટાઈ. ઈ.સ.૧૯૪૨માં વન્ય જીવન સંરક્ષણ કાયદાને ક્રારણે પર્યાવરણવાદીઓ અને વન્ય જીવનની ક કરનારાઓને મજબૂત સાથ સાંપડ્યો.  જૂનાગઢથી ૬૫ કિ.મી. દૂર આવેલા અને વેરાવળની ૩૫ કિ.મી. દૂર આવેલા સાસણ ગામે ગીર અભયારણ્ય / રાષ્ટ્રીય પાર્કનું મુખ્ય મથક છે. સાસણ રેલવે સ્ટેશન એ મીટરગેજ સ્ટેશન છે. 


          ગીરનો' સિંહ એ રાજવી પ્રાણી છે, જેની લંબાઈ લગભગ ૨.૭૫ મીટર હોય છે. પહોળા ખભા, લાંબી પૂંછડી અને હૃષ્ટપુષ્ટ તેવું પેટ આફ્રિકાના સિંહ સેન સામ્ય યોજે છે. ગીરનો સિંહ ઊંચો અને આફ્રિકાના સિંહ કરતાં તેનો રંગ આછો ભૂખરો છે. પરંતુ આ બંને સિંહોની રીતભાત, તેમની શિકાર કરવાની પધ્ધતિ, આરામ કરવાની રીત, દિવસ દરમિયાન છાયામાં આરામ કરવો અને સાંજ પડતાં ખોરાક માટે શિકાર કરવો એ સરખી છે. ગીર જંગલમાં એશિયાઈ સિંહો ઉપરાંત અન્ય વિવિધ પ્રકારનાં પશુપક્ષીઓ પણ વસે છે. સૂકું વાતારણ છે, થોડા કાંટાઓવાળું જંગલ છે અને નદીના કિનારે લીલી હરિયાળીવાળાં જંગલો છે. આ જંગલમાં નાનાં પશુ-પ્રાણીઓ અને પક્ષીઓની વિવિધ શ્રેણીઓ પણ વસે છે. આ ઉપરાંત અહીં બળવાન દીપડા અને પટ્ટાવાળા ઝરખ, સાંભર, ટપકાંવાળા

હરણ (ચિત્તલ), નીલગાય, ચિંકારા ને  ચૌશિંગા વગેરે જેવાં પશુઓ વસે છે. આ ઉપરાંત આ જંગલમાં મગરઉછેર કેન્દ્ર પણ રાખવામાં આવ્યું છે, જ્યાં મગરના બચ્ચાંને યોગ્ય વાતાવરણ પૂરું પાડી ઉછેરવામાં આવે છે. એવું કહેવાય છે કે ગીરનું જંગલ એ એશિયાઈ સિંહોનું માત્ર સ્થાન નથી, પરંતુ સુંદર પક્ષીઓનું પણ અભયારણ્ય છે. અહીં વિવિધ પ્રકારના સ્થાનિક અને વિદેશથી આવતાં પક્ષીઓ જોવા મળે છે. પક્ષીઓ નિહાળનારા અને પક્ષીઓના ફોટા પાડનારા બંનેને ગીર જંગલમાં ખૂબ જ તકો મળી જાય છે. 

          જંગલની મધ્યમાં સાસણથી ૯ર કિ.મી. દૂર તુલસીશ્યામમાં ગરમ પાણીના ઝરા આવેલા છે તો સાસણથી માત્ર ૧૩ કિ.મી. દૂર શિરવાણ ગામમાં આફ્રિકાથી આવેલા સિદ્દીઓ વસે છે. આ સિદ્દીઓને જૂનાગઢના નવાબ જંગલના કામ માટે લઈ આવેલા. પરંતુ હવે આ સિદ્દીઓ ભારતીય અનુસૂચિત જનજાતિનો એક ભાગ બની ગયા છે. 

          ગીર અભયારણ્ય એ પ્રવાસીઓ માટેનું અને ખાસ કરીને વન્યજીવનને ચાહનારા પ્રવાસીઓનું શ્રેષ્ઠ સ્થાન છે. ગીરમાં રહેવા માટે ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ આવેલું છે અને ભારતીય પ્રવાસન નિગમની બે હોટલો આવેલી છે. ગીર અભયારણ્યમાં સિંહદર્શન માટે વાહનો ભાડે મળે છે.

 

          સિંહદર્શનનો યોગ્ય સમયગાળો નવેમ્બરથી મે મહિનાનો ગણાય છે.




ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)