રતનમહાલ અભ્યારણ - Dahod

0

રતનમહાલ અભ્યારણ
દાહોદ



કોઈ સરસ મજાના રમણીય સ્થળ પર પ્રકૃતિનો ખોળો ખૂંદવાનું મન થાય તો તેના માટે જંગલથી સારી કોઈ જગ્યા હોઈ શકે અને આવું એક જંગલ એટલે ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં આવેલ રતનમહાલનું જંગલ છે. ૧૯૮રની ૧૯ માર્ચના રોજ રતનમહાલને વન્યપ્રાણી અભયારણ્ય તરીકે જાહેર કરાયું હતું. ૫૫.૬૫ ચો. કિ.મી. વિસ્તારમાં ફેલાયેલ અભયારણ્યમાં રીંછ સહિત સ્તનધારી પ્રાણીઓ તેમજ સરીસૃપત્તી અનેક પ્રજાતિઓ પણ જોવા મળી જાય છે. રીંછ, દીપડો, જંગલી બિલાડી, ઝરખ, શિયાળ, માંકડા, સસલાં, નોળિયા, શાહુડી જેવાં અનેક પ્રાણીઓ ઉપરાંત સરીસુપ વર્ગમાં ધામણ, સાપ, અજગર, ઘો, નાગ, કાંચિડા જોવા મળે છે. તો રંગબેરંગી પક્ષીઓનો પણ અહીં ટોટો નથી. લક્કડખોદ, ભીમરાજ, હરિપાલ, ઘુવડ, તેતર, બાજ, સમડી સિવાય અનેક પક્ષીઓ અહીં જોવા મળી જાય છે.



ગુજરાતના દેવગઢ બારિયા તાલુકાથી ૩૦ કિ.મી.ના અંતરે આવેલા અભયારણ્યના બે મુખ્ય ભાગ છે જેમાંથી એક ભાગમાં ફરવા માટે ચાલવું આવશ્યક છે,  જ્યારે બીજા ભાગમાં ગાડી લઈને પણ ફરી શકાય છે. દેવગઢ બારિયા પાસે આવેલા કંજેટા ગામથી અભયારણ્યના બે ફાંટા પડે છે. કાંજેટા ગામના પાદરમાં આવેલા ગેટથી ગાડી લઈને જઈ શકાય છે જ્યારે બીજી તરફ કંજેટાથી બે કિમી દૂર આવેલા ગેટ પાસે વાહન પાર્ક કરી ચાલીને આગળ વઘવું પડે છે. ટ્રેકિંગના શોખીન હોય તેવા લોકો માટે રતનમહાલ રીંછ અભયારણ્ય એક ઉમદા વિકલ્પ છે, પરંતુ જેનાથી વધુ ચાલી શકાય તેમ નથી તે ગાડી દ્વારા પણ અભયારણ્યની સફર ખેડી શકે તેમ છે. કંજેટાથી આગળ આવેલા ગેટ પાસે રતનમહાલ કેમ્પ સાઈટ આવેલી છે. જ્યાં  રાત્રિરોકાણ માટે તંબુ તૈયાર કરી આપવામાં આવે છે. જગ્યાએથી મુખ્ય ટ્રેકનો પ્રારંભ થાય છે, જેનું કુલ અંતર આશરે આઠ કિ.મી.નું છે. ટ્રેક એક નદીના કિનારે આગળ વધે છે અને નદીના મુખ સુધી જાય છે જ્યાં ખૂબ કઠિન પણ મનોરમ્ય રસ્તા પરથી પસાર થવું પડે છે. નદીના મુખ પાસે એક નાનકડો ધોધ આવેલો છે, જેના પાણીમાં નાહવાનો લાભ લઈ શકાય તેમ છે. આઠ કિમીનું ટ્રેકિંગ રતનમહાલનાં વન્ય પ્રાણીઓને જોવા માટેનો પણ સારો વિકલ્પ છે જેમ પ્રવાસીઓને ઊડતી ખિસકાલી, સાપ, અજગર, જગલ બિલાડી, નોળિયા, ચંદનઘો તેમજ નસીબ સારાં હોય તો ક્યારેક રીંછ અને દીપડા જેવા પણ જાનવર નજરે પડી જાય છે. જાનવરો સિવાય રતનમહાલમાં પક્ષીઓનું પણ સારું એવું વૈવિધ્ય જોવા મળે છે. જેમાં ઘણી દુર્લભ પ્રજાતિનાં પક્ષીઓ સામેલ છે. સંપૂર્ણ ટ્રેકનો રસ્તો ગીચ વનમાંથી પસાર થાય છે અને આખા રસ્તે પ્રાકૃતિક રીતે રચાયેલું ચઢાણ છે માટે સ્વસ્થ શારીરિક બાંધો અને મજબૂત મનોબળ હોવું જરૂરી છે,  જે ઉપરાંત સંપૂર્ણપણે દુર્ગમ વન્યવિસ્તારમાંથી પસાર થાય છે જ્યાં ફર દૂર સુધી માણસ નજરે નથી પડતા, માટે આ ટ્રેક પર જરૂરી સામાન સાથે લઈને ચાલવું આવશ્યક છે. આશરે આઠ કિલોમીટરનો કઠિન કુદરતી રસ્તો પસાર ક્યાં બાદ રતતમહાલતું મુખ્ય આકર્ષણ નલઘા ધોધ આવે છે. આ ધોધ પાનમ નદીની એક શાખાનું મુખ છે. જે આગળ જતાં મોટું રૂપ ધારણ કરીત્તે આખરે વડોદરા નજીક ખંભાતમાં (અરબી સમૂદ્ર)માં ભળે છે. નલઘા ઘોઘમાં પ્રવાસીને નાહવાની છૂટ છે, પરંતુ જો ઉપરવાસમાં વરસાદનું જોર વધુ હોય તો તે શક્ય નથી માટે ધોધમાં નાહવાની આશાએ જતા હોય તો પૂરતી જાણકારી મેળવીને જવું યોગ્ય છે. તે ઉપરાંત નલધા ધોધમાં બારેમાસ પાણી રહેતું નથી માટે ઉનાળા દરમિયાન ત્યાં જવાનું ટાળવું જોઈએ. નલધા ધોધ સુધીના રસ્તે નદીના કિનારે કિનારે આગળ વઘવું પડે છે જેના કારણે જંગલી જાનવર દેખાવાની સૌથી વધુ શક્યતા છે જે માટે પણ પૂરતી તેયારી કરીને આગળ વધવું યોગ્ય છે.



રતનમહાલ રીંછ અભયારણ્ય ખાતે ટ્રેકિંગ સિવાયના આકર્ષણમાં મ્યુઝિયમ અને વ્યુ પોઇન્ટ સામેલ છે. રતનમહાલ રીંછ અભયારણ્યના કંજેટા ખાતેના ગેટમાંથી પ્રવેશતાં જ ડાબા હાથે એક નાનકડું પણ રસપ્રદ મ્યુઝિયમ આવેલું છે, જેમાં વન્ય પ્રાણી વિશેની ઘણી અનોખી ને મહત્ત્વની વિગતો પ્રદર્શિત કરવામાં આવી છે. આ મ્યુઝિયમ ખાતે રતનમહાલ રીંછ અભયારણ્યનો ટૂંકો ઇતિહાસ પણ દર્શાવવામાં આવ્યો છે જે રસપ્રદ છે. રતનમહાલ રીંછ અભયારણ્યમાં આવેલું વ્યુ પોઇન્ટ મુખ્ય ગેટથી બાર કિલોમીટરના અંતરે આવેલું છે. ત્યાં સુધી જવા માટેનો રસ્તો પણ રસપ્રદ છે. રતનમહાલ ખાતેનો વ્યુ પોઈન્ટ એક ઊંચા ડુંગર પર આવેલો છે. જ્યાં ગુજરાતની સીમા પૂરી થાય છે અને મધ્યપ્રદેશની સીમા શરૂ થાય છે. આ વ્યુ પોઈન્ટ સુધી પહોંચવા માટે વાહન દ્વારા આકરું ચડાણ પાર કરવું પડે છે. જેમાં સફળ થયા બાદ ડુંગર પર વેરાયેલા કુદરતી સૌંદર્યને માણવાની તક મળે છે. ચઢાણ પુરું કર્યા બાદ ડુંગરની સપાટી પર થોડે સુધી આગળ વધવું પડે છે જે રસ્તે ઘણી વખત જંગલી જાનવર પણ નજરે પડી જાય છે.



વ્યુ પોઇન્ટથી થોડા આગળ કિંગ ટૅમ્પલ નામનું એક નાનકડું મંદિર આવેલું છે જે હાલ જર્જરિત હાલતમાં ઊભું છે. આ મંદિર કોનું છે અને તેનું નામ કિંગ ટેમ્પલ શું કામ પાડવામાં આવ્યું છે તેના વિશે કોઈ માહિતી મળતી નથી. રતનમહાલનું રીંછ અભયારણ્ય સમગ્ર ગુજરાતમાં તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતું છે.


Sources : Internet & Blogs 

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)