Eklavya Residential School ધોરણ -૬ માં પ્રવેશ માટે : ૨૦૨૪-૨૫

0

ગુજરાત રાજ્ય ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (આદિજાતિ વિકાસ વિભાગ)

૩જો માળ, બિરસા મુંડા ભવન, સેક્ટર- 10 - એ, ગાંધીનગર-૩૮૨૦૧૦. ફોન નં. ૦૭૯ ૨૩૨૪૩૭૪૮/૪૯

જાહેરાત


એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ પ્રવેશ માહિતી ૨૦૨૪-૨૫

(ફક્ત સરકારી શાળા, આશ્રમ શાળા અને ગ્રાન્ટ ઈન એડ શાળાઓના પાંચમાં ધોરણમાં અભ્યાસ કરી રહેલ આદિજાતિના બાળકો માટે)

આદિજાતિ બાળકોને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ સાથે સારા આવાસ અને ભોજનની સુવિધા મળી રહે તેવા ઉચ્ચ હેતુસર એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલો કાર્યરત છે. સદર શાળાઓ ધોરણ-૬થી ધોરણ-૧૨ સુધીની છે. શાળામાં કોમ્પ્યુટર શિક્ષણ, રમતગમત, ચિત્રકલા, શિક્ષણ, લાયબ્રેરી વિગેરેની સુવિધા છે. એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલોમાં ધોરણ-૬માં પ્રવેશ માટે અરજીઓ મંગાવવામાં આવે છે. તથા ન જનજાતિના વિદ્યાર્થીઓને ઉત્તમકક્ષાનું શિક્ષણ તેમજ સુવિધાઓ મળે અને ઉત્તમ કક્ષાની શાળામાં પ્રવેશ મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા ટેલેન્ટપુલ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ટેલેન્ટ પુલ યોજનાનો લાભ લેવા માટે એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ પ્રવેશ પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું રહેશે. ટેલેન્ટ પુલ યોજનાનો લાભ લેવા માટે પ્રવેશ સમયે સરકારશ્રીના આવક મર્યાદા અંગેના પ્રવર્તમાન નિયમો ધ્યાને લેવામાં આવશે.)

 ✳️ પાત્રતાનું ધોરણઃ ✳️

 

·         વિધાર્થી/વિદ્યાર્થિનીઓ અનુસૂચિત જનજાતિ હોવા જોઈએ.

·         પ્રવેશ સમયે વિદ્યાર્થીઓની ઉમર તા. ૩૧/૦૩/૨૦૨૪ સુધી ઓછામાં ઓછી ૧૦ વર્ષથી વધુમાં વધુ ૧૩ વર્ષની હોવી જોઈએ. (તા. ૧લી એપ્રિલ એ જન્મેલ વિદ્યાર્થીઓ અરજી કરી શકશે) (૩૧/૦૩/૨૦૧૧થી ૩૧/૦૩/૨૦૧૪ વચ્ચે જન્મેલ બાળક)

·         વિધાર્થી /વિદ્યાર્થિઓની હાલ સરકારી શાળા/આશ્રમ શાળા અથવા માન્ય ગ્રાન્ટ ઇન-એઇડ શાળાઓમાં (શિક્ષણ વિભાગની યાદી મુજબ) ધોરણ-પમાં અભ્યાસ કરતાં હોવા જોઈએ અને પ્રવેશ મેળવતી વખતે ધોરણ-૫ પાસ કરેલ હોવું જોઈએ.

·         આદિજાતિ વિસ્તારના આદિમ જુથના બાળકો અને હળપતિ બાળકો માટે પ બેઠકના પ% સુધી અગ્રિમતા આપવામાં આવશે.

·         વિમુક્ત/વિચરતિ/અર્ધ વિચરતિ જાતિના બાળકો માટે કુલ બેઠકના ૫% સુધી અગ્રિમતા આપવામાં આવશે.

·         વિદ્યાર્થી જેના માતા પિતા ડાબેરી ઉગ્રવાદ-ના ભોગ બનેલા નાગરિકો અને પોલીસ/અર્ધલશ્કરી/સશસ્ત્ર દળોના જવાનોનો સમાવેશ થાય છે/બળવો / કોવિડના કારણોસર પ હોય, વિધવા માતાના બાળકો, દિવ્યાંગ માતા પિતાના બાળકો , અન્ય - જમીન દાતા, અનાથ (માતા પિતા બંને હયાત ન હોય તેવા) વિદ્યાર્થીઓ માટે ૧૦% સુધી પ્રવેશ માટે અગ્રિમતા આપવામાં આવશે .

·         દિવ્યાંગ બાળકો માટે કુલ બેઠકના પ% સુધી પ્રવેશ માટે અગ્રિમતા આપવામાં આવશે.

 

  પ્રવેશ સમયે લાગું પડતા જરૂરી તમામ પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે.

 

✳️   પ્રવેશ અરજીપત્ર મેળવવાના સ્થળો : ✳️

  વેબસાઈટ   પરથી ડાઉનલોડ કરી શકાશે .

  સંબંધિત ગામની પ્રાથમિક શાળા તમામ આશ્રમશાળાઓ અને ગ્રામ પંચાયત

  તમામ આદર્શ નિવાસી શાળાઓ

  પ્રાયોજના વહીવટદારશ્રી અને મદદનીશ કમિશ્નરશ્રીની કચેરીઓ

  તમામ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ શાળાઓ

  તમામ મોડેલ શાળાઓ

  તમામ કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ તમામ પરીક્ષા કેન્દ્રો તેમજ જિલ્લા શિક્ષણધિક્ષકશ્રીની કચેરીઓ.

 

  ✳️ પ્રવેશ અરજીપત્ર જમાં કરાવવાના સ્થળો : ✳️ 

 અરજીપત્ર ભરીને જે પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવાની હોય તે પરીક્ષા કેન્દ્રમાં રૂબરૂ અથવા ટપાલથી જમાં કરાવવાનું રહેશે. અને તે જ સ્થળેથી પરીક્ષાર્થીઓને પ્રવેશપત્ર ઈસ્યુ કરવામાં આવશે . અથવા જે પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવાની હોય તે પરીક્ષા કેન્દ્ર પર ટપાલથી અરજીપત્ર મોકલી શકાશે અને તે જ પરીક્ષા કેન્દ્ર પરથી ટપાલથી પ્રવેશપત્ર મોકલવામાં આવશે. આ સિવાય અન્ય જગ્યાએ અરજીપત્ર મોકલવામાં આવશે તો તે સ્વીકારવામાં આવશે નહીં. પરીક્ષા દરમિયાન પાત્રતા ધરાવતા હોવાના કોઈ દસ્તાવેજી પુરાવાઓનો આગ્રહ રાખવામાં આવતો નથી. જો ઉમેદવારો પ્રવેશ માટે કસોટીના અંતે લાયક ઠરશે તો પ્રવેશ સમયે આ અંગેના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે. જે ઉમેદવાર મેરીટમાં આવશે તેમને એકલવ્ય શાળાની પસંદગી માટે કાઉન્સેલીંગ માટે બોલાવવામાં આવશે તે ઉમેદવારે સંબંધિત દસ્તાવેજી પુરાવા તે સમયે રજૂ કરવાના રહેશે . જેથી ઉમેદવારને પોતે ઠરાવેલ પાત્રતા ધરાવે છે તેની ખરાઈ કરીને જ અરજી કરવા જણાવવામાં આવે છે. પ્રવેશ સમયે ઉમેદવાર પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ હોવા છતાં જો પાત્રતા ધરાવતા નહીં હોય તો કોઈ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

 


✳️ અગત્યની તારીખો : ✳️

અરજીપત્ર મેળવવાની તારીખઃ ૨૮, ફેબ્રુઆરી ૨૦૨૪

અરજીપત્ર પરત આપવાની છેલ્લી તારીખ : તા. ૨૧, માર્ચ ૨૦૨૪ (સાંજે ૬:૦૦ વાગ્યા સુધી) જાહેર રજાના દિવસો સિવાય

પરીક્ષાની તારીખ : ૨૮ એપ્રિલ ૨૦૨૪ (રવિવાર)

પરિણામ જાહેર કરવાની તારીખ : મે ૨૦૨૪નું બીજું અઠવાડિયું



જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો 


અરજી  ફોર્મ માટે અહીં ક્લિક કરો


ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)