ઘુડખરનું અભ્યારણ (Katch)

0

 

ઘુડખરનું અભ્યારણ 
(Katch)



        ભારતીય ઘુડખર અભયારણ્ય અથવા ઘુડખર અભયારણ્ય એ કચ્છ જિલ્લાના નાના રણમાં આવેલું અભયારણ્ય છે. તે ૪૯૫૪ ચો.કિમી. વિસ્તારમાં ફેલાયેલું ભારતનું સૌથી મોટું અભયારણ્ય છે.

        આ અભયારણ્યની સ્થાપના ૧૯૭૨માં વન્યજીવન સુરક્ષા ધારા, ૧૯૭૨ હેઠળ કરવામાં આવી હતી. અહીં ઘુડખરનું એક માત્ર નિવાસસ્થાન આવેલું છે.

ગ્જરાતત્તાં વન-વિસ્તારની ટકાવારી ખૂબ નીચી છે. એમ છતાં દેશમાં અન્યત્ર જોવા મળતી, એશિયાના સિંહ અંતે ભારતીય જંગલી ગધેડા જેવી કેટલીક દુર્લભ અને મૂલ્યવાન જાતો સહિત વન્ય પશુઓની આશરે ૪૦ જાતો અંતે ૪રપ ઉપરાંત પક્ષીઓની જાતોના રૂપમાં પ્રકૃતિએ ગુજરાત રાજ્યને સમૃદ્ધ વૈવિધ્ય ધરાવતી પ્રાણીસૃષ્ટિ બક્ષી છે 

.. ૧૯૮રમાં એવા ચિંતાજનક અહેવાલો વહેતા થયા હતા કે, કચ્છના નાના રણમાં વસવાટ કરી રહેલા જંગલી ગધેડાંનો સંપૂર્ણ નાશ થવાની અણી ઉપર છે. પરંતુ શંકા પછી માત્ર ચાર માસ પછી થયેલી જંગલી ગધેડાની ગણતરીનાં પરિણામો પરથી સાબિત થયું છે કે અનન્ય પ્રાણીની સંખ્યામાં ત્રણગણો વધારો થયો છે 



ભારતીય જંગલી ગધેડાને રક્ષણ પૂરું પાડવા કચ્છના નાના રણમા સુરેન્દ્રનગરથી હળવદ તરફ જતાં ૬૫ કિ.મી.ના અંતરે લગભગ ૫૦૦૦ ચો. કિલોમીટર વિસ્તારમાં અભયારણ્યની સ્થાપના કરવામાં આવી છે 

એક બીજી સ્થાનવર્તી જાત છે. થોડે ઘણે અંશે કચ્છના નાના રણ પૂરતી મર્યાદિત છે. દુનિયાના અન્ય ભાગોમાં તો દુર્લભ પ્રાણી લગભગ અદશ્ય થઈ ગયું છે. વન્ય પ્રાણીના નિષ્ણાંતો અને પ્રકૃતિવિદોનું માનવું છે કે,   પ્રાણીની દુનિયામાં જે પાંચ જાતો હતી એમાંથી વસતી બે જાતો તો હવે નિર્વશ થઈ ચૂકી છે. બાકીની જે ત્રણ જાતો રહી છે એમાંથી ક્રિયાંગ નામે ઓળખાતી એક જાત મધ્ય એશિયામાં ગોબીના રણવિસ્તારોમાં મળી આવે છે. જંગલી ગધેડાની બીજી જાત ઈરાનમાં અને ત્રીજી જાત ભારતના કચ્છના નાના રણમાં મળી આવે છે. કાશ્મીરના લડાખ પ્રદેશમાં ક્યારેક જે જંગલી ગધેડાઓ જોવા મળે છે મધ્ય એશિયાના ગોબીના રણમાંથી આવતી જાતના છે. કચ્છના નાના રણમાં જે જંગલી ગધેડા વસેલા છે એને વૈજ્ઞાનિક પરિભાષામાં ઈકવું ફેમીઓનેસ ખરૂ કહેવાય છે. જંગલી ગધેડાની જાત મૂળ એશિયાઈ જંગલી ગધેડાની પાંચ જાતોમાંની એક છે અને ભારતીય જંગલી ગધેડા તરીકે પણ ઓળખાય છે. એનું ગુજરાતી નામ ઘુડખર - બે શબ્દો – ઘુડ અને  ખરનું બનેલું છે. ઘુડ' એટલે ઘોડો  અને ખર' એટલે ગધેડો. નામ પ્રાણીનું સુયોગ્ય વર્ણન પૂરું પાડે છે. જંગલી ગધેડા કલાકની ૬૦થી ૭૦ કિલોમીટરની એકધારી ઝડપે લાંબા અંતર સુધી ઠેકડા મારતાં દોડી શકે છે. જો કે તેનો શારીરિક દેખાવ ભલાભોળા ગધેડાને મળતો આવે છે, પરંતુ જો ઝીણવટથી જોઈએ તો જંગલી ગધેડા-ઘુડખર પાળેલા ગધેડાથી કંઈક જુદો પડે છે. ઘુડખર એના કદમાં અન્ય ગધેડાં કરતાં કંઈક મોટા અને મોહક હોય છે. માનસિક રીતે વધુ ચપળ હોય છે. કુંભારના ગધેડાની જેમ તે ભાગ્યે એક્લુંઅટૂલું જોવા મળે છે. ખારા પાટવાળા કચ્છના વિશાળ રણવિસ્તારમાં ચોમેર મૃગજળથી ઘેરાયેલા વાતાવરણમાં જંગલી ગધેડાંના ટોળાંને ઝડપથી દોડતાં જોવાં એક અનેરો લ્હાવો છે.



ઘુડખરને જોવા માટે જવાનો શ્રેષ્ઠ સમયગાળો ફેબ્રુઆરીથી મે મહિના દરમિયાનનો ગણાવી શકાય. આ અભયારણ્યમાં જંગલી ગધેડા ઉપરાંત નીલગાય, શિયાળ કે વરૂ, કાળિયાર, ચિંકારા અને અન્ય પશુઓ પણ છે. ઘુડખર'ની માવજત કરવા માટે અને ઘવાયેલા ઘુડખરની શુશ્રૂષા કરવા માટે ત્યાં નાનું પશુ દવાખાનું ઊભું કરાયું છે. અભયારણ્યની મુલાકાત લેનાર મુલાકાતીઓ માટે વૉચ ટાવર્સ' એટલે કે નિરીક્ષણકેન્દ્રો ઊભાં કરાયાં છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)