ACPC: Degree Engineering અભ્યાસક્રમમાં પ્રવેશ : 2024-25

0

 કમિશ્નરેટ ઓફ ટેક્નિકલ એજ્યુકેશન, ગુજરાત રાજ્ય
એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ કોર્ષિસ 

(ACPC)


🔴 ફોર્મનો પ્રકાર : ઓનલાઈન

🔵 રજિસ્ટ્રેશન શરૂ થયા તારીખ : 02/04/2024

🔴 છેલ્લી તારીખ : 15/05/2024

     ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) પછીના ડિગ્રી ઈજનેરી અભ્યાસક્રમોમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં પ્રથમ વર્ષ પ્રવેશ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સરકારી બેઠકોની વેબ આધારિત ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. જે અન્વયે ઉપલબ્ધ સરકારી બેઠકોમાં સરકારની અને અનુદાનિત સંસ્થાની તમામ બેઠકો, સ્વનિર્ભર સંસ્થાની માન્ય બેઠકોની ૫૦% બેઠકો સાથે મેનેજમેન્ટ બેઠકોની સુપ્રત કરેલ બેઠકો તથા સરકાર શ્રી દ્વારા જાહેર કરાયેલ સેન્ટર ઓફ એક્સેલેન્સની ૩૩% બેઠકો સાથે સુપ્રત કરેલ બેઠકોનો સમાવેશ થાય છે.

પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઇન્ટરનેટ દ્વારા ઓનલાઇન રજીસ્ટેશન ફરજિયાત છે.

ઇન્ટરનેટ સુવિધા ન ધરાવતા ઉમેદવાર કોઈપણ ચાર્જ ભર્યા વિના પ્રવેશ સમિતિ દ્વારા નિયુક્ત સાઈબર સ્પેસ સેન્ટર્સ પર રજીસ્ટ્રેશન ની સુવિધા મેળવી શકશે.

પ્રવેશની લાયકાત

અ) સરકારી તથા અનુદાનિત સંસ્થાઓની-માન્ય બેઠકોની ૯૫% બેઠકો અને સ્વનિર્ભર સંસ્થાઓની ૫૦ % બેઠકો-માટૅ- પવેશ ના નિયમોમાં ઉલ્લેખિત ગુજરાત રાજ્ય સ્થિત શાળાઓમાંથી અથવા ઉલ્લેખિત અન્ય જોગવાઈ સાથે લઘુત્તમ લાયકાત સાથે ધોરણ ૧૨ ની પરીક્ષા પાસ કરેલ હોય અને ગુજકેટ-૨૦૨૪ ની પરીક્ષામાં ઉપસ્થિત થયેલ હોય તેવા તમામ ઉમેદવારો ઉપરોક્ત બેઠકો માટે લાયક રહેશે.

બ) સરકારી તથા સંસ્થાઓની માન્ય બેઠકોની પ % બેઠકો-માટે- પ્રવેશ ના નિયમોમાં ઉલ્લેખિત સમગ્ર દેશમાં (ગુજરાત રાજ્ય સહિત) સ્થિત શાળાઓમાંથી લઘુત્તમ લાયકાત સાથે ધોરણ ૧૨ ની પરીક્ષા પાસ કરેલ હોય અને JEE (મેઈન)-૨૦૨૪ પરીક્ષામાં ઉપસ્થિત થયેલ હોય તેવા તમામ ઉમેદવારો ઉપરોક્ત બેઠકો માટે લાયક રહેશે.

ક) સેન્ટર ઓફ એક્સેલૅન્સ ની બેઠકો માટે- પ્રવેશ ના નિયમોમાં ઉલ્લેખિત અન્ય પાત્રતા ના માપદંડોને અનુરૂપ ગુજરાત રાજ્યમાં સ્થિત શાળાઓમાંથી નીચે જણાવ્યા મુજબ લઘુત્તમ લાયકાત પ્રાપ્ત કરેલ હોય અને સંબંધિત પ્રવેશ પરીક્ષામાં હાજર રહેલ હોય તેવા તમામ ઉમેદવારો ઉપરોક્ત બેઠકો માટે લાયક રહેશે.


બોર્ડ દ્વારા લેવામાં આવતી પૂરક પરીક્ષામાં બેસીને લાયકાતની પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવાર, સરકારી બેઠકો માટે તૈયાર કરાયેલ મેરિટ લિસ્ટમાં જેમનો સમાવેશ અગાઉ કરવામાં આવેલ છે તેવા તમામ ઉમેદવારોની બેઠકો ફાળવ્યા બાદ થયેલી ખાલી જગ્યા પર ચાલુ શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ માટે લાયક ગણાશે.

વધુ વિગતો માટે સમિતિની વેબસાઈટ પર ઉપલબ્ધ ગુ સરકાર દ્વારા સમયાંતરે પ્રસિદ્ધ કરવામાં આવતા પ્રવેશના નિયમોનો સંદર્ભ લેવો અનિવાર્ય છે. જોગવાઇઓ (અ), (બ) અને (ક) ના માપદંડ ધરાવતા ઉમેદવારો ફ્ક્ત એક જ રજીસ્ટ્રેશનથી તમામ પ્રકારની બેઠકો પર અરજી કરી શકશે.







વધુ માહિતી માટે : અહીં ક્લિક કરો

રજિસ્ટ્રેશન માટે : અહીં ક્લિક કરો






Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)