સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત વર્ષ : 2024-25

0
તમામ પ્રકારની સરકારી, અર્ધસરકારી અને ખાનગી કંપનીની સેવાઓ તેમજ તમામ પ્રકારનું ઓનલાઇન કામ કરી આપવામાં આવશે.-

  

 ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી 
સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત



                કોલેજ કક્ષાના સ્નાતકઅનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિઅનુસૂચિતજનજાતિસામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાતવર્ગના વિધાર્થી અને વિધાર્થિનીઓને વર્ષ 2024-25નાં શૈક્ષણિક વર્ષ માટે.આણંદભાવનગરજામનગરહિંમતનગરપાટણ ખાતેના સમરસ કુમાર અને કન્યા છાત્રાલયો તેમજ વડોદરા કુમાર અને સુરત કન્યા સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે.



            સ્નાતક કક્ષાના તમામ અભ્યાસકમોમાં કોઇપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવલા માટે ધોરણ-૧૨ની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના અભ્યાસકમની ટકાવારીના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.


નોંધઃ વિધાર્થીએ ૫૦%કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.


        📌 સમરસ છાત્રાલયમાં અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેવા રીન્યુઅલ વિદ્યાર્થીઓએ પણ ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ગ્રુપ-૨ અને ગ્રુપ-૩ના રીન્યુઅલ વિદ્યાર્થીઓ જે બીજા વર્ષે છાત્રાલયમાં રહેવા માંગતાં હોય તો તેમને ગત વાર્ષિક પરીક્ષામાં યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા બે સેમેસ્ટરની ટકાવારીમાં ૫૫% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ. જ્યાં ટકાવારીને બદલે ગ્રેડેશનઆપવામાંઆવતા હોય તેવા કિસ્સામાં પ૫% કે તેથી વધુના સમકક્ષ ગ્રેડેશન હોવા જોઈએ. ગ્રુપ-૧ના રીન્યુ વિદ્યાર્થીઓ માટે ટકાવારી ૫૦%  રહેશે. 

        📌 ગ્રુપ-૧ મેડીકલ અને તેના સમકક્ષ અભ્યાસક્રમના રીન્યુઅલ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા અરજી કરી શકશે. પરંતુ, પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા વિધાર્થીઓ (ફેશ) માટે સંસ્થા/કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેથી અલગથી જાહેરાત આપી અરજીઓ મંગાવવામાં આવશે. 

        📌 વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહી. ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ વેબસાઈટ પર દર્શાવેલ સમયગાળામાં સબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે. ત્યારબાદ સંબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે. 

        📌 જો કોઈ છાત્રની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત ખંગેના પ્રમાણપત્રો/વિગતોમાં તફાવત જણાશે તો તેવા છાત્રનો પ્રવેશ રદ કરવામાં આવશે. 

        📌 સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્રો જ પ્રવેશપાત્ર ગણાશે.

         📌 વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રીન્ટ નિકાળી તેની ખરાઈ કરી લેવાની રહેશે. જો અરજીમાં કોઈ ભુલ જણાય તો પોર્ટલની મદદથી જુની અરજી રદ કરી નવેસરથી અરજી કરવાની રહેશે. જાહેરાતની અંતિમ તારીખ બાદ અરજીમાં કોઈપણ સુધારા વધારા કરી શકાશે નહિ.

         📌 સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત દર્શાવેલ વેબસાઈટ પર દર્શાવેલ છે જેનો સંપુર્ણ અભ્યાસ કરીછાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. 

        📌 વધુમાંપ્રવેશ અંગેની કોઈપણ માહિતી માટે વેબસાઈટ પર દર્શાવેલ સબંધિત જિલ્લામાં આવેલ સમરસ છાત્રાલયો સંપર્ક કરવાનો રહેશે. 

        📌 ગ્રામ્યવિસ્તારના છાત્રો ઈ-ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે.


નિતી -નિયમો

  1. જાહેરાત દર્શાવેલી તારીખ સુધી અરજી ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે.
  2. અધુરી અરજી રદ ગણવામાં આવશે.
  3. અરજીમાં દર્શાવેલી માહિતી ખોટી માલુમ પડશેતો પ્રવેશ રદ ગણવામાં આવશે.
  4. નીચેના આધારો ફરજીયાત પણે બિડવાના રહેશે :
    1. પાસપોર્ટ સાઇઝનો ફોટો
    2. છેલ્લી પરીક્ષાની માર્કશીટની નકલ
    3. L.C ની નકલ
    4. જાતીના દાખલાની નકલ(સક્ષમ અધિકારી)
    5. આવકના દાખલાની નકલ(સક્ષમ અધિકારી)
    6. આધારકાર્ડની નકલ
    7. જો વિધ્યાર્થી અંધ/અંપગ હોય તો તેનુ પ્રમાણપત્ર(સક્ષમ અધિકારી)
    8. જો વિધ્યાર્થી અનાથ હોય તો તેનુ પ્રમાણપત્ર(સક્ષમ અધિકારી)
    9. જો વિધ્યાર્થી વિધવાનુ સંતાન હોય તો તેના આધારો(સક્ષમ અધિકારી)
  5. જ્યારે એડમિશન મળી જાય ત્યારે આ અરજી ની નકલ, ચારિત્ર્ય સર્ટીફિકેટ, મિડીકલ ફિટનેશ પ્રમાણપત્ર અને વાલીનું બાહેધરી પત્રક રજુ કરવાનુ રહેશે.
  6. અરજી એકવાર સબમિટ કરયા પછી તેમા સુધારા-વધારા કરી શકાશે નહી.
  7. પાનકાર્ડ, આધારકાર્ડ પ્રિન્ટ, પાસપોર્ટ, જીવનપ્રમાણ, ઓનલાઇન ફોર્મ, ફુડલાઇસન્સ, મોબાઇલ-ટી.વી.રીચાર્જ, કલર પ્રીન્ટ, લેમિનેશન, ડીઝીટલ લોકર, ઇ-મેઇલ, બાયોડેટા, ડોક્યુમેન્ટ સ્કેનિંગ, ડેટાએન્ટ્રી જોબવર્ક, ઓનલાઇન શોપીંગ, AEPS સિસ્ટમ દ્રારા પૈસાની લેવડ-દેવડ-મનીટ્રાન્સફર વગેરે સેવાઓ.-
અરજી નો પ્રકાર : ઓનલાઈન

મહત્વની તારીખ 


ફોર્મ શરૂ થયા ની તારીખ : 27/05/2024

છેલ્લી તારીખ : 20/06/2024


મહત્વની લિન્ક


વધુ માહિતી અને ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો 


રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો  


લોગીન થવા માટે અહીં ક્લિક કરો


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)