Type Here to Get Search Results !

પૂર્ણા વન્યજીવ અભયારણ્ય

Prakashkumar Gamit 0

પૂર્ણા વન્યજીવ અભયારણ્ય

       


             

            પૂર્ણા વન્યજીવ અભયારણ્ય ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લા તેમ જ તાપી જિલ્લામાં થી પસાર થતી પૂર્ણા નદી તેમ જ તેની ઉપનદી ગિરા નદીની આસપાસના વિસ્તારમાં ફેલાયેલ સંરક્ષિત જંગલ છે.

            પૂર્ણા નદીના ખીણ વિસ્તારમાં ફેલાયેલું ગાઢું તેમ જ વરસાદી જંગલ છે, જે જંગલી સજીવો કરતાં વૃક્ષ વૈવિધ્ય માટે વધારે પ્રચલિત છે. વાંસ, સાગ, સિસમ સહિતના કદાવર અને તોતિંગ વૃક્ષો અહીંના જંગલમાં થાય છે. આ ઉપરાંત દીપડા પણ અહીં વસવાટ કરે છે. આ જંગલોમાં વરસે ૨૫૦૦ મિલિમીટર કરતાં વધુ વરસાદ પડે છે, જેથી અહીં ગુજરાત રાજ્યનાં સૌથી ગાઢ જંગલો છે.

 


             અભયારણ્ય તેના ગાઢ જંગલ  આચ્છાદિત   વિસ્તાર અને ભરપૂર ચોમાસા માટે જાણીતું છે. ડાંગ જિલ્લાનું અભયારણ્ય કેટલીય વિવિધ પ્રજાતિઓ માટેનું સલામત આશ્રયસ્થાન તરીકે ઓળખય છે. અભયારણ્ય ૧૬૦ ચો.કિમી વિસ્તારમાં વ્યાપેલું છે. વિસ્તાર ડાંગ અને તાપી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા નદી તેમજ તેની ઉપનદી ગિરા નદીની આસપાસનાં વિસ્તારમાં ફેલાયેલ સંરક્ષિત જંગલ છે.

                    જંગલ વિસ્તારમાં લગભગ ૭૦૦ જેટલી વનસ્પતિઓની વિવિધતા જોવા મળે છે. કેટલાંક જંગલી પ્રાણીઓ જેમ કે, દીપડો,વાંદરા,માંકડા,રાની બિલાડી, હરણ, ચિતળ,સાબર, ઝરખ પણ અહીં જોવા મળે છે. ૧૩૯ પક્ષીઓની પ્રજાતિઓ આ જંગલમાં ઈ.સ.૧૯૯૯ થી ઈ.સ. ૨૦૦૩ ના સમયગાળામાં નોંધવામાં આવી હતી. જેમાં કોમન ગ્રે હોર્નબીલ, ગ્રે જંગલ ફાઉલ, બાર્બેટ, ક્લોરોપ્સીસ, માખીમાર,ફ્લાયર કેચર તેમ જ રાપ્ટર જવા પક્ષીઓ સમાવિષ્ટ છે.

              ઈ. સ.  ૨૦૦૦થી ૨૦૦૧ના સમયગાળામાં આ વિસ્તારમાં ૧૧૬ જેટલી કરોળિયાની પ્રજાતિઓ હોવાની નોંધ કરવામાં આવી છે. વનસ્પતિ અને  વૃક્ષોની ૭૦૦ પ્રજાતિઓની સમૃદ્રિ સાથે દીપડા, ભારતમાં જ મળી આવતા નાના કદના વાંદરા, કપાળપર ટોપીધરાવતા વાંદરા, સામાન્ય નોળિયો, ભારતિય બિલાડી, ભારતિય શાહુડી,ચાર શિંગડાવાળા હરણ, ભરણ,સાંભર, ચિત્તળ,જરખ,જંગલી બિલાડી, ઉડતી ખીસકોલી,અજગર,અને જંગલી ગરોળીઓની  વસ્તી પણ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. અભયારણ્ય જોવા મળલા પક્ષીઓના  વિશ્વમાં  સામાન્ય રાખોડી રંગના ચિલોત્રા [ચાંચ પર શીંગડા જેવા ઉપસેલા ભાગ ધરાવતું પક્ષી], ગ્રે કલરના જંગલી મરધા, બારબેટ લક્કડખોદ, શાઈક્સ. કલોરોપ્સિસ, માખી ખાનારા ઉંડતા જીવજંતુનો શિકાર કરનારા અને રેપ્ર્સ પણ રહે છે. નવેમ્બરથી માર્ચમાં આ વન્યસૃષ્ટ અને વન્યપ્રાણી નિરખવાનો લ્હાવો માણવા જેવો છે.






ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.