26 January, Republic day

0

 

પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ

ભારત માતા કી જય 

        પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ, ૨૬ જાન્યુઆરી, ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ઇ.સ. ૧૯૫૦માં ભારતનું બંધારણ અમલમાં આવ્યુ હતુ અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો હતો.

ભારત ૧૫ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ સ્વતંત્ર થયું, પરંતુ તેમને તેમનું કાયમી બંધારણ હતું નહીં; તેને બદલે સુધારેલા વસાહતી કાયદા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૯૩૫ પર આધારીત, નો અમલ થતો અને દેશ રાજા પંચમ જ્યોર્જનાં બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો અને દેશનાં વડા એવા સર્વોચ્ચ પદ 'ગવર્નર જનરલ' ના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારભાર સંભાળતા હતા. ૨૯ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ કાયમી બંધારણ ની રચના માટે ડો.આંબેડકરનાં વડપણ હેઠળ એક મુસદ્દા સમિતિ નું ગઠન કરવામાં આવ્યું. સમિતિ દ્રારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી અને ૪ નવેમ્બર,૧૯૪૭ નાં રોજ બંધારણ સભા  સમક્ષ રજુ કરવામાં આવ્યો. બંધારણનો સ્વિકાર કરતાં પહેલાં બંધારણ સભા નું ૧૬૬ દિવસનું જાહેર સત્ર મળ્યું, જે ૨ વર્ષ,૧૧ માસ અને ૧૮ દિવસ ચાલ્યું. કેટલાયે વિચારવિમર્શ અને સુધારાઓ પછી,૩૦૮ સભ્યની આ બંધારણ સભાએ ૨૪ જાન્યુઆરી,૧૯૫૦ નાં રોજ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખીત બે નકલો પર હસ્તાક્ષરો કર્યા. બે દિવસ પછી, ભારતનું બંધારણ ભારતભૂમિ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું. ભારતનું બંધારણ ૨૬ જાન્યુઆરી,૧૯૫૦ થી અમલમાં આવ્યું. અને રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા. ખરેખર, આ એક વિચારણીય પગલું હતું, ૨૬ જાન્યુઆરીનાં બંધારણ પર હસ્તાક્ષર કરી અને સ્વતંત્ર્યતા સેનાનીઓ,કે જેઓ ૨૬ જાન્યુઆરીને ભારતનાં સ્વતંત્રતા દિવસ તરીકે ઇચ્છતા હતા, તેમના પ્રત્યે સન્માન દર્શાવવામાં આવ્યું. ૩૧ ડીસેમ્બર ૧૯૨૯ ના રોજ જવાહરલાલ પંડિતના અધ્યક્ષ સ્થાને લાહોર ખાતે કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસભા મળી હતી. જેમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ અથવા ભારતના સ્વાતંત્ર્યની ઘોષણા કરવામાં આવી હતી. જવાહરલાલ નેહરુ એ રાવી નદીના કિનારે ધ્વજ ફરકાવ્યો હતોઅને ભારતના લોકોને ૨૬ જાન્યુઆરી ના દિવસે "સ્વાતંત્ર્ય દિવસ" તરીકે ઉજવવા ભલામણ કરી હતી.ભારતના ધ્વજરાષ્નેટ્રીય મહાસભાના સ્વયંસેવકો, રાષ્ટ્રવાદીઓ અને નાગરિકો દ્વારા ફરકાવવામાં આવ્યો હતો. ૨૬ જાન્યુઆરી ૧૯૩૦ ના રોજ ભારતના સ્વાતંત્ર્યની ઘોષણા કરવા અંગે અંગ્રેજ સરકારને જણાવવામાં આવેલું પરંતુ અંગ્રેજ સરકારે કોઈ પ્રતિભાવ આપેલો નહિ.



         ૧૯૩૦ પહેલાં જ અમુક ભારતીય રાજનૈતિક પક્ષોએ ખુલેઆમ યુનાયટેડ કિંગડમથી સ્વતંત્રતા મેળવવાની ધ્યેયની ઘોષણા કરી હતી. અખિલ ભારતીય હોમરુલ લિગ ભારત માટે બ્રિટિશ કોમનવેલ્થ હેઠળ ઓસ્ટ્રેલિયા, કેનેડા, આઈરીશ ફ્રી સ્ટેટ,ન્યુ ફાઉન્ડલેન્ડ, ન્યૂઝી લેન્ડ અને સાઉથ આફ્રીકા જેવા દેશોને અપાયેલ સ્વાયત્તતા જેવા હોમ રુલ (સ્વ સાશન)ની માંગણી કરતું હતું. અખિલ ભરતીય મુસ્લિમ લિગ એ પણ યુનાયટેડ કિંગડમના આધિપત્ય (ડોમિનિયન) સ્થિતીનું સમર્થન કર્યું હતું પણ ભારતીય સ્વતંત્રતાનો વિરોધ કર્યો હતો. ઈંડિયન લિબરલ પાર્ટી નામની સંસ્થા અંગ્રેજ સમર્થક હતી, બ્રિટિશ રાજ સાથે સંબંધો નબળા પડે તેવી સ્વતંત્રતા કે સ્વાયત રાજ્ય જેવી કોઈ પણ માંગણીઓને તેણે વિરોધ કર્યો હતો. ભારતીય રાષ્ટ્રીય મહાસભા આ વાદ-વિવાદમાં સૌથી મોખરે હતી. વયસ્ક મહાસહા ((કોંગ્રેસ) ના નેતા જેમ કે લોકમાન્ય ટિળક, અરબિંદો, અને બિપિનચંદ્ર પાલ વગેરે એ બ્રિટેશ હકૂમતથી મુક્ત એવી સ્વતંત્રતાની માંગણી કરી હતી.

ભારતનાં બંધારણનાં અભ્યાસુ એવા ગ્રેનવિલ ઔસ્ટિન નાં મતાનુસાર, ડો.આંબેડકર દ્વારા તૈયાર થયેલ ભારતનાં બંધારણનો મુસદ્દો "પ્રથમ અને સર્વપ્રથમ સામાજીક દસ્તાવેજ" છે..."મોટાભાગનીં બંધારણની જોગવાઇઓ,કાં તો સીધા સામાજીક ક્રાંતિનાં ઉદ્દેશને આગળ ધપાવવા માટે અથવા આ ક્રાંતિનો ઉદ્દેશ બર લાવવા માટે જરૂરી પરિશ્થિતિઓનું નિર્માણ કરવા માટે કરાયેલ છે."

આ સંશોધન તંત્રને રજુ કરવાનાં સમયેજ બિરદાવતા ડો.આંબેડકરે જણાવ્યું કે:

"આથી અમે ખાત્રી પૂર્વક કહી શકીયે છીએ કે,ભારતીય મહાસંઘ કઠોરતા કે વિધિપરાયણતાનાં દોષથી ગ્રસિત થશે નહીં. તેની વિશિષ્ટ વિશેષતા એ છે કે આ એક લચકદાર  સંઘ છે."

 સંસદ સાથે કાર્યાન્વીત ત્રિસ્તરીય પદ્ધતિએ ધારણાઓથી વિરુદ્ધ, રાજ્યોના હિતોનું ધ્યાન રાખવા સાથે બંધારણને વધુ લચીલું બનાવ્યું છે. બંધારણ આધારિત બ્રિટિશ સંસદીય પદ્ધતિ અને રાજ્ય પદ્ધતિના સમન્વયે બીજા અન્ય કોઇપણ દેશમાં સુધારીત આવૃત્તિ કરતાં અહીં સારી રીતે સફળ રહી છે.” -- ગ્રેનવીલે ઑસ્ટીન, ૧૯૬૬.

૨૬ જાન્યુઆરી ૧૯૫૦ એ ભારત દેશના ઇતીહાસમાં ઘણો અગત્યનો દિવસ છે. આ દિવસે ભારત દેશનું બંધારણ અમલંમા આવ્યું હતું અને ભારત ખરા અર્થમાં સ્વતન્ત્ર રાષ્ટ્ર્ બન્યું હતું. આ દિવસે ભારત સંપૂર્ણ લોક્તંત્ર બન્યુ. દેશે મહાત્મા ગાંધી અને હજારો સ્વતંત્ર સેનાનીઓ જેમણે સ્વાતંત્ર્ય માટે પોતાનુ સર્વસ્વ ન્યોછાવર કર્યુ હતુ તેમનુ સ્વતંત્ર રાષ્ટ્રનું સ્વ્પ્ન ફળીભુત થતુ જોયુ. ત્યારથી ૨૬ જન્યુઆરી એ રાષ્ટ્રીય રજા ગણાય છે અને ગણતંત્ર દિવસ તરીકે ઉજવાય છે.

આજે સમગ્ર દેશમાં ગણતંત્ર દીવસ ઉજવાય છે, ખાસ કરીને ભારતની રાજધાની દીલ્હીમાં આ ઉજવણી રાષ્ટ્રપતિના રાષ્ટ્ર માટેના ઉદ્‌બોધનથી શરુ થાય છે. ભાષણની શરુઆત સ્વાતંત્ર સેનાનીઓ એ આપેલા બલિદાન તેમ જ શ્રધ્ધાંજલીથી થાય છે કે જેઓએ દેશના સ્વાતંત્ર્ય માટે સમગ્ર જીવન ન્યોછાવર કરી દીધું હતું તથા રાષ્ટ્રની સંહિતા માટે લડ્યા હતા. ત્યાર બાદ રાષ્ટ્રપતિ મંચ પર આવી લશ્કરના જવાનોના પરીવારજનોને જવાનોની યુધ્ધમાં દાખવેલ અજોડ બહાદુરી માટે ચન્દ્રકો એનાયત કરે છે. તથા ભારતના નાગરીકો કે જેમણે અસામાન્ય પરીસ્થિતિઓમાં બહાદુરીપુર્વકનું કાર્ય કર્યુ હોય એમને સન્માનિત કરી તેમને પુરસ્કારો એનાયત કરે છે.

 જય હિન્દ


Sources : Wikipedia, Books and News

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)