Shri Vajpayee Bankable Yojna

0

Shri Vajpayee Bankable Yojna 

શ્રી વાજપાઈ બેંકેબલ યોજના

        કુટિર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેક્ટર બેંકો, ખાનગી બેંકો મારફતે નાણાંકીય લોન/સહાય આપવાની યોજના

અરજીનો પ્રકાર : ઓનલાઇન

હેતુ:- આ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાનો આશય રહેલો છે. અપંગ કે અંધ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકશે.

યોજનાની પાત્રતા:

ઉંમરઃ ૧૮ થી ૬૫ વર્ષ

શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછું ધોરણ-૪ (ચાર) પાસ 

તાલીમ/અનુભવઃ વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ૩ માસની તાલીમ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા એક માસની તાલીમ લીધેલી હોવી જરૂરી છે અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ હોવો જોઇએ અથવા વારસાગત કારીગર હોવા જોઇએ.

આવક મર્યાદા નથી.

 બેંક મારફત લોન ધિરાણની મહત્તમ મર્યાદા:

=>  ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.

=>  સેવા ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.

=> વેપાર ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.

 

ધિરાણની રકમ ઉપર સહાયના દરઆ યોજના હેઠળ ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્ર માટે સહાયના દર નીચે મુજબ રહેશે.

વિસ્તાર

જનરલ કેટેગરી

અનુસૂચિત જાતિ/અનુસૂચિત જન જાતિ/ માજી સૈનિક/મહિલા/૪૦% કે તેથી વધુ અંધ કે અપંગ

ગ્રામ્ય

૨૫%

૪૦%

શહેરી

૨૦%

૩૦%


સહાયની મહત્તમ મર્યાદા:

ક્રમ

ક્ષેત્ર

સહાયની રકમની મર્યાદા (રકમ રૂપિયામાં)

ઉદ્યોગ

.,૨૫,૦૦૦

સેવા

.,૦૦,૦૦૦

વેપાર

જનરલ કેટેગરી

શહેરી

.૬૦,૦૦૦

ગ્રામ્ય

.૭૫,૦૦૦

રીઝર્વ કેટેગરી

શહેરી/ ગ્રામ્ય

.૮૦,૦૦૦

નોંધ: અંધ કે અપંગ લાભાર્થીના કિસ્સામાં કોઇ પણ ક્ષેત્ર માટે મહત્તમ સહાય .,૨૫,૦૦૦/- રહેશે.                              


વધુ માહિતી માટે આપની નજીકના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવો.

વેબસાઇટ માટે => ક્લિક કરો

શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના માટેની માર્ગદર્શક પ્રોજેક્ટ પ્રોફાઇલ્સ => અહીં ક્લિક કરો

ફોર્મ ભરવા માટે અહીં  => ક્લિક કરો

 

શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના નો લેવા માટે જેમ પાત્રતા નક્કી કરેલી છે. તેવી રીતે ડોક્યુમેન્ટ નક્કી થયેલા છે. જે નીચે મુજબ આપેલા છે.

. શાળા છોડયાનું પ્રમાણપત્ર(LC)

. પાસપોર્ટ સાઈઝનો ફોટો

. ચૂંટણીકાર્ડ

. લાભાર્થીનું આધારકાર્ડ

. જન્મ નોંધણીનું પ્રમાણપત્ર

. શૈક્ષણિક લાયકાતની માર્કશીટ (છેલ્લી માર્કશીટ)

. જાતિ અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ માટે)

. 40% કે તેથી વધુ દિવ્યાંગ લાભાર્થીઓના કિસ્સામાં દિવ્યાંગતાની ટકાવારીનું સિવિલ સર્જનનું/સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર

. અરજદાર દ્વારા મેળવેલ તાલીમ / અનુભવનું પ્રમાણપત્ર.

૧૦. જે સાધન-ઓજાર ખરીદવાના હોય તેનો VAT/TIN નંબરવાળા ભાવપત્રક અસલ જોડવું.

૧૧. નક્કી થયેલા ધંધાના સ્થળનો આધાર પુરાવો. ( ભાડાકરાર / ભાડાચિઠ્ઠી / મકાન વેરાની પહોંચ)

૧૨. વીજળી વપરાશ કરવાની હોય તો મકાનનું  ઈલેક્ટ્રિક બિલ તથા મકાન માલિકનું સંમતિપત્રક

 

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)