Swami Dayanand Sarswati

0

Swami Dayanand Sarswati

મહર્ષિ દયાનંદ સરસ્વતી



મહર્ષિ દયાનંદ સરસ્વતી

આર્ય સમાજના સ્થાપક અને સમાજ સુધારક એવા મહર્ષિ દયાનંદ સરસ્વતી નો જન્મ મહા વદ દસમ 12 ફેબ્રુઆરી, 1824માં સૌરાષ્ટ્રમાં મોરબી પાસે આવેલા ટંકારા ગામમાં ઔદિચ્ય બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. જન્મ સમયે પિતા કરસનજી ત્રિવેદીએ બાળકનું નામ મૂળશંકર રાખ્યું હતું.
બાળ મૂળશંકરને આઠમા વર્ષે યજ્ઞોપવીત સંસ્કાર કરવામાં આવ્યો. તેને સંસ્કૃત-વેદ અને યજુર્વેદ ઘરે જ ભણાવવાની વ્યવસ્થા થઈ. ચૌદ વર્ષે મૂળશંકરે સંપૂર્ણ યજુર્વેદ અને બીજા કેટલાક વેદોનો પાઠ પૂરો કરી દીધો. તેમણે વેદ સાથે વ્યાકરણ પણ ભણી લીધું.
પિતા ના આગ્રહથી શિવરાત્રીનું વ્રત કરી જાગરણનો સંકલ્પ કર્યો. રાત્રે શિવાલયમાં કેટલાક ઉંદરો નીકળી શિવલીંગ ઉપર-નીચે ફરતા જોયા ત્યારે, બાળમાનસમાં ઉથલપાથલ થઈ અને તત્કાળ બોધ થયો કે મુર્તિ તો જડ પ્રતિક છે સાચા શિવ નથી. તેણે સાચા શિવનો સાક્ષાત્કાર કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. 
સોળ વર્ષે કોલેરાથી મૃત પામેલી નાની બહેન અને થોડા દિવસ પછી કાકાનું મૃત્યુ જોઈને જીવનની નશ્વરતાનો પાકો ખ્યાલ આવી ગયો ત્યારે 21વર્ષે ગૃહત્યાગ કર્યો. સાયલા જઈ બ્રહમચર્યની દીક્ષા લઈ ‘શુદ્ધ ચૈતન્ય’ નામ ધારણ કર્યું. 
ત્રેવીસ વર્ષની વયે, નર્મદાના તટ ઉપર ચણોદ-કરનાલીમાં દક્ષિણના શુંગેરી મઠના સન્યાસી સ્વામી પૂર્ણાનંદ સરસ્વતી પાસે સન્યસ્ત લઈ “દયાનંદ સરસ્વતી” નામ ધારણ કર્યું. 
પંદરેક વર્ષના અવિરત દેશાટન પછી 1860 માં દયાનંદ મથુરા પહોંચ્યા. પ્રજ્ઞાચક્ષુ જ્ઞાનગુરુ સન્યાસી સ્વામી વિરજાનંદ સરસ્વતીએ તેમને યોગવિદ્યા, વ્યાકરણ, મનોરમા- શેખર-ન્યાયમાંસા, વેદાંતના ગ્રંથો, આષ્ટાધ્યાયી અને મહાભાષ્ય શીખવ્યા. 
આમ 21 વર્ષ રખડપટ્ટી કરી - 42 વર્ષે વેદોની પુન:પ્રતિષ્ઠા, પાખંડદહન, દેશોદ્ધાર અને સંસાર ના કલ્યાણ ના મહાવ્રત સાથે કાર્યરત થયા 

વર્ણવ્યવસ્થા
વર્ણવ્યવસ્થા જ્ન્મને આધારે નથી, પણ ગુણ કર્મ અને સ્વભાવને આધારે હોવાનું સાબિત કર્યું. શુદ્દ્ર કુળમાં જન્મેલ જો બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય જેવા ગુણ, કર્મ અને સ્વભાવ ધરાવે તો તે બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય બની જાય છે.

ત્રેતવાદ સ્થાપ્યો
જીવ 
ઈશ્વર - નિરાકાર છે. 
પ્રકૃતિ અનાદિ - અનંત છે. 
હવન

સવારે સૂર્યોદય પછી અને સાંજે સૂર્યાસ્ત પહેલાં કરવાથી હવાની શુદ્ધિ થાય છે.

સ્વામીજીએ લખેલ અગત્યના પુસ્તકો
સત્યાર્થ પ્રકાશ 
વેદભાષ્ય 
સંસ્કાર વિધિ (સોળ સંસ્કાર) 
આર્યાભિવિનય 
ગોકરુણાનિધિ 
પરિવર્તન સંસ્કાર શુદ્ધિ યજ્ઞ

ધર્માંતરણ કરેલા લોકોને અને બીજા ધર્મમાંથી જોડાયેલ લોકોને પાછા હિન્દુ બનાવવાનો વિધિ પૂર્વક સંસ્કાર.

દેવદાસી પ્રથા

વધારાની કન્યાઓને મંદિરમાં કે પુરોહિતોને અર્પણ કરવાની પ્રથાનો વિરોધ. પુષ્ટિ માર્ગી આચાર્યો ‘સર્વકૃષ્ણ ને અર્પણ’ કરવાની પ્રથાનો વિરોધ.

સ્વામીજીના કાર્યો
યજ્ઞમાં પશુબલિ કે નરબલી પ્રથાનો વિરોધ. 
માંસાહાર નો નિષેધ 
સ્વદેશી ચળવળ-1879-ફક્ત ભારતમાં બન્યા હોય તેવા જ વસ્ત્રો નો ઉપયોગ કરવું. 
રાષ્ટ્રભાષા હિન્દી - સંપૂર્ણ ભારત દેશને ફક્ત હિન્દી ભાષા જ એક રાખી શકે. 
જીવન ઉપયોગી વસ્તુઓ-નમક અને રોટી-પર કર લેવાનો વિરોધ કર્યો. 
સ્વામીજી આદર્શ બ્રહ્મચારી, ત્યાગી, તપસ્વી, સમાજસુધારક વેદો અને વૈદિક શાસ્ત્રોના વિદ્વાન, પરમયોગી, બ્રહ્મનિષ્ઠ, સ્પષ્ટ વક્તા, માનવ એક્યનાં દ્રષ્ટા અને રાષ્ટ્ર વિધાયક અને નિર્ભયક સન્યાસી હતા. 
આપણો દેશ અંધવિશ્વાસથી મુક્ત થાય, કુરિવાજો અને પાખંડ મુક્ત બને, સર્વલોકો એક જ ઈશ્વરના ઉપાસક બને, સ્વરાજ્ય ની યોગ્યતા અને સ્વરાજ્ય મેળવે અને સંસારના અન્ય રાષ્ટ્રોમાં બરબારીનો અધિકાર મેળવે તે માટે જીવનભર મથ્યા. 
સ્વામીજી માનતા, કોઈ સમયે સમસ્ત સંસાર પર આપના પૂર્વજોનું-વૈદિક આર્યોનું- ચક્રવર્તી રાજ્ય પ્રવર્તતું હતું. ભારત-આર્યાવ્રત-સમસ્ત સંસારને જાગૃત કરનાર મહામાનવોથી ભરેલ હતું-એ વિશ્વવિજેતાઓની ગૌરવ ગાથા છે. 
અંધશ્રદ્ધા નિવારણ-લોકજાગૃતિ કાર્યો
સૂર્યગ્રહણ સમયે જમવામાં વાંધો નથી. 
સ્ત્રીઓને પણ મંત્ર જાપનો અધિકાર છે. 
મૂર્તિપૂજા બધા અનર્થોનું મૂળ છે. તેને દૂર કરવી જ રહી. 
બાળવિવાહ વિરોધ 
વિધવાવિવાહ સમર્થન 
વૃદ્ધવિવાહ વિરોધ 
અશ્પૃશ્યતા નિવારણ-છૂતછાત-આભડછેટનો વિરોધ. 
જ્યોતિષ, મંત્ર-તંત્ર અને ભૂતપ્રેત દ્વારા મચાવાતા ઢોંગ રોકો વિરુદ્ધ અભિયાન. 
ડામ : યમદુતો ભાગતા હોવાની અંધશ્રદ્ધા માટે ડામ લગાવતો રોક્યો.

લગ્ન : સ્વામીજીએ રાજસ્થાનમાં કન્યાઓને મુસ્લિમ જોડેજ પરણાવવાનો રિવાજ બંધ કરાવ્યો- પ્રથા બંધ કરાવી.

ધન : આર્થિક સદ્ધરતા અનિવાર્ય છે-ધન ત્યાગ રાષ્ટ્ર માટે આત્મહત્યા સમાન છે. ધર્મસંમત ધન હોવું જ જોઈએ.

07-03-1867ના રોજ હરદ્વારના કુંભમેળામાં પાખંડખંડિની ધ્વજપતાકા ફરકાવીને નવજાગરણનો અને પાખંડદહનનો એક મહિનાનો કાર્યક્રમ કર્યો. તેમણે મૂર્તિપૂજાની અવૈદિકતા સિદ્ધ કરી. 
 


આર્યસમાજ

10-04-1875 આર્યસમાજની 10 નિયમો સાથે મુંબઈમાં સ્થાપના કરી શ્રી ગિરધરલાલ કોઠારીને પ્રમુખ અને શ્રી પાનાચંદ આણંદજી પારેખ ને મંત્રી બનાવ્યા. તેમણે કહ્યું આર્યસમાજ દ્વારા,
હું વેદો ને સંદેશો આપું છું, મારો નહીં. 
મારા વિચારો યોગ્ય ન લાગે તો, તેને માનશો નહીં. 
મારા ફોટો કોઈ મંદિરમાં રાખશો નહીં. 
“અવિદ્યાનો નાશ અને વિદ્યાની વૃદ્ધિ” એમનો જીવનમંત્ર કેવળ ઈશ્વર જ તેમનો સહાયક હતો અને સત્ય જ તેમનું પરમ અવલંબન હતું. સ્વામીજી પર અનેકવાર જીવલેણ હુમલા થયા પણ અખૂટ શારીરિક સામર્થ્ય અને યોગ બળથી તેઓ પોતાને બચાવતા રહ્યા.

30 ઓક્ટોબર1883 રોજ  તેમનો દેહોત્સર્ગ થયો.

સ્ત્રોત : વેબસાઈટ, બ્લોગ, પુસ્તકો, આર્ય સમાજ અને હિંદુત્વ


ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)